રાશિફળ

આજનું રાશિફળ (02-11-25): રવિવારનો દિવસ આજે આ રાશિના જાતકો માટે લઈને આવશે Good News…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ લેવડદેવડની બાબતમાં સાવધાની રાખવાનો રહેશે. આજે દાન-ધર્મના કામમાં તમારો રસ વધશે. આર્થિક બાબતોમાં આજે સાવધાની રાખવી પડશે. છુપા શત્રુથી આજે તમારે ખાસ સાવધાની રાખવાની રહેશે. કોઈ કામ અધૂરું રહેશે જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. કોઈ પણ વાદ-વિવાદમાં પડવાથી બચવું પડશે. વિદ્યાર્થીઓનું મન આજે અભ્યાસ સિવાય અહીંયા ત્યાંની બાબતોમાં રહેશે.

વૃષભ રાશિના જાતકોને આજે કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. વેપારમાં આજે પ્રગતિ થશે. નવા નવા લોકો સાથે આજે મુલાકાત થશે, જેનાથી ભવિષ્યમાં લાભ થશે. સરકારી નોકરી કરી રહેલાં લોકોને આજે પ્રમોશન વગેરે મળી શકે છે. પરિવારના કોઈ સભ્યના લગ્નમાં જો અવરોધ આવી રહ્યો હશે તો તે દૂર થશે. આજે અંગત બાબતોમાં બહારની વ્યક્તિની સલાહ લેવાથી બચો, નહીં વિવાદ થશે.

મિથુન રાશિના જાતકોના પદ અને પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થઈ શકે છે. સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થઈ શકે છે. આજે તમારી સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. પારિવારિક મતભેદ આજે પૂરા થશે. બેંકિંગ કે ફાઈનાન્સ સેક્ટર સાથે સંકળાયેલા લોકો માટે દિવસ ખૂબ જ લાભદાયી રહેશે. આજે આ રાશિના જાતકોએ તેમની મહિલા મિત્રોથી ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે તમને એક પછી એક નવી તક મળતાં તમારું મન પ્રસન્ન રહેશે. લાંબાગાળાની યોજનાઓ સફળ થવાની શક્યતા છે. આજે પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. લાંબા સમય બાદ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધનલાભ લઈને આવશે. પરિવાર પાસેથી આજે તમને પ્રેમ અને સંપૂર્ણ સાથ-સહકાર મળી શકે છે. આજે તમારે સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે. બિઝનેસ કરી રહેલાં લોકોએ આજે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈને આગળ વધવુ હિતાવહ રહેશે. સાસરિયાઓ તરફથી આર્થિક લાભ શક્ય છે. માતાજી આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. આજે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વેપારમાં આજે મનચાહ્યો લાભ થશે. પાર્ટનરશિપમાં કરેલાં કોઈ પણ કામથી તમને લાભ જ લાભ થઈ રહ્યો છે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આજે મિત્ર માટે તમારે પૈસાની થોડી વ્યવસ્થા કરવી પડશે. કોઈને પણ વિના માંગ્યે સલાહ ના આપશો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે કામના સ્થળે તમારે તમારા છુપા શત્રુઓથી સાવધાન રહેવાનો રહેશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોના રહસ્યો આજે સામે આવી શકે છે. મિત્રના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા સતાવતા મન થોડું વ્યગ્ર રહેશે. ધાર્મિક આયોજનમાં સહભાગી થવાનો મોકો મળશે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે સારા સમાચાર સાંભળવા મળશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ વિનાકારણ વાદ-વિવાદમાં પડવાથી બચવાનો રહેશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલાં લોકોના કામમાં આજે થોડો વિલંબ આવી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે. કોઈ હરિફાઈમાં ભાગ લીધો હશે તો આજે એમાં તમને સફળતા મળશે. સંતાનને કારણે આજે મન થોડું ઉદાસ રહેશે. જીવનસાથી તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ કામ ઉતાવળમાં કરવાથી બચવાનો રહેશે. આજે તમારે તમારા બિઝનેસ પર ખાસ ધ્યાન આપવું પડશે. વિરોધીઓ આજે તમને પરેશાન કરવામાં કોઈ કમી બાકી નહીં રાખે, પરંતુ માતા-પિતાના આશિર્વાદથી આજે તમે એમાંથી સરળતાથી બહાર આવી શકશો. આજે મોટાઓની સલાહને અનુસરવું તમારા માટે ફાયદાકારક રહેશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે. આજે તમારા અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. આજે તમને ધાર્મિક યાત્રા પર જવાનો મોકો મળશે. તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થતાં તમારું મન પ્રસન્ન રહેશે. પિતાજીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. સંતાન પાસેથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જીવનસાથી માટે કોઈ સરપ્રાઈઝનું પ્લાનિંગ કરશો.

આજે આ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસમાં વધારો થશે. આજે તમારે તમારી રહેણી-કરણીમાં સુધારો લાવવો પડશે. કોઈ સહયોગી તરફથી છેતરપિંડી થવાની પૂરેપૂરી શક્યતા છે. તમારે તમારી લાઈફસ્ટાઈલને જાળવી રાખવી પડશે. પરિવાર સાથે હસી ખુશી સમય પસાર કરશો. આજે તમારે તમારી ભૂતકાળની ભૂલમાંથી બોધપાઠ લેવો પડશે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી સાંભળવા મળી શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યમાં આગળ વધીને નામ કમાવવાનો રહેશે. વેપાર કરી રહેલાં લોકોને આજે લાભ થશે. પાર્ટનરશિપ કરતી વખતે આજે તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. કાયદાકીય બાબતોમાં આજે ખાસ સાવધાની રાખવાનો રહેશે. આવકમાં વૃદ્ધિ થશે. આજે તમે સરળતાથી બીજાનો વિશ્વાસ જિતી લેશો. સંતાન તમારી પાસેથી આજે કોઈ વસ્તુ માંગી શકે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button