રાશિફળ

આજનું રાશિફળ (16-10-25): વૃષભ, મકર સહિત આ બે રાશિના જાતકોને આજે કામમાં મળશે સફળતા, જાણી લો શું છે તમારા ભાગ્યમાં?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કામમાં સહભાગી થવાનો મોકો મળશે. આજે તમે કામના સ્થળે અને ઘરેલુ વ્યવસ્થાને બનાવી રાખવા માટે પારાવાર પરિશ્રમ કરવો પડશે. બપોર સુધી તમે પૈસા કમાવવામાં વ્યસ્ત રહેશે. તમને ધનલાભ થઈ રહ્યો છે. આજે બિનજરૂરી ખર્ચ તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થશે. હાથ-પગ અને પેટ સંબંધિત સમસ્યા તમને સતાવી શકે છે. આજે લાલચને કારણે તમને નુકસાન થઈ શકે છે. પરિવાર સાથે સમય પસાર કરશો.

આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે આનંદમાં રહેવાનો છે. આજે તમે દિવસનો મોટાભાગનો સમય સકારાત્મક રહેશે. કોઈ સંબંધી પાસેથી આજે તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આવક અને જાવક મધ્યમ રહેશે. બપોર બાદ દિવસ થોડો ઠંડો રહેશે. કામ અધૂરા રહેતાં તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થશે. ઘર-પરિવારમાં થોડો ગરમાગરમીનો માહોલ જોવા મળશે. વાણી અને વર્તન બંને પર કન્ટ્રોલ રાખવું પડશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ લાભની તક લઈને આવશે અને માનસિક સમસ્યાઓ પણ દૂર થશે. કામની પ્રગતિ થશે. બપોર બાદ તમે આરામ ફરમાવવાનું પસંદ કરશો. કોઈ પણ નિર્ણય આજે સમજી વિચારીને લેવાનું રાખો. તમારા ખર્ચમાં વધારો થશે. સાંજ સુધી પૈસા સંબંધિત કોઈ સમસ્યા ઉકેલાઈ શકે છે. પરિવારમાં થોડો ચિંતાનો માહોલ જોવા મળશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો અસમંજસમાં પસાર થશે, પરંતુ તમે તમારી સૂઝબૂઝથી એમાંથી બહાર આવશો. આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઈ શકે છે. બિઝનેસમાં આજે કોઈ એવા નિર્ણય લેશો જેનાથી ભવિષ્યમાં તમને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓની આજે પ્રગતિ થઈ રહી છે. સાંજના સમયે તમે પરિવાર સાથે સમય પસાર કરશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ થોડો નબળો રહેવાનો છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને ગંભીરતાથી કામ લેવાનો રહેશે. આજે વિના કારણ ગુસ્સો કરવાથી તમારે બચવું પડશે. કામના સ્થળે આજે તમારા પર કામનું દબાણ વધી રહ્યું છે. અધિકારીઓ સાથે આજે તમારે મતભેદ થઈ શકે છે. પૈસા સંબંધિત બાબતોમાં આજે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. સંતાન તમારી પાસેથી આજે કોઈ વસ્તુની માગણી કરી શકે છે. માતા-પિતાની સેવા માટે આજે તમે સમય પસાર કરશો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેવાનો છે. આજે તમે મહેનતથી તમારા અધૂરા કામ પૂરા કરશો. કામના સ્થળે આજે તમારે ખાસ સતર્કતા રાખવી પડશે. ઘર-પરિવારમાં આજે હસી-ખુશીનો માહોલ જોવા મળશે. કોઈ પણ આર્થિક નિર્ણય આજે તમારે સાવધાનીપૂર્વક લેવા પડશે. જૂના મિત્ર સાથે લાંબા સમય બાદ મુલાકાત થઈ શકે છે. પગાર વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેશે. આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. કળા, ફેશન અને બ્યુટી સેક્ટર સાથે સંકળાયેલા લોકોને આજે તેમના કામમાં સફળતા મળી રહી છે. આજે તમારે તમારી લાગણી પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. આજે આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. આજે તમારી વાણી પર ખાસ નિયંત્રણ રાખવાનો રહેશે. આજે મહત્ત્વના કામ તમારે ચાલાકીથી પૂરા કરવા પડશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે મનચાહ્યો લાભ થતાં મન પ્રસન્ન રહેશે. નોકરી કરી રહેલાં લોકોને આજે મિત્રો અને સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ધર્મ અને સામાજિક કામમાં આગળ વધીને તમે નામ કમાવશો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચવું પડશે. આજે મનમાં આવી રહેલાં નકારાત્કમક વિચારોને તમારે દૂર કરવા પડશે. પરિવાર અને મિત્રો સાથે આજે તમે સારો સમય પસાર કરશો. આજે કોઈને પણ વણમાંગી સલાહ આપવાથી બચો. સાંજના સમયે કોઈ મનોરંજનના કાર્યક્રમમાં હિસ્સો લેવાનો મોકો મળશે. આજે કોઈની મદદ કરવાનો મોકો મળે તો અવશ્ય મદદ કરો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમને આર્થિક સમસ્યાઓ પરેશાન કરશે. ઘરના વડીલોની કોઈ પણ સલાહને અનુસરવું તમારા માટે સારું રહેશે. પારિવારિક જવાબદારીઓ માટે પણ આજે તમે સમય કાઢશો. આજે કોઈને કોઈ પણ વચન આપતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને આપો. આજે તમને કોઈની કોઈ વાત ખરાબ લાગી શકે છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ બાકી દિવસોની સરખામણીએ સારો રહેવાનો છે. આજે કોઈ લાંબી બીમારીમાંથી મુક્તિ મળી શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકોએ આજે ખૂબ જ સમજી વિચારીને પૈસા રોકવા પડશે, નહીં તો મુશ્કેલી પડશે. વિદ્યાર્થીઓને આજે હરિફાઈમાં જિત મળી શકે છે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપો, નહીંતર તે ખોટા રસ્તે જઈ શકે છે. ધાર્મિક કાર્યમાં તમારે રસ વધી રહ્યો છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો અસ્તવ્યસ્ત રહેશે. સુસ્તી અને નબળાઈને કારણે આજે તમે કામ આવતીકાલ પર ટાળશો. કામમાં વિલંબ થતાં મન થોડું ઉદાસ રહેશે. બપોર બાદ આજે તમને તમારા કામમાં સફળતા મળશે. સારા સમાચાર સાંભળવા મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ આવશે. આજે કુંવારા લોકોની મુલાકાત આજે ખાસ વ્યક્તિ સાથે થશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button