રાશિફળ

આજનું રાશિફળ (10-02-26): જાણો કોનું નસીબ આવતીકાલે સોનાની જેમ ચમકશે?

આજનો દિવસ તમારા માન-સન્માનમાં વધારો કરનારો રહેશે. સરકારી કાર્યોમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને મનોબળ ઊંચું રહેશે. સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકોને સન્માન મળી શકે છે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યમાં નરમાશ આવતા મન થોડું ચિંતિત રહી શકે છે.

તમારા માટે આજનો દિવસ સુખ-સુવિધાઓની પૂર્તિ માટે ઉત્તમ છે. અટકેલી આવક પરત મળવાની શક્યતા છે. જીવનસાથી માટે નવો વ્યવસાય શરૂ કરવા માટે સારો સમય છે. કોઈ મહત્વની ડીલ ફાઈનલ થઈ શકે છે. જોકે, દેખાડા પાછળ વધુ પડતો ખર્ચ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો.

તમારી આવકના સ્ત્રોત વધશે, પરંતુ તેની સામે ખર્ચનું પ્રમાણ પણ ઊંચું રહેશે. મિત્રો સાથે ટૂંકા પ્રવાસનું આયોજન થઈ શકે છે. જે લોકો સિંગલ છે તેમને કોઈ ખાસ પાત્ર સાથે મુલાકાત થવાના યોગ છે. વડીલો સાથે દલીલબાજી કરવાથી બચવું, નહીંતર સંબંધો બગડી શકે છે.

આજનો દિવસ તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. વડીલોના આશીર્વાદ અને સાથ-સહકારથી મન પ્રસન્ન રહેશે. મનોરંજનના કાર્યક્રમોમાં ભાગ લેશો અને સુખ-સુવિધાઓમાં વધારો થશે. એક પછી એક ખુશખબર મળતી રહેશે. પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે.

તમારે આજે સખત મહેનત કરવી પડશે. સામાજિક કાર્યોમાં આગળ વધવાની તક મળશે અને જવાબદારીઓમાં વધારો થશે. કોઈ સ્વજનની વાત તમને ખરાબ લાગી શકે છે, પરંતુ ધીરજ રાખવી. જીવનસાથી સાથે બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે. ઓફિસમાં સહકર્મચારીઓથી સાવધ રહેવું અને દરેક કાર્ય યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાનો આગ્રહ રાખવો.

તમારા માટે આજનો દિવસ મિશ્ર રહેશે. લાંબા સમયથી ફસાયેલા નાણાં પરત મળવાની પૂરી શક્યતા છે. વડીલોનો સહયોગ મળશે અને કોઈ માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનો અવસર મળશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ એકાગ્રતા રાખવી પડશે. વિરોધીઓની ચાલને સમજવાની જરૂર છે, અન્યથા તેઓ તમારા કામમાં અડચણ ઊભી કરી શકે છે.

વિદેશ વેપાર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ઘણો સારો રહેશે. પ્રગતિના નવા માર્ગો ખુલશે. જોકે, ભાગીદારીમાં કામ કરતી વખતે થોડી સાવધાની રાખવી અને વડીલોની સલાહ લેવી. પ્રવાસ દરમિયાન કોઈ મહત્વની માહિતી પ્રાપ્ત થઈ શકે છે. સિંગલ લોકોની શોધ પૂર્ણ થઈ શકે છે. ભાગીદારીમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલા વિચારજો.

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. કોઈ કામમાં અપેક્ષિત સફળતા ન મળતા થોડી નિરાશા થઈ શકે છે. વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર કરવાના પ્રયત્નો સફળ થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને માતા સાથે પારિવારિક ચર્ચા થશે. જૂનું દેવું ચૂકવવામાં સફળ રહેશો. કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહ છે.

તમારા વ્યવસાયમાં ગતિ આવશે પરંતુ વધતા ખર્ચ તમારી ચિંતા વધારી શકે છે. જીવનસાથી કોઈ ભેટની માંગ કરી શકે છે. દેખાડાના ચક્કરમાં આવીને બિનજરૂરી ખર્ચ ન કરવો. માતા-પિતાની સેવા માટે સમય ફાળવશો. કોઈ અગત્યના કામ માટે અચાનક મુસાફરી કરવી પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.

આજના દિવસે કોઈ મોટી પ્રોપર્ટી ડીલ ફાઈનલ થઈ શકે છે. નોકરી કરતા જાતકોને બદલી કે પ્રવાસના યોગ છે. લોન લેવા માંગતા હોવ તો પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થશે. મહેનત વધુ રહેશે પણ ફળ ઓછું મળતા થોડી હતાશાનો અનુભવ થશે. પરિવારમાં વિવાહની વાત પાકી થાય તેવા યોગ બની રહ્યા છે. બોલતી વખતે શબ્દોની પસંદગી સમજી-વિચારીને કરજો.

બેન્કિંગ અને ફાયનાન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ઉત્તમ છે. નવી નોકરીની તકો મળી શકે છે. જૂની સમસ્યાઓનો ઉકેલ આવશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મહિલા મિત્રો સાથે વ્યવહારમાં સાવધાની રાખવી. ખરીદી માટે દિવસ સારો છે, જીવનસાથી સાથે શોપિંગ પર જઈ શકો છો.

ભાગ્યનો પૂરો સાથ મળશે અને વ્યવસાયમાં અણધાર્યો લાભ થવાની શક્યતા છે. આવક વધારવા માટે તમે નવા સ્ત્રોત પર ધ્યાન કેન્દ્રિત કરશો. બુદ્ધિશક્તિથી જટિલ સમસ્યાઓ ઉકેલી શકશો. વિવાહિત જીવનમાં નાની-મોટી તકરાર થઈ શકે છે. સંતાનની પ્રગતિને લઈને થોડી ચિંતા રહેશે, પરંતુ સાસરી પક્ષ તરફથી આર્થિક મદદ મળતા રાહત અનુભવાશે.

આપણ વાંચો:મંગળ અને ચંદ્રની યુતિથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ; જાણો તમારી રાશિ પર શું થશે અસર?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button