રાશિફળ

આજનું રાશિફળ (12-02-26): આ રાશિના જાતકોને આજે મળી શકે છે અણધાર્યો ધનલાભ…

મેષ: આજનો દિવસ તમારા માટે આર્થિક દૃષ્ટિએ અત્યંત લાભદાયી સાબિત થશે. વ્યાપારમાં ફેરફાર કરવાના વિચાર કરી રહ્યા છો, તો આજનો દિવસ યોગ્ય છે. પરંતુ મોટા નફાની લાલચમાં નાના ફાયદાઓને અવગણના કરવી નહીં. નોકરીમાં બોસ તમારા સૂચનોની પ્રશંસા કરશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને ભવિષ્ય માટે મોટું રોકાણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે.

વૃષભ: આજે તમારે દરેક કાર્યમાં ધૈર્ય રાખવાની જરૂર છે. જે વિષયનું જ્ઞાન ન હોય તેમાં સાહસ કરવું નહીં. સાસરી પક્ષ તરફથી ધનલાભ થવાના યોગ છે. માતાને ધાર્મિક યાત્રા પર લઈ જઈ શકો છો. નવપરિણીત દંપતીના ઘરે નવા મહેમાનના આગમનના સંકેત મળી રહ્યા છે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે.

મિથુન: આજે બુદ્ધિ અને વિવેકથી લીધેલા નિર્ણયો ફાયદાકારક રહેશે. વેપારમાં નવી પદ્ધતિઓ અપનાવશો. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે, પરંતુ પ્રેમ જીવનમાં કોઈ બહારની વ્યક્તિ દખલગીરી ન કરે તેનું ધ્યાન રાખવું. સંતાનના કરિયર અંગે મોટો નિર્ણય લઈ શકો છો. મહેનત પ્રમાણે ફળ મળતા મન પ્રસન્ન રહેશે અને માનસિક શાંતિનો અનુભવ થશે.

કર્ક: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. સામાજિક કાર્યોમાં જોડાવાની તક મળશે. ભાગીદારીમાં નવા વ્યવસાયિક આયોજન કરી શકશો. આળસનો ત્યાગ કરીને કાર્યમાં આગળ વધશો તો જ સમયસર કામ પૂર્ણ થશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને સન્માન કે પુરસ્કાર મળી શકે છે. નોકરીના અર્થે બહારગામ જવાની શક્યતાઓ જણાઈ રહી છે.

સિંહ: આજે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. બિનજરૂરી ગુસ્સો કરવાથી બચવું, નહીંતર બનતા કામ બગડી શકે છે. ખોવાયેલી કોઈ પ્રિય વસ્તુ પરત મળવાની પૂરી સંભાવના છે. સંતાનના સ્વાસ્થ્યમાં નરમાશ જોવા મળી શકે છે. ઘરમાં ધાર્મિક પ્રસંગ કે ભજન-કીર્તનનું આયોજન થશે. લગ્ન જીવનની અડચણો દૂર થશે અને જૂના વ્યવહારો પૂર્ણ થશે.

કન્યા: રચનાત્મક કાર્યો દ્વારા નામ કમાવવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. પૈસાની લેવડદેવડમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. મિત્રો સાથેની મુલાકાત જૂની યાદો તાજી કરશે. કોઈ માંગલિક પ્રસંગમાં હાજરી આપવાની તક મળશે. પરિવારની સમસ્યાઓ વડીલોની મદદથી સરળતાથી ઉકેલી શકશો. પ્રેમ જીવનમાં નાની-મોટી ખટપટ થવાની સંભાવના છે.

તુલા: આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. વેપારમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ ઉભી થઈ શકે છે. નોકરીમાં તમારા સૂચનોને આવકારવામાં આવશે. સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું. મિલકતને લગતા વિવાદોમાં તમારી જીત થશે, જેનાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે. કામની ગતિ થોડી ધીમી રહી શકે છે, પરંતુ ધીરજ રાખવાથી સફળતા ચોક્કસ મળશે.

વૃશ્ચિક: આજે તમારે વધતા જતા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. એક પછી એક શુભ સમાચાર મળતા રહેશે, છતાં મનમાં કોઈ અજ્ઞાત ભય કે સંશય રહી શકે છે. લાગણીમાં વહીને કોઈ મહત્વનો નિર્ણય ન લેવો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે. સંતાનના કરિયરની ચિંતા સતાવી શકે છે. જીવનસાથીના વિચારોને મહત્વ આપવું.

ધનુ: આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી રહેશે. માતા-પિતા પ્રત્યેનો સ્નેહ વધશે. કાર્યક્ષેત્રમાં તમારા પ્રયત્નોના સારા પરિણામ મળશે. ભાઈ-બહેનોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. નોકરીમાં અધિકારો વધી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કે ડૂબેલા નાણાં પરત મળવાની શક્યતા છે. જૂની ભૂલોમાંથી શીખ મેળવીને આગળ વધશો તો ભવિષ્ય ઉજ્જવળ જણાશે.

મકર: તમારા માટે આજનો દિવસ મિશ્ર સાબિત થશે. મનોરંજનના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશો. ઘરની અંગત માહિતી બહાર ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું, અન્યથા વિવાદ વધી શકે છે. અજાણી વ્યક્તિ પર ભરોસો કરવો જોખમી સાબિત થઈ શકે. કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવી અને આંખ-કાન ખુલ્લા રાખીને કામ પતાવવું. વ્યાપારમાં નવી તકો શોધવી પડશે.

કુંભ: આજે આયોજન બદ્ધ રીતે કામ કરવાથી સફળતા મળશે. વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે. મિલકતમાં રોકાણ કરવાથી તમારી સાખ વધશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. નવા મિત્રો બનશે જે ભવિષ્યમાં મદદરૂપ થશે. સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો. આર્થિક સ્થિતિને મજબૂત કરવાના તમારા પ્રયત્નોમાં આજે સફળતા મળવાના યોગ છે.

મીન: આજનો દિવસ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવનારો રહેશે. તમારી મીઠી વાણીથી સમાજમાં માન-સન્માન મેળવશો. ઉર્જાથી ભરપૂર રહેશો અને અટકેલા કાર્યો પૂર્ણ કરશો. માતાની કોઈ ઈચ્છા પૂરી કરવા માટે ખર્ચ કરી શકો છો. કામના બોજ વચ્ચે જીવનસાથી માટે પણ સમય કાઢવો જરૂરી છે, નહીંતર તેમની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button