આજનું રાશિફળ (11-10-25): શનિદેવ આજે કોના પર વરસાવશે કૃપા અને કોને કરશે પરેશાન, જાણી લો એક ક્લિક પર…
રાશિફળ

આજનું રાશિફળ (11-10-25): શનિદેવ આજે કોના પર વરસાવશે કૃપા અને કોને કરશે પરેશાન, જાણી લો એક ક્લિક પર…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે. સમાજસેવા, નોકરી કે બિઝનેસ કરીને રહેલાં લોકોને આજે તેમના કામમાં સફળતા મળશે. મિત્રો અને પરિવારના સભ્યો સાથે આજે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. માનસિક તાણમાંથી રાહત મળશે. કોઈ માંગલિક કાર્યમાં ભાગ લેવાનો મોકો મળશે. સ્ત્રી મિત્ર, જીવનસાથી અને સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આર્થિક બાબતો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસો અટકી પડેલાં કામ પૂરા કરવાનો રહેશે. કામના સ્થળે તમને સફળતા મળશે. ઘરમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. પરિવારના સભ્યો સાથે સંબંધ સુધરશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ અનુકૂળ રહેશે. વેપારમાં આજે તમારી સ્ટ્રેટેજી સારી સાબિત થશે. આર્થિક લાભ ઓછો થશે, પણ સ્થિરતા જળવાઈ રહેશે. ઓફિસમાં આજે વાદ-વિવાદની સ્થિતિ સારી રહેશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અધ્યાત્મિક તરફ ઝૂકાવ વધશે. ધ્યાન અને સાધનાથી આજે તમને માનસિક શાંતિ મળશે. આજે તમારી ભૂતકાળની કોઈ ભૂલ પરિવાર સામે આવી શકે છે. તમારે તમારી લાગણી પર ધ્યાન રાખવો રહેશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. નવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો થોડાક સમય માટે તે મુલતવી રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ બપોર સુધી થોડો અઘરો રહેશે. વાહન ચલાવતી વખતે આજે ખાસ સાવધાની રાખવાનો રહેશે. બપોર બાદ સ્થિતિ સારી રહેવાની છે. ધનલાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. ખર્ચમાં વૃદ્ધિ થશે અને એને કારણે બજેટ ગડબડ થઈ શકે છે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ પગલું સમજ્યા વિચાર્યા વિના ભરવાથી બચો. કોઈ પણ કામમાં સફળતા મળશે, પણ તમારે ધીરજ રાખવી પડશે. આજે તમારા પ્રતિસ્પર્ધી પરાસ્ત થશે. આર્થિક લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. માન-સન્માનમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પરિવારમાંથી આજે તમને તમારા કામમાં સાથ-સહકાર મળશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જોખમી સાબિત થશે.

કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ થોડો થાક અને તાણ લઈને આવશે. માથાનો કે ગરદનમાં દુઃખાવો રહી શકે છે. નવા કામ માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે કોઈના પણ કહેવામાં આવવાનું ટાળો અને ધીરજથી કામ લો. આજે ઘર-પરિવારમાં થોડો તાણ રહેશે. સંતાન તમારી પાસે આજે કોઈ માંગણી કરી શકે છે. કોઈને કોઈ વચન આપ્યું હશે તો તે કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે.

આ રાશિના જાતકો આજે કંઈક નવું કરવા માટે એકદમ અનુકૂળ રહેશે. માતા-પિતા સાથે આજે વાદ-વિવાદ થવાની શક્યતા છે અને તમને એમના સ્વાસ્થ્યની ચિંતા પણ સતાવી શકે છે. દસ્તાવેજોના કામકાજમાં ખૂબ જ સાવધાની રાખવી પડશે. આજે તમારે તમારી લાગણીઓ પર ખાસ ધ્યાન રાખવાની જરૂરી છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મિત્ર માટે આજે તમારે પૈસાની ગોઠવણ કરવી પડશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના સ્વભાવ અને વાણી પર કન્ટ્રોલમાં રાખવાનો રહેશે. આજે કોઈ સંભ્રમણાને કારણે તમારું કામ પ્રભાવિત થઈ શકે છે. ધીરજ અને ગંભીરતાથી તમારે કોઈ પણ નિર્ણય લેવો પડશે. જૂના મિત્ર સાથે મુલાકાત થશે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને આજે કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે.

ધન રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. નોકરી અને બિઝનેસમાં આજે તમને સફળતા મળી રહી છે. પ્રમોશન કે પગાર વધારાની પણ પૂરેપૂરી શક્યતા છે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમને માનસિક શાંતિનો અહેસાસ થશે. સાંજના સમયે થોડો થાક લાગશે, પણ તમે નાના બાળકો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો એટલે રાહત મળશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક અને વૈવાહિક જીવનમાં શાંતિ લઈને આવશે. આજે કોઈ નાની મોટી યાત્રાનું આયોજન કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. ધનલાભ અને સન્માનની પ્રાપ્તિ થાય છે. પ્રિયજન સાથે આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. સંતાનના કરિયરની દ્રષ્ટિએ આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવો પડશે. દૂર રહેતાં કોઈ સંબંધી સાથે આજે મુલાકાત થશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને પ્રસન્નતા લઈને આવી રહ્યો છે. પરિવારના સભ્યો કે મિત્રો સાથે આજે આનંદમાં સમય પસાર કરશો. ઘરે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યો છે. આજે લાંબા સમય બાદ તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે મનચાહ્યો નફો થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને આજે સહકર્મચારીઓનો સાથ-સહકાર મળી રહ્યો છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ નકારાત્મક વિચારોથી દૂર રહેવાનો રહેશે. માનસિક તાણ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા આજે સતાવી શકે છે. કામના સ્થળે અધિકારીઓ સાથે તાલમેલ જાળવીને રાખવો પડશે. સંતાનને લઈને આજે કોઈ ચિંતા સતાવી શકે છે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. પરિવાર સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. માતા-પિતાની સેવા માટે આજે તમે સમય કાઢશો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button