આજનું રાશિફળ (05-02-26): આજે સંકષ્ટી ચતુર્થીના કઈ રાશિના જાતકો પર થશે ગણેશજીની કૃપા અને કોને થશે ધનલાભ?


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે. સંકષ્ટી ચતુર્થી હોવાથી ગણેશજીની કૃપાથી તમારા અટકેલાં કાર્યો પૂર્ણ થશે અને માનસિક શાંતિનો અનુભવ થશે. વ્યવસાયમાં નવા ઓર્ડર મળવાની શક્યતા છે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. સામાજિક ક્ષેત્રે તમારી સક્રિયતા વધશે અને લોકો તમારા વિચારોની પ્રશંસા કરશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો પ્લાન બની શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી શકો છો.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક આજે તમારે તમારા ખર્ચ પર થોડો કાબૂ રાખવો પડશે, નહીંતર નાણાકીય સંતુલન બગડી શકે છે. કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે, પરંતુ સહકર્મીઓ સાથે બિનજરૂરી ચર્ચામાં પડવું નહીં. જમીન કે મિલકત સાથે જોડાયેલા કામમાં થોડો વિલંબ થઈ શકે છે, તેથી ધીરજ રાખવી. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે અને તમને તેમનો પૂરતો સહયોગ મળશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. ગણેશજીને દૂર્વા અર્પણ કરવાથી તમારી મુશ્કેલીઓ ઓછી થશે અને મન શાંત રહેશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે. કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે અને જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો આ શ્રેષ્ઠ સમય છે. વ્યાપારીઓને જૂના રોકાણોમાંથી નોંધપાત્ર નફો મળવાની આશા છે. મિત્રો સાથેની મુલાકાત મનોરંજક રહેશે અને જૂની યાદો તાજી થશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, જેનાથી ઉત્સાહનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે આત્મવિશ્વાસ સાથે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો. સંતાનને તમે આજે કોઈ જવાબદારી સોંપશો તો તે તેને સારી રીતે પૂરી કરશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમારે માનસિક રીતે થોડું સજાગ રહેવું પડશે, કારણ કે કાર્યનું ભારણ તમને થાક અનુભવી શકે છે. વેપારમાં લેવડ-દેવડ કરતી વખતે સાવધાની રાખવી અને કાગળિયાની બરાબર તપાસ કરવી. પરિવારમાં વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે, જે તમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં મદદરૂપ થશે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. લવ લાઈફમાં થોડી ગેરસમજ ઉભી થઈ શકે છે, જેને વાતચીત દ્વારા ઉકેલવી જોઈએ. ભગવાન ગણેશની આરાધના કરવાથી તમારા મનનો ઉદ્વેગ દૂર થશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ કરનારો રહેશે. તમે કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો, જે ભવિષ્યમાં આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક રહેશે. સરકારી કામકાજમાં આવતા અવરોધો દૂર થશે અને ઉચ્ચ અધિકારીઓનો સાથ મળશે. તમારી વાણીના પ્રભાવથી તમે લોકોના દિલ જીતી શકશો. આર્થિક સ્થિતિ પહેલાં કરતા વધુ મજબૂત બનશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ન રાખવી અને પૂરતો આરામ લેવો. સાંજે પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. આજે કામની વ્યસ્તતા વચ્ચે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમારે તમારા રોજના કામમાં પરિવર્તન લાવવાની જરૂર છે જેથી કંટાળો ન આવે. આર્થિક આયોજન પર ધ્યાન આપવું અને બિનજરૂરી ખરીદીથી બચવું. વ્યવસાયિક ક્ષેત્રે નવી ભાગીદારી શરૂ કરતા પહેલાં વિચાર કરવો. પરિવારના સભ્યો સાથે હસી-મજાકમાં સમય પસાર થશે, જે તમને માનસિક તાજગી આપશે. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ મોસમી બીમારીઓથી સાવધ રહેવું અને ખાનપાનમાં તમારે આજે વિશેષ ધ્યાન રાખવું પડશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક રીતે અત્યંત શુભ રહેવાનો છે. લાંબા સમયથી અટકેલા નાણાં પાછા મળી શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જો કોઈ કોર્ટ-કચેરીના મામલા ચાલતા હોય તો તેમાં તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં ગાઢતા આવશે અને તમે કોઈ રોમેન્ટિક ડેટ પર જઈ શકો છો. સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે નવી તકો પ્રાપ્ત થશે. ગણેશજીની પૂજા કરવાથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થશે અને મન પ્રસન્ન રહેશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.

વૃશ્ચિક રાશિના જાતકોએ આજે સાવધાની રાખવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં વિરોધીઓ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, તેથી તમારી યોજનાઓ ગુપ્ત રાખવી. ગુસ્સા પર નિયંત્રણ રાખવું, નહીંતર પારિવારિક શાંતિમાં ખલેલ પડી શકે છે. નાણાકીય બાબતોમાં ખેંચતાણ અનુભવાય, તેથી બજેટ બનાવીને ચાલવું. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. મનને શાંત રાખવા માટે કોઈ આધ્યાત્મિક પુસ્તકનું વાંચન કરવું હિતાવહ છે. સાંજના સમયે કોઈ સારા સમાચાર મળવાથી મન હળવું થશે. આજે કોઈને કોઈ પણ વચન આપતાં પહેલાં સાવધાની રાખો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ અને શાંતિમય રહેશે. આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને તમે કોઈ સેવાકાર્યમાં જોડાઈ શકો છો. કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપારમાં અણધાર્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે સુમેળ રહેશે અને ઘરમાં શાંતિ જળવાઈ રહેશે. જો તમે નવું મકાન કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો દિવસ અનુકૂળ છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે તાજગી અનુભવશો. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે, અને તમે હસી-ખુશીનો માહોલ જોવા મળશે.

આજે મકર રાશિના જાતકો માટે દિવસ પોતાના કામમાં એકદમ સક્રિય રહેવાનો રહેશે. ઓફિસમાં તમને સોંપવામાં આવેલી જવાબદારીઓની અવગણના ન કરવી, કારણ કે તમારા પર કામનું ભારણ વધી શકે છે. વ્યાપારીઓ માટે દિવસ વ્યસ્ત રહેશે, પરંતુ મહેનતનું યોગ્ય વળતર મળશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ સાધારણ રહેશે, તેથી રોકાણ કરતા પહેલા પૂરેપૂરી તપાસ કરવી. પરિવારમાં કોઈ સભ્ય સાથે મતભેદ થઈ શકે છે, તેથી ધીરજથી કામ લેવું. સ્વાસ્થ્યની બાબતમાં સ્નાયુઓના દુખાવાથી સાવધ રહેવું. ગણેશજીને મોદકનો ભોગ ધરાવવાથી તમારી મુશ્કેલીઓ દૂર થશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવર્તન લાવનારો રહેશે. તમને નવી નોકરી અથવા બિઝનેસ પ્રપોઝલ મળી શકે છે, જે તમારા ભવિષ્ય માટે લાભદાયક રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમારી લોકપ્રિયતા વધશે. મિત્રો સાથે કોઈ ટ્રિપ પર જવાનું આયોજન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો માટે દિવસ રોમેન્ટિક રહેશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો. આવકમાં વૃદ્ધિના યોગ છે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને મન ઉત્સાહથી ભરપૂર રહેશે. આજે જીવનસાથે સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ અને શાંતિપૂર્ણ રહેશે. આજે ઘરના વડીલોના આશીર્વાદથી તમારા દરેક કામ સરળતાથી પૂરા થશે. આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે, જેને કારણે તમને માનસિક શાંતિનો અહેસાસ થશે. જો તમે કલા કે લેખન સાથે જોડાયેલા હોવ તો તમારી પ્રતિભાને ખીલવવાની નવી તક મળશે. પરિવારમાં સુમેળ રહેશે અને કોઈ જૂનો વિવાદ ઉકેલાશે. સંતાન પક્ષ તરફથી કોઈ ગર્વ લેવા લાયક સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે માનસિક રીતે હળવાશ અનુભવશો. આજે સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે.


