આજનું રાશિફળ (03-08-25): આ પાંચ રાશિના જાતકોને આજે મળી શકે છે કોઈ Good News, જોઈ લો તમારી રાશિ પણ છે ને? | મુંબઈ સમાચાર

આજનું રાશિફળ (03-08-25): આ પાંચ રાશિના જાતકોને આજે મળી શકે છે કોઈ Good News, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને કોઈ નવી નોકરી વગેરે મળી શકે છે. સંતાનને કોઈ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપશો. આજે તમે કોઈની વાતોમાં આવીને રોકાણ કરી શકો છો. કોઈ કામને લઈને મનમાં કોઈ મૂંઝવણ છે તો તમારે આજે એ કામમાં બિલકુલ આગળ ના વધવું જોઈએ. આજે તમારે તમારા કામને ધીરજ અને હિંમતથી પૂરા કરવા પડશે. સ્વાસ્થ્યમાં જો કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તે પણ દૂર થઈ રહી છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આસપાસમાં રહેલાં શત્રુઓને ઓળખીને સાવધ રહેવાનો રહેશે. સંતાનને કોઈ પુરસ્કાર મળવાથી આજે તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વૈવાહિક જીવનમાં જો કોઈ સમસ્યા આવી રહી હશે તો એમાંથી પણ મહદ અંશે રાહત મળી રહી છે. આજે તમારે તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખવું પડશે. આજે કોઈ કામને લઈને તમારે બીજા પર આધાર ના રાખવો જોઈએ.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળો રહેશે, એટલે તમારે તમા સ્વાસ્થ્યને લઈને કાળજી રાખવી પડશે. કોઈ કાયદાકીય બાબત આજે તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. આજે તમે કોઈની મદદ માટે આગળ આવશો. ભૂતકાળની ભૂલમાંથી આજે તમારે બોધપાઠ લેવો પડશે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારા સંબંધોમાં કડવાશ આવશે, જેને કારણે તમારા પારિવારિક સંબંધો નબળા પડી શકે છે.

કર્ક રાશિના જાતકોના મનમાં આજે પરસ્પર સહયોગની ભાવના બની રહેશે. આજે તમારા મનમાં કોઈ કામને લઈને ઉથલપાથલ ચાલી રહી હશે તો તેનો પણ ઉકેલ આવી શકે છે. આજે સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપવું પડશે. આજે તમારે કોઈ વાતને ઉપરી અધિકારી તમારાથી નારાજ થઈ શકે છે. આજે તમે તમારા મનમૌજી સ્વભાવને કારણે લોકોને ચિંતામાં નાખી દેશો. કોઈ નવું કામ કરવાની તમારી ઈચ્છા જાગૃત થઈ શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ જરૂરી કામ પર ધ્યાન આપવાનો રહેશે. ભગવાનની ભક્તિમાં આજે તમારું મન લાગશે. આજે તમારે કોઈ પણ કામમાં જોખમ લેવાથી બચવાનો રહેશે નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આજે તમે દિલથી લોકોનું ભલું વિચારશો પણ તેઓ તેને તમારો સ્વાર્થ સમજી શકે છે. આજે તમારે કોઈ બીજાના મામલામાં ના બોલવું જોઈએ. આજે તમારે કામથી કામ રાખવું પડશે. ઘરના રિનોવેશનનું કામ હાથમાં લેશો.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે મિશ્રફળદાયી રહેશે. આજે જીવનસાથી સાથે મળીને તમારે તમારા કરિયરને લઈને કોઈ નિર્ણય લેવો પડી શકે છે. આજે તમે કોઈ સ્કીમમાં પૈસા રોકશો. ઘરમાં સુખ-સમૃદ્ધિ વધશે અને કોઈ નવી વસ્તુ ખરીદીને લઈ આવશો. આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. તમારું મન આજે કોઈ વાતને કારણે પરેશાન રહેશે. આજે બહારનું ખાવા-પીવાનું ટાળો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાથી ભરપૂર રહેશે. આજે તમારે તમારી ઊર્જા સાચા કામમાં લગાવવી પડશે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં ધ્યાન આપવું પડશે, તો જ સફળતચા મળશે. વિદેશ જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આજે કોઈ સારી ઓપર્ચ્યુનિટી મળી શકે છે. સંતાન તરફથી આજે કોઈ ખુશબરી સાંભળવા મળી શકે છે. તમારી કોઈ જૂની ભૂલ માટે તમને પસ્તાવો થઈ શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. આજે તમને કોઈ ઈજા વગેરે થઈ શકે છે, એટલે કોઈ પાસેથી વાહન ઉધાર લઈને ના ચલાવો. ઘરે કોઈ અતિથિનું આગમન થઈ શકે છે. જો કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો આજે તમે એ પૈસા ચૂકવવાનો પૂરેપૂરો પ્રયાસ કરશો. કોઈ જગ્યાએ નવી લોન વગેરે માટે અરજી કરી શકો છો. આજે તમારે તમારી રહેણી કરણીમાં સુધારો લાવવો પડશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાની અને સતર્ક રહેવાનો રહેશે. આજે તમારે બીજાની વાતોમાં વધારે ના બોલવો પડશે. દૂર રહેતાં કોઈ સંબંધી આજે તમારી મુલાકાતે આવી શકે છે. માતા-પિતા સાથે આજે કોઈ કામકાજ માટે વાત કરી શકો છો. બિઝનેસમાં આજે તમને કેટલીક સમસ્યાઓ અનુભવાશે. સિંગલ લોકો આજે કોઈ ખાસ વ્યક્તિને મળશે. તમારે તમારી વાણી પર ખાસ સંયમ રાખવો પડશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આળસને ત્યાગીને આગળ વધવાનો રહેશે. ધાર્મિક કાર્યમાં આજે તમારો રસ વધી રહ્યો છે. આજે તમારે કોઈની વાતમાં આવીને રોકાણ કરવાથી બચવું પડશે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. નોકરી માટે કોઈ જગ્યાએથી ઓફર આવી શકે છે. આજે હરવા ફરવા દરમિયાન કેટલીક મહત્ત્વની માહિતી મળી શકે છે. સામાજિક કાર્યક્રમનો હિસ્સો બની શકો છો.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યો છે. કામના સ્થળે તમે તમારા સારા વિચારોનો લાભ ઉઠાવશો. આજે ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. કોઈ પારિવારિક સમસ્યા સતાવી રહી હતી તો આજે તમારે બેસીને એનો પણ ઉકેલ લાવવો પડશે. નવી ગાડી કે ઘર વગેરે ખરીદવાની ઈચ્છા પૂરી થઈ રહી છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવાનો રહેશે. ઉતાવળમાં આજે તમે કોઈ ભૂલ કરી શકો છો. પ્રોપર્ટીની કોઈ ડીલ લાંબા સમયથી અટવાયેલી હશે તો આજે એ પૂરી થઈ રહી છે. વાહનનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો પડશે. પોતાના ખર્ચની યોજના બનાવીને ચાલો, નહીંતર તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં સમસ્યા થતાં આજે મન થોડું પરેશાન રહેશે.

આપણ વાંચો: Rakshabandhan: જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે આ વર્ષે રાશિ પ્રમાણે બાંધો ભાઈને રાખડી…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button