આજનું રાશિફળ (13-10-25): આજે આ બે રાશિના જાતકોને મળશે કોઈ ગુડ ન્યુઝ, જાણી લો તમારા માટે કેવો રહેશે દિવસ?


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે તે લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા કરવાનો પ્રયાસ કરશો. બિઝનેસમાં આજે તમે થોડા વધારે અટવાયેલા રહેશો. પરિવાર પાસેથી આજે કોઈ નિરાશાજનક માહિતી સાંભળવા મળશે. ઘરે કોઈ મહેમાનનું આગમન થતાં તમારા ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. આવકમાં ઘટાડો થતાં આજે તમારી ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કોઈ વિવાદ આજે તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યો છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજે કામકાજને લઈને તમારે થોડી વધારે ભાગદોડ કરવી પડી શકે છે અને એને કારણે તમને થાકનો અનુભવ થશે. માતા-પિતા સાથે આજે કોઈ મુદ્દે બોલાચાલી કે વાદ-વિવાદ થવાની શક્યતા છે. પ્રગતિના માર્ગમાં આવી રહેલાં અવરોધો આજે દૂર થઈ રહ્યા છે. સંતાન તમારી પાસેથી કોઈ વસ્તુની માગણી કરી શકે છે અને તમે એ માગ પૂરી પણ કરશો.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. કામના સ્થળે મન પ્રમાણે લાભ લાભ ન થતાં કે મન મરજી પ્રમાણે કામ ન મળતાં મન થોડું વ્યથિત રહેશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોએ આજે વિરોધીઓની વાતોમાં ના આવવું જોઈએ. તમારી નિર્ણય લેવાની ક્ષમતા આજે તમારે વધારવી પડશે. કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો આજે એ પૈસા પણ પાછા આપવા પડી શકે છે. નોકરી કરી રહેલાં લોકો માટે દિવસ આજે મધ્યમ રહેશે.

કર્ક રાશિના જાતકો માટે આજે દિવસ અટકી પડેલાં કામ પૂરા કરવાનો રહેશે. બિઝનેસમાં આજે તમારે ગોપનિયતા જાળવી રાખશો. આજે તમારે કોઈ અજાણ્યા લોકો પર આજે વિશ્વાસ કરવાથી બચવું પજશે. નવું વાહન વગેરે ખરીદવાની યોજના પણ સફળ થઈ રહી છે. જૂની ભૂલ પરથી આજે તમારે બોધપાઠ લેવો પડશે. નોકરી કરી રહેલાં લોકોને આજે પોતાના કામને કારણે પ્રમોશન અને પગાર વધારો થઈ શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મૂંઝવણથી ભરપૂર રહેશે. આજે તમને ખ્યાલ નહીં આવે કે પહેલાં કયું કામ કરવાનું છે અને કયું પછી. લાંબા સમય બાદ દૂરના કોઈ સંબંધી સાથે આજે મુલાકાત થશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ વિવાદ આજે કોર્ટ કચેરી સુધી પહોંચી શકે છે. આજે કોઈ પણ જગ્યાએ મોટી રકમનું રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરો. વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરો. માતા-પિતાના આશિર્વાદ લઈને ઘરની બહાર નીકળો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશહાલી લઈને આવશે. આજે ઘરે કોઈ માંગલિક કે શુભ પ્રસંગનું આયોજન થશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેમાં પણ રાહત મળશે. અટકી પડેલાં કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે કોઈની સલાહ પર પણ સમજ્યા વિચાર્યા વિના ચાલી નીકળવાનું ટાળો. વિદ્યાર્થીઓને આજે શિક્ષકની કોઈ વાતનું માઠું લાગી શકે છે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ જોખમી કામમાં હાથ નાખવાથી બચવાનો રહેશે. આજે બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. સંતાન તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે. જૂની ભૂલને કારણે આજે તમારું મન થોડું ખિન્ન રહેશે. પાર્ટનરશિપમાં ખૂબ જ સાવધાની રાખીને આગળો વધો. કોઈ પાસેથી વાહન માંગીને ચલાવવાનું આજે ટાળો.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો તાણ અને ચિંતા કરાવે એવો રહેશે. આજે તમારું કોઈ કામ બનતાં બનતાં અટકી શકે છે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તે તેમાં નિષ્ફળ જશે. વૈવાહિક જીવનમાં પણ આજે મતભેદ જોવા મળશે. વિરોધીઓ આજે તમારા પર હાવી થવાનો પ્રયાસ કરશે. કોઈ કોર્ટ કચેરીનો કેસ ચાલી રહ્યો હશે તો તેમાં ખૂબ જ સાવધાની રાખો, નહીં તો આ કેસ તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થશે.

ધન રાશિના જાતકોએ આજે કાયદાકીય બાબતમાં રાખવી પડશે ખાસ સાવધાની, શારીરિક પીડા તમારા માટે બનશે માથાનો દુઃખાવો. બિઝનેસ માટે કરેલી ટૂરથી આજે તમને લાભ થઈ રહ્યો છે. આજે કોઈ પાસેથી વાહન ઉધાર માંગીને ના ચલાવો. કોઈ સંબંધી પાસેથી આજે ખરાબ કે નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. રોકાણ કરવાથી આજે બચવું પડશે, નહીં તો પૈસા અટવાઈ શકે છે. જૂના મિત્ર સાથે મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

મકર રાશિના જાતકોનો આજે અધ્યાત્મિક અને ધાર્મિક બાબતો તરફ ઝૂકાવ વધી રહ્યો છે. આજે કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હશે તો તેમાં તમારી જિત થશે. આસપાસમાં ચાલી રહેલાં વાદ-વિવાદથી તમારે દૂર રહેવું પડશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે બિઝનેસ સંબંધિત કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચો. માતા તરફથી આજે આર્થિક લાભ થઈ રહ્યો છે. જીવનસાથી તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રવાસ દરમિયાન ખાસ સાવધાની રાખવાનો રહેશે. આજે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વાદ-વિવાદથી આજે દૂર જ રહેશો તો તમારા માટે સારું રહેશે. આજે કોઈને પણ વણમાંગી સલાહ આપવાનું ટાળો, નહીંતર તમારા માટે જ સમસ્યા ઊભી થશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે તમને તમારી નવી યોજનાઓને કારણે લાભ મળી રહ્યો છે. પરિવારમાં લગ્નોત્સુક પાત્રના સંબંધની વાત આગળ વધશે. ઘરે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. પારિવારિક બાબતોને આજે બહારની વ્યક્તિ સમક્ષ પ્રગટ ના કરશો, નહીં તો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. માતા-પિતાની સેવા માટે આજે તમારે થોડો સમય કાઢવો પડશે.
આ પણ વાંચો: ધન તેરસ પર બનશે બે શુભ યોગ, આ ચાર રાશિના જાતકો પર થશે ધન વર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?