રાશિફળ

આજનું રાશિફળ (04-01-26): 2026નો પહેલો રવિવાર ખુશીઓ લઈને આવશે આ ત્રણ રાશિના જાતકો માટે…

મેષ રાશિના જાતકો માટે આજનો રવિવારનો દિવસ પરિવાર સાથે આનંદમાં પસાર થશે. જો કોઈ લાંબા સમયથી અટકેલું ઘરનું કામ હોય, તો આજે પૂરું થઈ શકે છે. આર્થિક દૃષ્ટિએ દિવસ સામાન્ય રહેશે, પરંતુ સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. જીવનસાથીનો સહયોગ મનોબળ વધારશે. વૈવાહિક જીવનમાં ખુશહાલીનું આગમન થશે. માતા-પિતાની સેવા માટે આજે તમે સમય કાઢશો. આજે હરવા ફરવા દરમિયાન તમને કોઈ મહત્વની માહિતી મળશે અને તમારે એ માહિતી કોઈ સાથે શેર કરતાં પહેલાં ખૂબ જ વિચારવું પડશે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહેવાનો છે અને એટલે જ તમારે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. બહારનું ખાવા-પીવાનું ટાળવું. કરિયરને લઈને મનમાં થોડી ચિંતા રહી શકે છે, પરંતુ મિત્રો સાથેની વાતચીતથી ઉકેલ મળશે. અચાનક નાનો પ્રવાસ થવાના યોગ છે. આજે તમારે તમારી આસપાસના શત્રુઓથી સાવધ રહેવાની જરૂર છે, નહીં તો તેઓ તમને નુકસાન પહોંચાડી શકે છે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. આજે વિના કારણ ગુસ્સો કરવાથી બચવું પડશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ વધારે સારો રહેવાનો છે. જો કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો તે પણ પાછા મળી શકરે છે. નવું રોકાણ કરતાં પહેલાં આજે કોઈ વડીલ કે અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે. સામાજિક પ્રસંગોમાં તમારી પ્રતિષ્ઠા વધશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. આજે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા અટવાઈ પડેલાં કામ પૂરા થવાની શક્યતા છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ લઈને આવશે. આજે ધાર્મિક કાર્યની સાથે સાથે તમારું મન અધ્યાત્મિક કાર્યમાં પણ લાગશે. પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. નોકરી કરતા લોકોને રજાના દિવસે પણ કામનો થોડો બોજ રહી શકે છે, પરંતુ સફળતા મળશે. આજે ઘર-પરિવારમાં કોઈના લગ્ન નક્કી થઈ શકે છે. જીવનસાથી સાથે આનંદમાં સમય પસાર કરશો. સંતાનના કરિયરને લઈને આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. આજે કોઈને કોઈ પણ વચન આપતાં પહેલાં તમારે ખૂબ જ સમજી વિચારીને આપવું પડશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ લાભ કરાવનારો રહેશે. ગ્રહોના રાજા સૂર્ય તમારી રાશિના સ્વામી છે અને આજે સૂર્યનો જ દિવસ હોવાથી આજે તમે ઊર્જાથી ભરપૂર રહેશો. બિઝનેસ કરી રહેલાં લોકોને બિઝનેસમાં આજે એક પછી એક નવી નવી તક સાંભળવા મળી શકે છે. પિતા તરફથી આર્થિક મદદ મળવાની શક્યતા છે. સંતાનોના ભવિષ્યને લઈને મહત્વના નિર્ણયો લઈ શકશો. નોકરી કરી રહેલાં જાતકો માટે આ સમય અનુકૂળ રહેશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે.

કન્યા રાશિના જાતકોએ આજે પોતાના વાણી અને વર્તન બંને પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો મુશ્કેલીમાં ફસાવવાની પૂરેપૂરી શક્યતા છે. આજે ઘર-પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ પેદા થશે. આવી સ્થિતિમાં તમારે ધીરજ અને ગંભીરતાથી કામ લેવું પડશે. રવિવાર હોવા છતાં ઓફિસના કામને લઈને દોડધામ રહેશે. વેપારીઓએ ઉધાર આપવાનું ટાળવું જોઈએ. વિદ્યાર્થીઓ માટે દિવસ મહેનત માગી લે તેવો છે. માતા-પિતાની કોઈ વાત આજે તમને ખરાબ લાગી શકે છે, પણ તમે એમને કંઈ પણ કહેવાનું ટાળશો. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.

આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે થોડો ચઢાવ ઉતારથી ભરપૂર રહેવાનો છે. આજે તમે તમારી સુખ-સુવિધા અને મોજ-મસ્તીના સામાન પાછળ પૈસા ખર્ચશો. લક્ઝરી વસ્તુઓની ખરીદી થઈ શકે છે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે, તેથી શાંતિ જાળવવી. પ્રોપર્ટીના કામમાં સફળતા મળશે. શેરબજારમાં રોકાણ કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે. લોહીના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોને આજે વડીલોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. જીવનસાથી આજે તમારી પાસેથી કોઈ વસ્તુ માગી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમારા અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે. જો કોઈ કોર્ટ કેસ ચાલતો હોય, તો ચુકાદો તમારા પક્ષમાં આવી શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. આર્થિક રોકાણ માટે દિવસ સારો છે. પૈતૃક સંપત્તિથી આજે તમને લાભ થઈ રહ્યો છે. કામની વ્યસ્તતા વચ્ચે પણ આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. સંતાનને આજે તમે કોઈ વચન આપ્યું હશે તો તે કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે. આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે સુખ-સમૃદ્ધિ અને શાંતિ લઈને આવી રહી છે. આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે કોઈ કામ અનુસાર લાંબી મુસાફરીના યોગ બની રહ્યા છે. આ યાત્રાથી તમને ભવિષ્યમાં લાભ થઈ રહ્યો છે. આજે તમે કોઈ ધાર્મિક યાત્રા પર પણ જશો અને એનાથી તમારું મન પ્રસન્ન રહેશે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને આજે નવી સિદ્ધિ મળી શકે છે. ઘરમાં કોઈ માંગલિક કાર્યની ચર્ચા થશે. મોસાળ તરફથી આજે તમને ધનલાભ થઈ રહ્યો છે. આજે કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો તે પણ પાછા મળી રહ્યા છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કામમાં વિલંબ અને વિઘ્ન લઈને આવશે, જેને કારણે તમારું મન થોડું વ્યથિત રહેશે. આજે શનિની પનોતીના પ્રભાવને લીધે આજે કામમાં વિલંબ થઈ શકે છે. નિરાશ થવાને બદલે મહેનત ચાલુ રાખવી. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. સાંજના સમયે પરિવાર સાથે સારો સમય વીતશે, જે તમારો થાકનો અનુભવ થશે. લાંબા સમય બાદ આજે કોઈ મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થતાં મન પ્રસન્ન રહેશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. બિઝનેસ કરી રહેલાં લોકો માટે પણ આજનો દિવસ બિઝનેસની દ્રષ્ટિએ લાભદાયી રહેવાનો છે. આજે તમને કોઈ નવા બિઝનેસ પાર્ટનર મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે જેને કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે. જોકે, સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું, ખાસ કરીને આંખો કે માથાના દુઃખાવાની તકલીફ થઈ શકે છે. પારિવારિક જીવનમાં ખુશહાલી આવશે. આજે ઘર પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે અને મહેમાનોની અવરજવર રહેશે. લાંબા સમય બાદ આજે કોઈ મિત્ર સાથે મુલાકાત થશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શાંતિદાયક રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી ખુશી મળશે. બેંકિંગ કે નાણાકીય ક્ષેત્રે જોડાયેલા લોકોને લાભ થશે. વિદેશ જવાની ઈચ્છા રાખનારાઓનો માર્ગ પણ આજે મોકળો થઈ રહ્યો છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ રોમેન્ટિક ડેટ પર જઈ શકો છે. દૂર રહેતાં કોઈ સંબંધી આજે તમને મળવા આવી શકે છે. વિદ્યાર્થીઓને માનસિક અને બૌદ્ધિક બોજમાંથી મુક્તિ મળી રહી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ થોડો ચઢાવ-ઉતારથી ભરપૂર રહેવાનો છે.

આપણ વાંચો:

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button