આજનું રાશિફળ (16-09-25): ત્રણ રાશિના જાતકોને મળશે આજે ગુડ ન્યુઝ, અધૂરા કામ થશે પૂરા, જાણી લો કેવો રહેશે તમારો દિવસ? | મુંબઈ સમાચાર
રાશિફળ

આજનું રાશિફળ (16-09-25): ત્રણ રાશિના જાતકોને મળશે આજે ગુડ ન્યુઝ, અધૂરા કામ થશે પૂરા, જાણી લો કેવો રહેશે તમારો દિવસ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અટકી પડેલાં કામ પૂરા કરવાનો રહેશે. આજે તમારી ખુશીનો પાર નહીં રહે. તમારા મનમૌજી સ્વભાવને કારણે આજે થોડી પરેશાઠી ઉઠાવવાનો વારો આવી શકે છે. વિના કારણ આજે કોઈ પર પણ ગુસ્સો કરવાનું ટાળો. પરિવારમાં કોઈ સભ્ય સાથે આજે બોલાચાલી થઈ શકે છે. આજે તમે તમારી ઈચ્છા અને જરૂરિયાત પ્રમાણે પૈસા ખર્ચ કરશો. ઘરના રિનોવેશનને લઈને પણ યોજના બનાવળો. પરિવારના તમામ સભ્યો એકજૂટ રહેશે.

વૃષભ રાશિના જાતકો માટે આટે આજનો દિવસ પોતાના મોજશોખની વસ્તુઓ ખરીદવા માટેનો રહેશે. આજે તમને તમારી વાણી પર લગામ રાખવી પડશે. કોઈ મિત્ર આજે તમારા માચે ખુશ ખબર લઈને આવી શકે છે. જો તમારી કોઈ મનગમતી વસ્તુ ખોવાઈ ગઈ હશે તો આજે એ વસ્તુ પાછી મળવાની શક્યતા છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો આજે પોતાના પાર્ટનરને લઈને લોન્ગ ડ્રાઈવ પર જઈ શકે છે. આજે નોકરી કરી રહેલાં લોકોને પોતાના કામ માટે સન્માનિત કરવામાં આવશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો લઈને આવી રહ્યો છે. આજે તમે તમારા વિરોધીઓને સરળતાથી મ્હાત આવી શકશો. કોઈ જૂની બીમારી આજે તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે. આવકના સ્રોત વધતા તમારી ખુશીનો પાર નહીં રહે. કોઈ કામ પૂરું કરવામાં જો સમસ્યા આવી રહી હતી તો તે પણ દૂર થશે. કોઈ પરિવારના સભ્યની સલાહ વગેરે લેશો. જો કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો તે તમારી પાસેથી પૈસા પાછા માંગી શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળો રહેશે. ખાવા-પીવાની બાબતો પર આજે તમારે ખાસ ધ્યાન રહેશો. બિઝનેસમાં આજે તમે કેટલીક નવી ટેક્નોલોજીનો સમાવેશ કરશો, જેને કારણે તમને બિઝનેસમાં સારો લાભ થશે. પરિવારના લોકો આજે તમને તમારા કામમાં સાથ-સહકાર આપશે. આજે તમને કોઈની ઈચ્છા પૂરી કરવા માટે ધાર્મિક યાત્રા વગેરે પર જવાનું પ્લાનિંગ કરશો. સંતાનની સોબત પર ખાસ ધ્યાન આપવું પડશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ખર્ચાળ રહેવાનો છે. આજે તમે ફ્રગતિના માર્ગ પર આગળ વધશો. કોઈ જૂની ભૂલ પરખી આજે તમારે બોધ પાઠ લેવો પડશે. મિત્રો અને પરિવારનો દરેક કામમાં સંપૂર્ણ સાથ-સહકાર મળશે. આજે તમે આવક અને જાવક બંને વચ્ચે સંતુલન જાળવીને ચાલશો તો તમારા માટે સારું રહેશે. આજે તમે કોઈ પારિવારિક બાબતોને કારણે થોડા પરેશાન રહેશો. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળી રહી છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો લઈને આવશે. મિત્રો સાથે તમને ખૂબ જ સારું બનશે. આજે તમે કોઈ ધાર્મિક ગતિવિધિઓમાં હિસ્સો લેશો. પૂજા-પાઠમાં તમારું મન ખૂબ જ લાગશે. આજે વિના કારણ કોઈ પર પણ ગુસ્સો કરવાથી બચવાનો રહેશે. આજે ભાઈ-બહેનને કોઈ સલાહ આપશો તો તે તેના પર અમલ કરશે. સાસરિયામાંથી આજે કોઈ વ્યક્તિને ઉધાર પૈસા આપ્યા હશે તો તે પાછા મળી શકે છે. કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરવાનો મોકો મળશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવાર સાથે સમય પસાર કરશો. આજે તમારા મનમાં કેટલાક નવા વિચારો આવશે, જેને કારણે ઘરનો માહોલ ખુશનુમા રહેશે. પરિવારમાં આજે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. આજે તમારો આત્મવિશ્વાસ વધશે. વિરોધીઓ આજે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે, પણ તમે તમારી સૂઝબૂઝથી આગળ વધશો. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થશે. અભ્યાસમાં સંતાનને કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેના પર તમારે ધ્યાન આપવું પડશે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે ખર્ચાળ રહેવાનો છે. નોકરી કરી રહેલાં લોકોને આજે કોઈ સમસ્યા સતાવી શકે છે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થતાં આજે તમારી ખુશીનો પાર નહીં રહે. બિઝનેસમાં કોઈ કામ અટકી પડતાં તમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સંતાનને અભ્યાસ માટે આજે કોઈ જગ્યાએ બહાર મોકલી શકો છો. કોઈ જૂની લેવડદેવડ આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારીથી કામ પૂરા કરવાનો રહેશે. આજે કોઈ કામને લઈને તાણ અનુભવાઈ રહ્યો હશે તો તે દૂર થશે. અધૂરા કામ પૂરા થતાં આજે તમે રાહતનો શ્વાસ લેશો. તમારી આસપાસનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહેશે. આજે તમે જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. કોઈ અણબનાવને કારણે તમારી ચિંતામાં વૃદ્ધિ થશે. પરિવારના કોઈ સદસ્યની તબિયત બગડતાં તમારે થોડી ભાગદોડ કરવી પડશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ અટકી પડેલા પૈસા પાછા મેળવવાનો રહેશે. પાર્ટનરશિપમાં કામ કરવાનો મોકો પણ આજે મળી શકે છે. નોકરીમાં ફેરફાર કરવાની યોજના બનાવશો અને એના માટે તમે કોઈ બીજી જગ્યાએ અરજી કરશો. આજે કોઈને કોઈ પણ વાત ખૂબ જ સમજી વિચારીને કહો. આજે તમારી અંદર પ્રતિસ્પર્ધાનો ભાવ જોવા મળી શકે છે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે તેના પર તે ખરું ઉતરશે.

આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યો છે. બિઝનેસમાં આજે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે, પણ તમે એમાં સરળતાથી બહાર આવી શકો છો. આજે પિતાજીની કોઈ વાત ખરાબ લાગતા તમારું મન થોડું પરેશાન રહેશે. સંતાનને તમે અભ્યાસ વગેરે માટે બહાર મોકલશો. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. કામના સ્થળે કોઈ પણ પ્રકારના પોલિટિક્સમાં પડવાનું ટાળો.

મીન રાશિના જાતકોને આજે જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. ખાણી-પીણીનો પૂરેપૂરો આનંદ ઉઠાવશો. સિંગલ લોકો આજે પોતાના પાર્ટનરને મળશે. નોકરી શોધી રહેલાં લોકોએ આજે પોતાના પ્રયાસો ચાલુ રાખવા પડશે, તો જ સફળતા મળશે. આજે તમને કોઈ સારા કામ કરવા માટે પ્રોત્સાહન મળશે. મિત્ર વર્તુળમાં આજે વધારો થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચો.

આ પણ વાંચો: ધન, વૈભવ, ઐશ્વર્યનો કારક શુક્ર કરશે ગોચર, આ રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button