રાશિફળ

આજનું રાશિફળ (07-11-25): મેષ, તુલા, મકર અને મીન રાશિના જાતકોએ પૈસા સંબંધિત બાબતોમાં રાખવી પડશે સાવધાની…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે કોઈ એવી વ્યક્તિને મળશો કે જેમનો તમારા જીવન પર ખાસ્સો એવો પ્રભાવ રહેશે. નોકરી કરી રહેલાં લોકો માટે દિવસ સારો રહેશે. કામના સ્થળે કલીગ આજે તમારી પાસેથી ઘણું બધું નવું નવું શિખી શકશે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળશે તો જરૂર કરો. આજે તમે મિત્રો સાથે તમે કોઈ નવા કામ વિશે ચર્ચા વિચારણા કરશો, જેને કારણે નવા નવા આઈડિયાઝ આવશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માટે સામાન્ય રહેવાનો છે. વેપાર કરી રહેલાં લોકોને આજે મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. આજે તમને કોઈપણ કામમાં પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. સંગીત સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે વિના કારણ કોઈ સાથે પણ દલીલમાં ઉતરવાનું ટાળો, એ જ તમારા માટે સારું રહેશે. પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. આજે તમે લાંબા સમયથી જે કામ પૂરું કરવાનું વિચારી રહ્યા છો એ કામ શરૂ કરશો. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળી રહ્યું છે. વિરોધીઓ પણ આજે તમારી સામે મિત્રતાનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મહેનતથી આજે તમે ધારશો એ હાંસિલ કરશો. લાંબા સમય બાદ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે સવારથી જ તમને એક પછી એક સારા સમાચાર સાંભળવામળી શકે છે. કોઈ પણ જરૂરી કામ કરતાં પહેલાં આજે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લો. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા અટકી પડેલાં કામ પૂરા થશે. સરકારી નોકરી કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ઠીકઠાક રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકો પણ આજે આગળ વધશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીક-ઠાક રહેવાનો છે. વિદેશમાં જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થશે. પૈસાની લેવડ-દેવડ કરતી વખતે આજે તમારે વિશેષ સાવધાની રાખવી પડશે. કોઈને પણ પૈસા ઉધાર આપતાં પહેલાં આજે પૂરતો વિચાર કરી લો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ દિવસ આજે થોડો ચઢાવ-ઉતારવાળો રહેશે. સંતાન તમારી પાસેથી કઈ વસ્તુ માંગી શકે છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. લાંબા સમયથી જીવનસાથીની શોધ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેશે. કોર્ટ કચેરીના કેસમાં આજે ચૂકાદો તમારી તરફેણમાં આવી શકે છે. વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન રાખવાની જરૂરી છે. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. જીવનસાથી માટે કોઈ સરપ્રાઈઝનું પ્લાનિંગ કરશો.

તુલા રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેવાનો છે. આજે કોઈ મોટા માથા સાથે મુલાકાત થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં લાભ થઈ શકે છે. ટ્રાવેલિંગ સેક્ટર સાથે સંકળાયેલા લોકો માટે દિવસ એકદમ અનુકૂળ રહેશે. આજે તમારે તમારી વાણી પર ખાસ નિયંત્રણ રાખવું પડશે, નહીં નાહક ઝઘડા થઈ શકે છે. પરિવાર સાથે કોઈ જગ્યાએ હરવા-ફરવાનું પ્લાનિંગ કરશો. સંતાનને કોઈ વચન આપ્યું હશે તો તે પૂરું કરવું પડશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. બિઝનેસ સંબંધિત આજે કોઈ પણ નિર્ણય લેવાથી પહેલાં પૂરતી ચર્ચા-વિચારણા કરો. પાર્ટનરશિપ માટે આ સમય એકદમ અનુકૂળ છે. નોકરી કરી રહેલાં લોકોને આજે બોસની પ્રશંસા મળશે. રાજકારણમાં આગળ વધવા માંગતા લોકો માટે દિવસ અનુકૂળ છે. જીવનસાથી આજે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશો. નાણાંકીય સ્થિતિ મજબૂત થશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ ખૂબ જ સારો રહેશે. રાજકારણમાં આગળ વધવા માંગતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. વેપાર કરી રહેલાં લોકોએ આજે પાર્ટનરશિપ કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે. માતા-પિતાની સલાહને આજે તમારે અનુસરવું પડશે તો જ તમને લાભ થશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે ઘર-પરિવાર બધી જગ્યાએ તમારા વખાણ થશે. સમાજસેવાના કામમાં આજે તમે આગળ વધીને હિસ્સો લેશો. ઓફિસમાં પણ તમારા કામના વખાણ સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ કરશે. કામની વ્યસ્તતા વચ્ચે પારિવારિક બાબતો માટે તમારે સમય કાઢવો પડશે, નહીં તો આ સમસ્યાઓ વકરી શકે છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ એકદમ શાનદાર રહેશે. આજે તમારે સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે. વેપારીઓને આજે વિશેષ લાભ થશે અને વેપારનો વિસ્તાર કરવાની યોજના વિશે પણ વિચાર કરશો. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં પણ આજે તમને લાભ થઈ રહ્યો છે. જીવનસાથી માટે કોઈ ભેટ-સોગાદ લાવશો. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. આજે કોઈ માંગલિક કાર્યમાં હિસ્સો લેવાનો મોકો મળશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે. આજે તમે પરિવાર સાથે કોઈ જગ્યાએ હરવા-ફરવાની યોજના બનાવશો. ધાર્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે. રોકાણ માટે અનુકૂળ સમય છે. માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. વૈવાહિક જીવનમાં આજે ખુશહાલીનો માહોલ જોવા મળશે. લવલાઈફ જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ પાર્ટનર સાથે સમય પસાર કરશે.

આપણ વાંચો: 10મી નવેમ્બરના બનશે શક્તિશાળી રાજયોગ, ચાર રાશિના જાતકોનું ઉઘડી જશે ભાગ્ય, જોઈ લો તમારી રિશા પણ છે ને?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button