રાશિફળ

આજનું રાશિફળ (09-04-2025): આજે ચાર રાશિના જાતકોના થશે બલ્લે બલ્લે, જોઈ લો તમારી રાશિને શું થશે લાભ?

આજે તમારા મિત્રો સાથે વાત કરતી વખતે કાળજી રાખજો, કારણ કે કોઈ વાત પર દલીલ થઈ શકે છે. આવકમાં વધારો થશે. તમને સારા સમાચાર મળશે. તમે જૂના મિત્રો અને સંબંધીઓને મળશો. સ્વાસ્થ્ય નબળું રહેશે. વિરોધ, પૈસાનું નુકસાન, પરિવારમાં ઝઘડો, બીમારીથી ઘેરાયેલા રહેવાની શક્યતા.

આજે તમે તમારા કરિયરને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો, પરંતુ તમારા મનમાં ક્યાંકને ક્યાંક શંકા રહેશે. જોકે, તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. સ્વાસ્થ્ય નબળું રહેશે. ઘણી દોડાદોડ થઈ શકે છે. જમીન અને મકાન અંગે યોજના બનાવવી. પ્રગતિના માર્ગો મોકળા થશે. આવક ઓછી રહેશે. કામ પ્રત્યે ઉદાસીનતા રહેશે.

આજે નસીબ તમને સાથ આપી શકે છે. તમને મિત્રો અને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક રહે તેવો કોઈ પણ બાબતમાં દૃઢ નિર્ણય પણ લઈ શકો છો. દેવું વસૂલ થશે. વ્યવસાયિક યાત્રા સફળ થશે. લાભની તકો મળશે. શત્રુઓનો ભય રહેશે. વ્યવસાયમાં સારો લાભ થશે.

જો તમે સિંગલ છો અને સંબંધની શોધમાં છો તો કાલે તમારા માટે એક સારું માંગુ આવી શકે છે જે તમને અને તમારા પરિવારને ખુશ કરશે. જીવનસાથી સાથેના મતભેદોનો અંત આવશે. તમને તમારા કામમાં તમારા અધિકારી તરફથી સહયોગ મળશે. કૌટુંબિક કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશો. અણધાર્યા ખર્ચાને કારણે ટેંશન રહેશે.

જો તમે થોડા દિવસોથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો, તો આજે તેમાં સુધારો થશે અને તમે પહેલા કરતાં વધુ તાજગી અનુભવશો. માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. વ્યવહારોમાં સાવધાની રાખજો. તમે પાર્ટીઓ અને પિકનિકનો આનંદ માણશો. વિદ્યાર્થીઓને સફળતા મળશે. શત્રુ પર વિજય મળવાની સાથે કોઈ ખુશખબર મળવાની શક્યતા રહેશે.

કન્યા રાશિના જાતકોને વ્યવસાયમાં નુકશાન થવાની શક્યતા છે, તેથી પૈસા સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો. કોઈની સાથે પૈસા સંબંધિત બાબતોની ચર્ચા કરવાનું પણ ટાળો. નવા વ્યવસાયિક કરાર થશે. નવી યોજના બનશે. તમને માન-સન્માન મળશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. સ્ત્રી સંકટ શક્ય છે. સંઘર્ષ ટાળો. કાર્યમાં સફળતા મળશે, શત્રુઓનો પરાજય થશે.

આજે તમારું મન આધ્યાત્મિકતા તરફ રહેશે. તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે મંદિર જવાની યોજના બનાવી શકો છો, જે તમને માનસિક શાંતિ આપશે. ભય, પીડા અને મૂંઝવણની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. બિનજરૂરી દોડાદોડ થશે. નફો અને હિંમત સારી રહેશે. તમને ખરાબ સમાચાર મળશે.

વૃશ્ચિક રાશિના જાતકોએ જો છેલ્લા કેટલાક દિવસોથી તમારા મનમાં કંઈક એવું છે જે તમે કોઈની સાથે શેર કરી શકતા નથી, તો આવતીકાલ તેના માટે યોગ્ય દિવસ છે. તેથી, તમારા મનમાં જે કંઈ છે, તેને સ્પષ્ટ શબ્દોમાં કહો. યાત્રા સફળ થશે. દલીલ ના કરો. વ્યવહારોમાં સાવધાની રાખો. કાનૂની અવરોધો દૂર થશે. દેવદર્શન કરશો. રાજ્ય તરફથી લાભ મળવાની શક્યતા. માતૃપક્ષની ચિંતા રહે.

તમારો કોઈની સાથે ઝઘડો થઈ શકે છે, પરંતુ આજના દિવસે તમારી વાણીમાં સંતુલન જાળવો. પરિવારનો કોઈ સભ્ય બીમાર થઇ શકે છે. બેચેની રહેશે. સ્વાસ્થ્ય નબળું રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. સરકારી અવરોધો દૂર થશે. આંખમાં દુખાવો થવાની શક્યતા. નાણાકીય અને બૌદ્ધિક લાભ થશે. શત્રુઓથી પરેશાન રહેશો.

મકર રાશિના જાતકોમાં ખાસ વિદ્યાર્થીઓને કોઈ કારણસર તેમના શિક્ષકો પાસેથી ઠપકો મળી શકે છે, જેના કારણે તેઓ હતાશ થશે. આવી સ્થિતિમાં, ગુસ્સે થવાને બદલે, જો તમે સ્વ-વિશ્લેષણ કરશો, તો તમને વધુ સારા પરિણામો મળશે. પ્રેમ સંબંધોમાં જોખમ ન લો. વાહનો અને મશીનરીનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો. વિવાદોમાં ન પડો. આગળ વધવાનો માર્ગ મળવાની શક્યતા. શત્રુઓનો પરાજય થશે. લાભ થશે.

કુંભ રાશિના જાતકોએ જો શેરબજારમાં પૈસા રોક્યા હશે, તો કાલે તમને નુકસાન થઈ શકે છે, પરંતુ સમય જતાં તેમાં સુધારો થશે. તમારી સામે ઘણી સારી તકો આવશે જેનો તમે લાભ લઈ શકશો. રોજગારમાં વધારો થશે. વ્યવસાયિક યાત્રા સફળ થશે. પરિવારની ચિંતા રહેશે. લાભ થશે, પરંતુ તમને અસ્વસ્થતાનો અનુભવ થશે. તમને ચિંતામાંથી રાહત નહીં મળે.

આજે મીન રાશિના જાતકોએ તમારા ખર્ચમાં વધારો થઇ શકે છે, પરંતુ તેના વિશે વધુ ચિંતા ન કરો કારણ કે થોડા દિવસોમાં તમને તેનાથી સારો ફાયદો થશે. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. ઘર-બહાર અશાંતિ થઈ શકે છે. પ્રયત્નો સફળ થશે. યાત્રાની શક્યતા રહેશે. થોડી મુશ્કેલી થવાની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button