આજનું રાશિફળ (20-09-25): ત્રણ રાશિના જાતકો માટે શનિવાર બનશે સંકટનું કારણ, વધશે મુશ્કેલીઓ, જોઈ લો તમારી રાશિ પણ છે ને? | મુંબઈ સમાચાર
રાશિફળ

આજનું રાશિફળ (20-09-25): ત્રણ રાશિના જાતકો માટે શનિવાર બનશે સંકટનું કારણ, વધશે મુશ્કેલીઓ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

મેષ રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. આજે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળી રહી છે. જીવનસાથી માટે આજે તમે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરશો. પરિવારમાં કોઈ સભ્યના લગ્નમાં જો કોઈ અવરોધ આવી રહ્યો હશે તો આજે એ પણ દૂર થઈ રહ્યો છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિનું આગમન થશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો માટે આજનો દિવસ નવી ઓળખ ઊભી કરવાનો રહેશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસો વાદ-વિવાદમાં પડવાથી બચવાનો રહેશે, નહીં તો ખર્ચ વધશે. આજે તમારી આર્થિક સ્થિતિની ચિંતા નહીં રહે, પણ તમારે તમારા ભવિષ્ય માટે રોકાણ કરવાનું પ્લાનિંગ કરશો. કોઈ જૂની ભૂલને કારણે આજે તમે પરેશાન રહેશો. વિદ્યાર્થીઓએ આજે પોતાના અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું પજશે. આજે તમારે ઈલેક્ટ્રિક ગેજેટ્સથી દૂર રહેવું પડશે. પારિવારિક બાબતોનો ઘરમેળે ઉકેલ લાવશો તો તમારા માટે સારો રહેશે.

મિથુન રાશિના જાતકો માટે આજે પોતાના પેન્ડિંગ કામ નિપટાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરશો. આજે તમે ધાર્મિક કાર્યમાં રસ દેખાડશો. આજે તમને પરમ સુખની પ્રગતિ થશે અને ગરીબોની સેવા માટે તમે આગળ આવશો. આજે તમે આળસને ત્યાગીને પોતાના કામ પર ફોકસ કરશો. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં લાપરવાહી દેખાડવાથી બચવું પડશે, નહીં તો પાછળથી મુશ્કેલી પડી શકે છે. પરિવારમાં કોઈ સદસ્યની વાત આજે તમને ખરાબ લાગી શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ અટકી પડેલાં કામને પૂરું કરવાનો રહેશે. આજે ધનપ્રાપ્તિના અલગ અલગ રસ્તાઓ મળશે. માતા-પિતા સાથે આજે તમે પારિવારિક બાબતોને લઈને ચર્ચા કરશો. આજે કોઈ નવું મકાન વગેરે ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે. લોન વગેરે માટે અરજી કરશો તો સરળતાથી મળશે. નોકરી કરી રહેલાં લોકોને આજે બીજી નોકરીની ઓફર આવી શકે છે. મિત્રો સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમે તમારા કામ પર ફોકસ કરીને આગળ વધશો. મનમાં કોઈ વાતને લઈને ડર સતાવી રહ્યો છે તો તેને દૂર કરવાનો પ્રયાસ કરશો. આજે કોઈ જરૂરી કામને કારણે તમને પરેશાનીનો સામનો કરવો પડશે. વાણી અને વ્યવહાર પર આજે સંયમ રાખવાની જરૂરી છે. પરિવારમાં કોઈ વાતને લઈને આજે બોલાચાલી થઈ શકે છે. પ્રોપર્ટીને લઈને કોઈ ડીલ ફાઈનલ થઈ શકે છે. પરિવારમાં કોઈ સદસ્ય પાસેથી નિરાશાજનક માહિતી સાંભળવા મળશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સાહસ અને શૂરતામાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમે તમારા વિચારોનો કામના સ્થળે લાભ ઉઠાવશો. વિદેશથી વેપાર કરી રહેલાં લોકો માટે આજનો દિવસ થોડી સાવધાની રાખવાનો રહેશે, નહીં તો બોલાચાલી થઈ શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળી રહી છે. પાર્ટનરશિપ માટે આજનો દિવસ સારો રહેશે. કોઈ કામ લાંબા સમયથી અટકી પડ્યું હશે તો આજે એમાં બિલકુલ આળસ ના દેખાડો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ યોજના બનાવીને આગળ વધવાનો રહેશે. જીવનસાથીનો સાથ અને સહકાર મળી રહ્યો છે. નોકર-ચાકરની સુવિધાનો લાભ ઉઠાવશો. પૈતૃક સંપત્તિ મળતાં આજે તમારી સંપત્તિમાં વૃદ્ધિ થશે. માતાને કોઈ વચન આપ્યું હશે તો આજે એ તમારે પૂરું કરવું પડશે. પૈસાને કારણે કોઈ કામ અટવાઈ પડ્યું હશે તો તે પણ પૂરું થશે. માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકો આજે કોઈ મોટી ડીલ ફાઈનલ કરી શકે છે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ કામ બનાવીને કરવાનો રહેશે. કામના સ્થળે તમારા સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે, પણ તમારે તમારા કોઈ મહત્ત્વના કામને લઈને આજે બીજા પર આધાર ના રાખવો જોઈએ. આજે તમે સારી ખાણી-પીણીનો આનંદ ઉઠાવશો. આજે તમને તમારી કોઈ જૂની ભૂલને લઈને પસ્તાવો થશે. જીવનસાથી સાથેના તમારા સંબંધો સુધરી રહ્યા છે. આર્થિક બાબતોમાં આજે બિલકુલ ઢીલ ના દેખાડવી જોઈએ.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. એક સાથે અનેક કામ હાથમાં આવતા તમારી વ્યસ્તતા વધશે. આજે પારિવારિક બાબતો ઉકેલ ખૂબ જ સમજી વિચારીને ઉકેલ લાવશો. આજે તમને તમારા પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ નવા પદની પ્રાપ્તિ થશે. આજે કોઈ જૂની લેવડદેવડ તમારા માટે માથાનો દુઃખાવો બનશે. હરવા ફરવા દરમિયાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કામનો કુશળતાથી ઉકેલ લાવવામાં સફળ થશો. તમારા બોસને આજે તમારો કામ કરવાની પદ્ધતિ ખૂબ જ પસંદ આવશે. આજે પરિવારનો કોઈ સદસ્ય તમને મળવા આવી શકે છે. ભગવાનની ભક્તિમાં આજે તમારું મન લાગશે. આજે લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. તમારી મનની કોઈ ઈચ્છા પૂરી થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સાધનોમાં વૃદ્ધિ લઈને આવશે. આજે કંઈક નવું કરવાના તમારા પ્રયાસો રંગ લાવશે. કામના સ્થળે તમારા પ્રયાસો રંગ લાવશે, નહીં તો તેને કારણે તમારા સંબંધો ખરાબ થઈ શકે છે. પ્રેમ જીવન જીવી રહેલાં લોકો માટે માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આજે વિરોધીઓ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરશે, પણ તમારી સૂઝબૂઝથી તમે એમાંથી સરળતાથી બહાર આવશો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કામનો દબાણ આવશે અને એને કારણે તમારી ચિંતામાં વૃદ્ધિ થશે. આજે બેંક સંબંધિત કોઈ કામ તમારા માટે સમસ્યાનું કારણ બની શકે છે અને તમારું મન પણ પરેશાન રહેશે. કામને લઈને કોઈ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે, પણ તમારે સાવધાની રાખવી પડશે. સંતાનને નવી નોકરી મળતાં તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.

આ પણ વાંચો…બુધ અને શનિ બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button