આજનું રાશિફળ (05-10-25): વૃષભ, મિથુન સહિત આ રાશિના જાતકોને આજે સાંભળવા મળશે સારા સમાચાર, જોઈ લો તમારા માટે કેવો હશે રવિવાર?


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ભાગદોડવાળો રહેશે. આજે તમે અહીંયા ત્યાંના કામમાં વધારે ધ્યાન આપશો. કોઈ પણ સરકારી કામકાજમાં ઢીલ ના આપશો. નોકરીને લઈને કોઈ મિત્ર સાથે વાત કરશો. આજે તમે પરિવારના સદસ્યને આપેલી સલાહ લોકોને ખૂબ જ કામમાં આવશે. નાના બાળકો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો, જેને કારણે તમારી ચિંતામાંથી મુક્તિ મળશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ વાતાવરણ ખુશનુમા રહેશે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે વિના કારણ કોઈના પણ વાદ-વિવાદમાં પડવાનું ટાળો, નહીં તો કાયદાકીય સમસ્યામાં ફસાશો. પરિવારમાં કોઈ વાતને લઈને આજે કલહ ચાલી રહ્યો હશે તો તે પણ દૂર થશે. લોહીના સંબંધોમાં આજે મજબૂતી આવશે. આજે તમારે તમારા કામ માટે કોઈ બીજા પર આધાર ના રાખવો.

મિથુન રાશિના જાતકોની નવું ઘર વગેરે ખરીદી કરવાની ઈચ્છા પૂરી થઈ રહી છે. આજે તમને તમારી મહેનતથી ઊંચા મુકામ હાંસિલ થશે. જો કોઈ કામને લઈને પરેશાન હશો તો આજે એ કામ પણ પૂરું થવાની શક્યતા છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવશે. આજે માતા સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. સાસરિયામાંથી કોઈ આજે તમને મળવા માટે આવી શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ અભ્યાસમાં ધ્યાન એકાગ્ર કરીને આગળ વધવાનો રહેશે. આજે તમારે તમારા મનમાં કોઈને લઈને ઈર્ષ્યાનો ભાવ ના રાખવો જોઈએ. આજે જો તમારી કોઈ મનગમતી વસ્તુ ખોવાઈ ગઈ હશે તો તે પાછી મળવાની શક્યતા છે. સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ ઉઠાવશો. આજે બિઝનેસને લઈને કોઈ પણ વાદ-વિવાદમાં ના પડશો. સંતાન આજે અભ્યાસ માટે કોઈ જગ્યાએ બહાર જઈ શકો છો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કંઈક ખાસ કરી દેખાડવાનો રહેશે. આજે તમને કોઈ સહકર્મચારીની વાત ખરાબ લાગી શકે છે. આજે તમે પૂરી મહેનતથી કામ કરો. પૈસાને લઈને કોઈ કામ અટવાઈ પડ્યું હશે તો તે પૂરું થવાની શક્યતા છે. આજે પિતાજી કોઈ સલાહ આપશે તો તમારે તેના પર અમલ કરવું પડશે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યક્રમથી જોડાઈને નામ કમાવવાનો રહેશે. વાહનનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરો. આજે કોઈને પણ વિના માગ્યે સલાહ આપવાથી બચો. ભાઈ-બહેન સાથે આજે તમારા સંબંધો વધારે મજબૂત બની રહ્યા છે. ઘર-પરિવારમાં આજે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને આજે થોડી ગડબડ થઈ શકે છે, જેને કારણે તમારે સાવધાની રાખવી પડશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યો છે. આજે કામના સ્થળે તમારે તમારા કામ પર કોઈ બીજા પર આધાર ના રાખવો જોઈએ. આજે તમારો બિઝનેસ પહેલાં કરતાં સારો ચાલશે. કોઈ નિર્ણયને કારણે આજે તમને પસ્તાવવાનો વારો આવી શકે છે. જો તમારા મનમાં કોઈ ઈચ્છા હશે તો તે પણ આજે પૂરી થવાની શક્યતા છે. આજે તમારે તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખવું પડશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમને બિઝનેસમાં કોઈ ડીલ માટે પાર્ટનરશિપ કરવી પડશે. સંતાનના મનમાનીભર્યા વ્યવહારને કારણે થોડા પરેશાન રહેશો. ઘરના રિનોવેશનના કામકાજ પર આજે તમે ધ્યાન આપશો. ઓનલાઈન શોપિંગ કરી રહેલાં લોકોએ થોડી સાવધાની રાખવી પડશે. આજે તમે તમારા મોજશોખની વસ્તુ પર સારી એવી રકમ ખર્ચ કરશો. પ્રતિ સ્પર્ધાનો ભાવ આજે તમારા મનમાં જોવા મળશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આસપાસ રહેતાં લોકોથી સાવધાની રાખવાનો રહેશે. જીવનસાથી પાસેથી આજે કોઈ ભેટ વગેરે મળી શકે છે. ભગવાનની ભક્તિમાં આજે તમારું મન લાગશે. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળી રહી છે. ભાગ્યનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. જોઈ કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો આજે એ પૈસા પાછા મળી શકે છે. કોઈ જગ્યાએ પિકનીક પર જવાની યોજના બનાવશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કંઈક નવું કરવાનો રહેશે. આજે તમે પોતાના કામને લઈને ખૂબ જ કડકાઈ દેખાડશો, જેને કારણે તે સમય પર પૂરા થશે. ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થશે. આજે તમારે તમારા બોસની વાતો તરફ દુર્લક્ષ કરવાનું ટાળવું જોઈએ. પૈતૃક સંપત્તિને લઈને આજે કોઈ વહેંચણી થશે. સરકારી નોકરીની તૈયારમાં વ્યસ્ત લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારે તમારી જૂની ભૂલો પરથી બોધ પાઠ લેવો પડશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મોજ-મસ્તીથી ભરપૂર રહેવાનો છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. આજે તમારે તમારી વાણી પર ખાસ નિયંત્રણ રાખવાની જરૂર છે. પારિવારિક બાબતો માટે આજે તમારે વરિષ્ઠ સભ્યો સાથે વાત કરવી પડશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા તમામ કામ સફળતાપૂર્વક સંપન્ન થશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ જરૂરી કામ પર ધ્યાન આપવાનો રહેશે. આજે તમારું મન અહીંયા ત્યાંના કામમાં વધારે લાગશે. પ્રોપર્ટી કે મકાન વગેરે ખરીદવાની યોજના બનાવી રહ્યા હતા તો તમારા માટે અનુકૂળ છે. શેરબજાર સાથે સંકળાયેલા લોકોએ આજે થોડી સાવધાની રાખવાની જરૂર છે. વિદ્યાર્થીઓને માનસિક અને બૌદ્ધિક બોજમાંથી મુક્તિ મળી રહી છે. આજે તમને સમાજસેવા માટે કોઈ પુરસ્કાર વગેરે મળી શકે છે.