રાશિફળ

આજનું રાશિફળ (09-11-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે રવિવારનો દિવસ? જાણી લો એક ક્લિક પર…

મેષ રાશિના જાતકોનું આજે ધાર્મિક કાર્યમાં ધ્યાન વધારે રહેશે. આજે તમારી સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થઈ રહી છે. તમારા બૌદ્ધિક અને માનસિક તાણમાં રાહત થશે. આજે કેટલાક મહત્ત્વના કામ પૂરા કરવા માટે તમારે ખૂબ જ ભાગદોડ કરવી પડી શકે છે. પરિવાર સાથે હસી-ખુશીમાં સમય પસાર કરશો. કામના સ્થળે આજે તમને રાહતના સમાચાર સાંભળવા મળશે. જીવનસાથી સાથે અણબનાવ ચાલી રહ્યો હતો તો આજે એને ઉકેલવા માટે પણ પ્રયાસ કરવો પડશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક સમસ્યાઓનો ઉકેલ લાવવાનો રહેશે. આર્થિક સમસ્યાઓમાંથી આજે તમને મુક્તિ મળશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે નુકસાનમાં રાહત થશે. કોઈ જગ્યાએથી પૈસા આવીને અટકી પડશે. નોકરી કરી રહેલાં લોકોને આજે પગાર વધારો, પ્રમોશન વગેરે મળી શકે છે. વિદ્યાર્થીઓને માનસિક બોજમાંથી મુક્તિ મળશે. ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે.

મિથુન રાશિના જાતકોએ આજે પોતાના મિત્રોથી સાવધાની રાખવાનો રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ થોડો ઉતાર-ચઢાવવાળો રહેશે. સંતાન આજે તમારા માટે કોઈ મુશ્કેલીનું કારણ ઊભી થઈ શકે છે. નોકરી કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. ધીરજ અને ગંભીરતાથી કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે. ભાગ્યનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક મુશ્કેલીઓથી ભરપૂર રહેશે. આજે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તમારે ધીરજથી આગળ વધવું પડશે. વિના માંગ્યે કોઈને પણ સલાહ આપવાથી બચો. દૂર રહેતાં કોઈ સંબંધી તરફથી આજે નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. આજે તમારી આસપાસનું વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવાનું પ્લાનિંગ કરશો.

સિંહ રાશિના જાતકો માટે આજનો પારિવારિક મુશ્કેલીઓ લઈને આવશે. આજે તમારે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજથી કામ લેવું પડશે તો જ તમારા કામ પૂરા થશે. આજે વરિષ્ઠ લોકો સાથે તમારે કોઈ બોલાચાલી થઈ શકે છે. વાણી અને વર્તન પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. લાંબા સમયથી જીવનસાથીની શોધ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેશે. કોર્ટ કચેરીના કેસમાં આજે ચૂકાદો તમારી તરફેણમાં આવી શકે છે. વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન રાખવાની જરૂરી છે. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. જીવનસાથી માટે કોઈ સરપ્રાઈઝનું પ્લાનિંગ કરશો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ધનલાભ લઈને આવી રહ્યો છે. નોકરી અને બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેશે. જીવનસાથી સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. માતા-પિતા તરફથી આજે તમને કામમાં સંપૂર્ણ સાથ-સહકાર મળી શકે છે. ભાઈ-બહેન સાથેના સંબંધો વધારે ગાઢ બનશે. આજે કોઈના કામમાં દખલગિરી કરવાથી બચો, નહીં તો તમારા કામમાં વિલંબ થશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી ચિંતાઓ લઈને આવી રહ્યો છે. વેપાર કરી રહેલાં લોકોએ આજે પોતાના કામમાં સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. આજે તમારી તમામ યોજનાઓ સફળ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નોકરી કરી રહેલાં લોકોને આજે પ્રમોશન વગેરે મળી શકે છે. મિત્રો સાથે વાતચીતમાં ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેના માટે શિક્ષકનું માર્ગદર્શન લેવું પડશે.

આ રાશિના જાતકો માટે પોતાના વ્યસનોથી મુક્તિ મેળવવાનો રહેશે. સંતાનના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. માન-સન્માનમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારા કામમાં જો અવરોધ આવી રહ્યા હશે તો તે પણ દૂર તઈ રહ્યા છે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી શકે છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ થોડો નબળો રહેશે. આજે તમે મર્યાદિત પ્રમાણમાં જ કોઈ પણ કામ પૂરા કરી શકશો. કામ માટે કોઈ યાત્રા પર જવું પડી શકે છે. જૂના મિત્ર સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. નોકરી કરી રહેલાં લોકોને આજે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. તમારા કામની આજે પ્રશંસા થશે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહેલાં લોકોએ આજે સાવધાની રાખવી પડશે, નહીં તો નુકસાન થશે.

કુંભ રાશિના જાતકોને આજે ધારી સફળતા મળી રહી છે. આજે તમારી અંદર ઊર્જાનો સંચાર થશે, પરંતુ તમારે તમારી ઊર્જાનો સારો ઉપયોગ કરવો પડશે. જીવનસાથી આજે તમારી પાસે કોઈ વસ્તુ માંગી શકે છે. આજે તમે ઘરના રિનોવેશન વગેરેનું પ્લાનિંગ કરશો. રોકાણ કરવા માટે એકદમ અનુકૂળ સમય છે. તમારે તમારી ભૂતકાળની ભૂલ પરથી આજે બોધપાઠ લેવો પડશે. સંતાનને કોઈ વચન આપ્યું હશે તો તે કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે.

મીન રાશિના જાતકો આજે મહત્ત્વના તકામ સમય પર પૂરા કરશે તો જ સમારા માટે સારું રહેશે. આજે તમે આશા અને ઉત્સાહમાં આવીને કોઈ પણ એવી વાત ના બોલશો કે જેને કારણે કોઈનું મન દુભાય. તમે પ્રગતિના માર્ગ પર આગલ વધશો. આજે તમારી ખોવાયેલી કોઈ વસ્તુ મળી શકે છે. સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. તમારી આસપાસનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહેશે. આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.

આપણ વાંચો: એક જ વર્ષમાં ત્રીજી વખત વક્રી થશે બુધ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button