આજનું રાશિફળ (02-10-25): દશેરા પર પાંચ રાશિના ઉઘડી જશે ભાગ્ય, થશે લાભ જ લાભ… | મુંબઈ સમાચાર
રાશિફળ

આજનું રાશિફળ (02-10-25): દશેરા પર પાંચ રાશિના ઉઘડી જશે ભાગ્ય, થશે લાભ જ લાભ…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આવક અને બજેટ વચ્ચે સમન્વય જાળવીને આગળ વધવાનો રહેશે. આજે કેટલાક લોકો સાથે તમારી મુલાકાત થશે. તમારે તમારા કામની યોજના બનાવીને આગળ વધવું પડશે. નાણાંકીય યોજના માટે આજે વરિષ્ઠ સભ્યની સલાહ મળી શકે છે. આજે કોઈ કામને લઈને પોતાની મનમરજી ચલાવવાથી બચવું પડશે. તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. સંતાનને અભ્યાસ માટે કોઈ જગ્યાએ બહાર જવું પડી શકે છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ અવરોધ વિના આગળ વધવાનો રહેશે. પરસ્પર સહકારની ભાવના તમારા મનમાં જળવાઈ રહેશે. આજે અધિકારીઓ તમારો સાથ આપશે. તમારા કામ પર તમારે પૂરેપૂરું ફોકસ બનાવશો. સાસરિયામાંથી આજે કોઈ વ્યક્તિ સાથે વાદ-વિવાદમાં પડવાનું ટાળો. શારીરિક સમસ્યાઓ આજે તમારા માટે મુશ્કેલી વધી શકે છે. ભાઈ-બહેન સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ બુદ્ધિ અને વિવેકથી કામ લેવાનો રહેશે. તમારા પર કામનું દબાણ આજે વધશે. જો કોઈ જગ્યાએ પ્રવાસ પર જવાની ઈચ્છા હશે તો તે પણ પૂરી થશે. આજે બોસની કોઈ વાત તરફ દુર્લક્ષ ના કરશો. જીવનસાથી આજે તમારી પાસેથી કોઈ વસ્તુની માગણી કરી શકે છે. હરવા-ફરવા દરમિયાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે. ખાણી-પીણી પર ખાસ ધ્યાન આપવું પડશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ખુશનુમા રહેશે. કામના સ્થળે આજે કોઈ પુરસ્કાર વગેરે મળી શકે છે. તમારા કામમાં જો કોઈ અવરોધ આવી રહ્યો હશે તો તે પણ દૂર થઈ રહ્યો છે. તમારું કોઈ લક્ષ્ય નક્કી કરીને ચાલો. આજે તમે તમારા બોસ સાથે પગારવધારો કે પ્રમોશનને લઈને વાત કરશો. ઘરની સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખશો. તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે. નાની નાની વાતો દિલ પર લગાવવાનું ટાળો.

સિંહ રાશિના જાતકો આજે મહેનત કરવાથી બિલકુલ પાછળ નહીં હઠે અને કોઈ પણ મુશ્કેલીનો તમે ખૂબ જ હિંમતથી સામનો કરશો. તમારી મુલાકાત કેટલાક ખાસ લોકો સાથે થઈ શકે છે. કામના સ્થળે આજે તમારા કામની પ્રશંસા થશે. વિના કારણ કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળો. ભાઈ-બહેનથી આજે કોઈ વાતને લઈને ખટપટ થઈ શકે છે. વરિષ્ઠ સદસ્ય સાથે આજે તમે સમય પસાર કરશો. પારિવારિક સમસ્યાઓને દૂર કરવાનો મોકો મળશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. કાયદાકીય બાબતમાં આજે કોઈ નિર્ણય તમારી તરફેણમાં આવી શકે છે. ઘરની સજાવટ પર આજે તમે ખાસ ધ્યાન આપશો. સંતાન તમારી અપેક્ષા ખરું ઉતરશે. આજે તમારું મન કોઈ વાતને લઈને પરેશાન રહેશે, જેના માટે તમારે તમારા માતા-પિતા સાથે વાત કરી શકો છો. આજે વિપરીત પરિસ્થિતિમાં પણ તમારે ધીરજથી કામ લેવું પડશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સુધારો કરવાનો રહેશે. પ્રોપર્ટી કે વાહન વગેરે ખરીદવા માટે દિવસ અનુકૂળ રહેશે. આજે અટકી પડેલા પૈસા પાછા મળવાની પૂરેપૂરી શક્યતા છે. રાજકારણીઓ આજે પોતાના કામ પૂરા કરવાનો પ્રયાસ કરશે. નોકરી કરી રહેલાં લોકોએ આજે કામના સ્થળે કોઈ પણ પોલિટિક્સમાં પડવાથી બચવાનું રહેશે. આજે પરિવારમાં કોઈ સદસ્યના લગ્નમાં આવી રહેલાં અવરોધ દૂર થશે. જીવનાથી સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી કુશળતામાં વધારો લઈને આવી રહ્યો છે. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો તો એમાં સફળતા મળશે. આજે તમારા મિત્રની કોઈ વાત ખરાબ લાગી શકે છે. ઉચ્ચ શિક્ષણના માર્ગ ખુલી રહ્યા છે. આજે અજાણ્યા લોકોથી થોડા દૂર રહેશે. પરિવારના કોઈ સદસ્યના સ્વાસ્થ્યમાં આજે ગડબડ થઈ શકે છે. પાર્ટનરશિપમાં કોઈ કામ શરૂ કરી શકો છો. નોકરીમાં બોસ તમારા કામથી ખૂબ જ ખુશ થશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક એકજૂટતાથી આગળ વધવાનો રહેશે. તમારી કળા-કુશળતામાં વધારો થઈ રહ્યો છે. દૂર રહેતાં કોઈ સંબંધીની યાદ તમને સતાવી શકે છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો આજે પોતાના કામ ઝડપથી પૂરા કરશો. તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. તમારા ખર્ચ તમારી મુશ્કેલી વધી શકે છે. ઘરે કોઈ પૂજા-પાઠનું આયોજન થઈ રહ્યું છે. કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હતી તો તે પાછી મળી શકે છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યથી નામ કમાવવાનો રહેશે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. બિઝનેસ કરી રહેલાં લોકો આજે પોતાની યોજનાઓને આગળ વધારશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો આજે પોતાની યોજના વિશે કોઈ વરિષ્ઠ સાથે ચર્ચા કરશો. સંતાન સાથે કોઈ મુદ્દે બોલચાલી થઈ શકે છે. સરકારી યોજનાઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને સંયમથી આગળ વધી રહ્યો છે. તમારા પર કામનું દબાણ વધતાં તમે થોડા પરેશાન રહેશો. સરકારી કામકાજમાં પણ આજે તમારે ખૂબ જ ધ્યાન આપવું પડશે. કામને લઈને લાપરવાહી દેખાડવાનું ટાળો. પરિવારમાં કોઈ સદસ્યના લગ્ન નક્કી થઈ શકે છે. જીવનસાથી સાથે ખભેખભા મળીને આગળ વધશો અને એનાથી તમારી આવકમાં વધારો થશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ મોટી ઉપલબ્ધિ લઈને આવશે. બિઝનેસ,માં આજે તમને સારો એવો લાભ થઈ રહ્યો છે. માતાજીની કોઈ વાત આજે ખરાબ લાગી શકે છે. પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. પ્રોપર્ટીને લઈને કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે, અને તમારે એના પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થઈ રહી છે.

આ પણ વાંચો: 27 વર્ષે શનિદેવ કરશે નક્ષત્ર પરિવર્તન, નોકરી અને બિઝનેસમાં થશે ભરપૂર લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button