આજનું રાશિફળ (09-10-25): આજે આ રાશિના જાતકો માટે દિવસ રહેશે સાવધાની રાખવાનો, જાણી લો શું છે તમારા ભાગ્યમાં? | મુંબઈ સમાચાર
રાશિફળ

આજનું રાશિફળ (09-10-25): આજે આ રાશિના જાતકો માટે દિવસ રહેશે સાવધાની રાખવાનો, જાણી લો શું છે તમારા ભાગ્યમાં?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે. તમને તમારા નિર્ણયને કારણે ચિંતા અનુભવાશે. આજે તમે તમારી સૂઝબૂઝથી જ દુઃખ અને ચિંતામાંથી બહાર આવવાનો પ્રયાસ કરશો. આજે રિટેલ અને હોલસેલમાં વેપાર કરી રહેલાં લોકો માટે દિવસ સારો રહેશે. કરિયરની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાનીથી આગળ વધવાનો રહેશે. ઘરમાં પરિવારના સભ્યો સાથે થોડો અણબનાવ જોવા મળી શકે છે. આજે તમારે સમસ્યાઓનો સાથે બેસીને સમજી વિચારીને ઉકેલ લાવવો પડશે. આજે તમે કપડાં કે તમારી મોજશોખની વસ્તુઓ પાછળ પૈસા વધારે ખર્ચ કરશો. ભાવનાત્મક ઉથલ પાથલને કારણે આજે થોડા પરેશાન રહેશો. નોકરીમાં કામનું દબાણ વધશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક દ્રષ્ટિએ મધ્યમ રહેશો. આજે તમને આર્થિક લાભ થવાના યોગ બની રહ્યા છે. આજે તમે એક સાથે અનેક કામ હાથમાં લેશો અને એને કારણે તમારી પરેશાનીઓ વધશે. આજે તમારે પોતાની જાતને સ્વસ્થ્ય રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. પ્રેમજીવન જીવી પહેલાં લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. સમાજસેવાના કાર્યથી આજે તમને એક નવી ઓળખ મળશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ વેપારમાં સફળતા લઈને આવી રહ્યો છે, પરંતુ તમારે એ માટે પારાવાર મહેનત કરવી પડશે. વાહન ચલાવતી વખતે આજે સાવધાની રાખો નહીં તો અકસ્માત થવાની શક્યતા છે. આજે જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે, પણ વાણી પર ખાસ નિયંત્રણ રાખવાનો રહેશે. પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે. સંતાન તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ નાના મોટા પડકારોનો સામનો કરવાનો રહેશે, પણ નાની મોટી કોઈ સિદ્ધિઓ લઈને આવશે. નોકરી કરી રહેલાં લોકોએ આજે પોતાના સહકર્મચારીઓનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે તમને તમારી ઈચ્છા પ્રમાણેની વસ્તુઓ ન મળતાં તમે થોડા નારાજ થઈ શકો છો. ઉતાવળમાં રોકાણ સંબંધિત કોઈ નિર્ણય લેવાથી બચો. આજે તમારી અંદર ઊર્જાનો સંચાર થશે. જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરશો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આપસમાં પ્રેમભાવથી રહેવાનો રહેશે. જીવનસાથી સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. નાની નાની વાતોમાં ગુસ્સો કરવાથી કે પછી વિવાદમાં પડવાથી બચો. પારિવારિક માહોલ શાંતિ અને સુખદ રહેશે. બિઝનેસમાં નાનું મોટું નુકસાન થઈ શકે છે. સિઝનલ બીમારી તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થશે. સંતાન પાસેથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે સુખદ રહેશે. આજે તમે તમારા સંબંધોને સુધારવાનો પ્રયાસ કરશો. તમારે તમારી વ્યક્તિગત લાગણીઓ પ્રિયપાત્ર સામે વ્યક્ત કરશો. નોકરી અને બિઝનેસ કરી રહેલાં લોકોને આજે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. જીવનસાથી આજે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે. પ્રગતિના માર્ગ પર આગળ વધશો. સમાજસેવાના કામથી આજે તમે બ્રેક લેશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ ફળ પ્રાપ્તિ કરવાનો રહેશે. આર્થિક બાબતોમાં આજે તમને થોડી રાહત રહેશે. જીવનસાથી સાથે આજે તમને કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. ભાગ્યનો સાથ મળશે, પણ એની સાથે સાથે તમારે સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોને આજે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. જૂનું અને લાંબા સમયથી અટકી પ-ડેલાં કામ આજે પૂરા કરવાનો રહેશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત કરીને નામ કમાવવાનો રહેશે. આર્થિક દ્રષ્ટિએ પણ આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. જો તમે કોઈ જગ્યાએ બહાર જવાની યોજના બનાવી રહ્યા છો તો થોડા સમય માટે તેને મુલત્વી રાખો. પાર્ટનર શોધી રહેલાં લોકોની મુલાકાત આજે તેમના ભાવિ સાથી સાથે થઈ શકે છે. સંતાન તમારી પાસેથી કોઈ વસ્તુની માગણી કરી શકે છે. આજે કોઈને કોઈપણ વચન ખૂબ જ સમજી વિચારીને આપો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની યોજનાઓ પૂરી કરવાનો રહેશે. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો તેમાં તમને સફળતા મળશે. આર્થિક તંગીને કારણે આજે તમે થોડા પરેશાન રહેશો. પૈસાને લઈને બિલકુલ લાપરવાહી ના દેખાડો. જીવનસાથી સાથે મળીને સંતાના ભવિષ્ય માટે આજે કોઈ યોજના બનાવશો. આજે કોઈની વાતમાં આવશો તો તેના દુષ્પરિણામો આવશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયરની દ્રષ્ટિએ થોડો ઠંડો રહેશો. સ્વાસ્થ્યનું પૂરેપૂરું ધ્યાન રાખવાની જરૂર છે. જીવનસાથીને સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે તમારે તમારા પારિવારિક સંબંધોમાં પણ આંખ અને કાન બંને ખુલ્લા રાખવા પડશે. નોકરી કરી રહેલાં લોકોના આજે ઉપરી અધિકારી સાથેના સંબંધો બગડી શકે છે. સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ ઉઠાવશો. જૂના મિત્ર સાથે મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોને લઈને થોડી ઉપલબ્ધિઓ લઈને આવી રહ્યો છે. આજે નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન વગેરે પણ મળી રહ્યું છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે મનચાહ્યો નફો થઈ રહ્યો છે. પ્રેમસંબંધમાં આગળ વધી રહેલાં લોકો આજે પાર્ટનરની પરિવાર સાથે મુલાકાત કરાવશે. આજે તમારા કારણે કોઈને ફાયદો થશે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ રહેશે. લાંબા સમય બાદ આજે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો.

આ પણ વાંચો: કારતક માસ 2025: મા લક્ષ્મી અને વિષ્ણુજીની કૃપા માટે તુલસીના આ સવાર-સાંજ ઉપાયો અવશ્ય કરો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button