આજનું રાશિફળ (12-09-2025): કર્ક, કન્યા અને વૃશ્ચિક રાશિને નોકરી-ધંધામાં થશે પ્રગતિ, બાકીની રાશિના લોકોનો કેવો રહેશે દિવસ?
રાશિફળ

આજનું રાશિફળ (12-09-2025): કર્ક, કન્યા અને વૃશ્ચિક રાશિને નોકરી-ધંધામાં થશે પ્રગતિ, બાકીની રાશિના લોકોનો કેવો રહેશે દિવસ?

મેષ રાશિના જાતકોને આજનો દિવસ આવકમાં વૃદ્ધિ કરાવશે. વેપારમાં પ્રગતિની સાથોસાથ આકસ્મિક ધનલાભનો યોગ સર્જાશે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. જેથી ઓફિસમાં સહકાર્યકરોનો સહકાર દરેક કાર્યમાં સફળતા અપાવશે. આરોગ્ય સારું રહેશે. ઘરમાં હર્ષોલ્લાસ અને આનંદનું વાતાવરણ રહશે. સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે, જે માન-સન્માનમાં વધારો કરશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા અપાવનારો રહેશે. કારોબાર સારો ચાલશે, જેથી ધનલાભ થશે. જૂના મિત્રો સાથેની મુલાકાત લાભદાયક સાબિત થશે. કામને લઈને નવી યોજનાઓ બનાવવાનું વિચારી શકો છો. નોકરીમાં પણ આગળ વધવાની તક મળશે. સંતાનોની પણ પ્રગતિ થશે. પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. જોકે, તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. સામાજિક, ધાર્મિક તથા પરોપકારના કાર્યો કરવાનો મોકો મળશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરેલો રહેશે. અચાનક આવનારી મુશ્કેલીઓથી મન વ્યાકુળ થશે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે. જેને તમારે કઠોર મહેનતથી હરાવવી પડશે. વેપાર સાથે સંકળાયેલા લોકોને ધનલાભ થશે, પરંતુ વગર બિનજરૂરી ખર્ચ વધારે રહેશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. નહીંતર સંબંધોમાં તિરાડ ઊભી થઈ શકે છે. વાહન સાચવીને ચલાવવું પડશે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. ભાઈઓ સાથેનો સંબંધ આજે સારો રહેશે, તેમની સાથે ઘરની વિશે ચર્ચા કરી શકશો. જોકે, પરિવારનો માહૌલ બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડશે. કાર્યક્ષેત્રમાં આકસ્મિક ધનલાભનો યોગ સર્જાશે. કામમાં સફળતા મળશે, જેથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વિદેશથી સારા સમાચાર આવી શકે છે. ધાર્મિક સ્થળોએ જવાનું સફળ આયોજન થશે. પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. ધંધાકીય ગતિવિધિયોમાં નાના-નાની મુશ્કેલીઓ આવી શકે છે. જાત મહેનતથી કામમાં સફળતા મળશે અને કારોબારમાં ધનલાભની સ્થિતિ સર્જાશે. ગુસ્સા પર નિયંત્રણ તથા વાણીમાં સંયમ રાખવું પડશે, નહીંતર વિવાદમાં ફસાવાની નોબત આવી શકે છે. તમારી વાતથી પરિવારના કોઈ સભ્યની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું પડશે. બિનજરૂરી ખર્ચ થઈ શકે છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. વેપારમાં વધારો થશે અને નોકરીમાં પણ પ્રગતિ થશે. પરંતુ કામનો ભાર વધશે. જેથી માનસિક તથા શારીરિક થાકનો અનુભવ થશે. પારિવારિક માહોલ સારો રહેશે. દાંપત્યજીવનમાં સુખ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. સંબંધીઓના ઘરે શુભ પ્રસંગોમાં હાજર રહેવાનો અવસર આવી શકે છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. વેપારમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ સખત મહેનતથી સફળતા પણ મળશે. જોકે, બિનજરૂરી ખર્ચના કારણે આર્થિક સ્થિતિ બગડી શકે છે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ધ્યાન આપી શકશો. પરિવારમાં કોઈની સાથે વિવાદ સર્જાય તેવું કામ કરવું નહીં. જૂના મિત્રો સાથેની મુલાકાત લાભદાયી રહેશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. નોકરી-ધંધામાં સફળતા મળશે અને લાભ થશે. જોકે, કામનો ભાર વધશે. નવા કામની શરૂઆત કરી શકો છો. સામાજિક કાર્યમાં ભાગ લેવાની તક મળશે. જે સમાજમાં માન-સન્માન વધારશે. ગુસ્સા પર કાબુ તથા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. કોઈ ધાર્મિક સ્થળે જવાનો કાર્યક્રમ બની શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર રહેશે. વેપારના વિસ્તારની યોજના બનાવી શકો છો. નોકરીમાં પ્રગતીનો યોગ સર્જાશે. યોગ્ય વ્યક્તિ પાસેથી જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તૈયાર રહેવું પડશે. કામમાં સફળતા મળશે, જેનાથી સિનીયરની તમારા પર કૃપાદૃષ્ટી વરસાવશે. પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે. પરિવારના સભ્યોનો સહકાર મળશે. બહારનો ખોરાક ખાવાનું ટાળવું પડશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરેલો રહેશે. કામનો ભાર દોડધામ વધારશે. થાકનો અનુભવ પણ થશે. મુશ્કેલીઓથી હતાશ થવાને બદલે ધૈર્યપૂર્વક તેનો સામનો કરવાથી સફળતાની નજીક પહોંચી શકશો. હકારાત્મક વલણ લાભદાયી સાબિત થશે. ગુસ્સા પર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખવો પડશે. સ્થિર દૃષ્ટિકોણ અને વ્યવહારિક વિચારસરણી તમને મજબૂત બનાવશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. નોકરી-ધંધામાં નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. રૂપિયાની લેવડ-દેવડ સાવધાનીપૂર્વક કરવી પડશે. કોર્ટ-કચેરીના ચક્કરથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો પડશે. બિનજરૂરી ખર્ચ થઈ શકે છે. અગાઉ નક્કી કરેલા પ્રાથમિક કામો એક-એક કરીને પૂરા કરવા પર ધ્યાન આપવું પડશે. તમારી ઈમાનદારી તમને સફળતા સુધી લઈ જશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેશે. કાર્યક્ષેત્રમાં કામનો ભાર રહેશે, પરંતુ દરેક કામ સરળતાપૂર્વક પૂરૂં થશે. વાહન, કપડાં અથવા નવા ઘરેણાં ખરીદવાનો યોગ સર્જાશે. તમે તમારા શોખ માટે સમય ફાળવી શકશો. નાણાનો વધારે પડતો વપરાશ થવાને કારણે નકારાત્મક વિચાર આવી શકે છે, જેનાથી બચવું પડશે. પરિવાર સાથે દિવસ હર્ષોલ્લાસ સાથે પૂરો થશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button