રાશિફળ

આજનું રાશિફળ (13-07-25): આ પાંચ રાશિના જાતકોને આજે થશે ધનલાભ, જોઈ લો શું છે તમારી રાશિના શું છે હાલ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં સારો રહેશેય આજે તમારો કોઈ નિર્ણય તમને પારાવાર લાભ કરાવશે. શેરબજાર સંબંધિત કામ કરનારા લોકો આજે દિલ ખોલીને રોકાણ કરશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. આજે તમારી મુલાકાત કેટલાક નવા લોકો સાથે થઈ શકે છે. રાજકારણ સાથે કામ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ખાસ કંઈ સફળ નહીં રહે. પારિવારીક બાબતોનો સમજદારીપૂર્વક ઉકેલ લાવવું પડશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલાક નવા કોન્ટેક્ટથી લાભ લઈને આવશે. આજે તમારા મનમાં પરસ્પર સહયોગની ભાવના જોવા મળશે. સંતાનના કરિયરમાં જો કોઈ સમસ્યા આવી રહી હશે તો આજે તમને કોઈ સારા સૂચનો મળશે. આજે બોસની વાત બિલકુલ હળવાશથી ના લો. ભણવામાં નબળાં વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોની વાત પર ધ્યાન આપવું પડશે. નોકરીમાં કાર્યરત લોકોને આજે કોઈ બીજી નોકરીની ઓફર આવી શકે છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં સારો રહેશે. આજે તમને કોઈ કાયદાકીય બાબતમાં જિત મળશે. મિત્રો સાથે આજે તમે જૂની યાદો તાજી કરવામાં સમય પસાર કરશો. તમારે તમારા સ્વાસ્થ્ય પર પૂરું ધ્યાન આપવું પડશે. જો કોઈ કામને લઈને પરેશાન હતા તો આજે પિતાજીની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે. કોઈ પ્રવાસ પર જવાનું વિચારી રહ્યા છો તો માતા-પિતાના આશિર્વાદ ચોક્કસ લો.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ જોખમી કામથી બચવાનો રહેશે. આજે ધાર્મિક કાર્યમાં તમારી રૂચિ વધી રહી છે. પૈસા સંબંધિત પણ કોઈ સમસ્યા આજે ઉકેલાતી દેખાઈ રહી છે. આજે તમારે તમારી વાણી પર ખાસ સંયમ રાખવો પડશે. કામના સ્થળે કોઈ કામને લઈને તમને સલાહ આપે તો તેના પર ખૂબ જ સમજી વિચારીને અમલ કરો. આજનો દિવસ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. આજે તમે તમારી દિનચર્યાને બેટર કરવી પજશે. કોઈ પણ કામમાં લાપરવાહી ના દેખાડો, નહીં તો સમસ્યા વધી શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારી કોઈ ડીલ પણ ફાઈનલ થઈ શકે છે. આજે હરવા ફરવા દરમિયાન તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે. આજે ભાઈ-બહેન સાથે કોઈ પણ દલીલમાં ના પડો. પ્રેમજીવન જીવી રહેલાં લોકોને સાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસની દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમે કોઈ કામને કારણે અચાનક પ્રવાસ પર જઈ શકો છો. આજે તમારા ખર્ચા તમારી ચિંતાનું કારણ બનશે. કંઈક નવું કરવાના તમારા પ્રયાસો આજે રંગ લાવશે. આજે તમારે તમારી ઊર્જાને યોગ્ય કામમાં લગાવવી પડશે. પરિવારમાં કોઈ સદસ્ય તરફથી આજે નિરાશાજનક માહિતી મળી શકે છે. વાહનોનો ઉપયોગ સાવધાનીથી કરો.

આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળો રહેશે. બિઝનેસમાં તમારી યોજનાઓ તમને ફાયદો કરાવશે, પણ એને કારણે તમારી ચિંતામાં વૃદ્ધિ થશે. આજે તમે તમારા બિઝનેસમાં નવી યોજનાઓનો સમાવેશ કરશો. આજે તમારે તમારા કામ ધ્યાન રાખીને નિપટાવવા પડશે. ઘરે કોઈ નવું વાહન વગેરે લાવી શકો છો. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થશે. સરકારી યોજનામાં પૈસા રોકવા તમારા માટે લાભદાયી રહેશે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે ઊર્જાથી ભરપૂર રહેશે. આજે કરિયરમાં સફળતા મળી રહી છે. જીવનસાથી સાથે કોઈ મુદ્દે મતભેદ ચાલી રહ્યા હતા તો તેનો પણ ઉકેલ આવી શકે છે. મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે કોઈની વાતમાં આવવાનું ટાળો. જો કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો તે પણ ચૂકવવામાં સફળતા મળશે. આજે તમારો મૂડ સારો રહેશે અને મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમારા નની કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણના માર્ગ પણ મોકળો થશે. આજે તમારા મનમાં સ્પર્ધાનો ભાવ જોવા મળશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. તમારું મન પૂજા-પાઠમાં લાગશે. આજે કોઈ જરૂરી કામ તરફ દુર્લક્ષ ના કરો, નહીં તો તમારી સમસ્યાઓ વધી શકે છે. સિંગલ લોકોની મુલાકાત ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. બિઝનેસમાં થોડું ધ્યાન રાખવું પડશે.

મકર રાશિના સમાજસેવા સાથે સંકળાયેલા લોકો માટે દિવસ સારો રહેશે. આજે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. નોકરી માટે અહીંયા ત્યાં ભટકી રહેલાં લોકોના જીવનમાં પણ ખુશી આવશે. આજે કોઈ સારો મોકો હાથમાં આવશે. જરૂરિયાતમંદની મદદ માટે આજે તમે આગળ આવશો. જીવનસાથી આજે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે. ભાઈ-બહેન સાથે તમારી ખૂબ જ સારી જામશે. આજે ઘરના કામમાં કોઈ ફેરફાર કરશો.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે. આજે કામના સ્થળે કોઈ ભૂલ કરવાથી બચવું પડશે. જે પણ કામમાં હાથ નાખશો એ કામમાં સફળતા મળશે. જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે છે. તમારું મન આજે ખુશ રહેશે. આજે તમને તમારી દિનચર્યાને સુધારવાનો પૂરેપૂરો પ્રયાસ કરવો પડશે. આજે તમે તમારા કામમાં મહેનત કરવાથી પાછળ નહીં હટો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. રાજકારણમાં કાર્યરત લોકોને આજે પોતાના કામ કઢાવવા માટે વાણીમાં મીઠાશ રાખવી પડશે. આજે તમે છુટા હાથે ખર્ચ કરશો, જેને કારણે તમને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. પૈતૃક સંપત્તિમાં આજે પિતાજી સાથે સલાહ લઈને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. વિદેશ જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થશે. બોસ સાથેના સંબંધો જાળવી રાખવા પડશે.

આપણ વાંચો: ગુરુનું આર્દ્રા નક્ષત્રમાં થશે ગોચર, ત્રણ રાશિના જાતકોના ઉઘડી જશે ભાગ્ય…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button