આજનું રાશિફળ (02-09-25): સપ્ટેમ્બર મહિનાનો બીજો દિવસ કેવો રહેશે તમારા માટે? જાણી લો એક ક્લિક પર… | મુંબઈ સમાચાર
રાશિફળ

આજનું રાશિફળ (02-09-25): સપ્ટેમ્બર મહિનાનો બીજો દિવસ કેવો રહેશે તમારા માટે? જાણી લો એક ક્લિક પર…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કોઈ વાતને લઈને આજે તમારું મન થોડું પરેશાન રહેશે. આર્થિક સ્થિતિ પણ પહેલાંની સરખામણીએ થોડી ડામાડોળ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ જગ્યાએ પૈસા રોકવા પડે કે ખર્ચવા પડે તો ખૂબ જ સમજી વિચારીને કરો. બિઝનેસ કરી રહેલાં લોકોએ આજે કોઈ પર પણ આંખ બંધ કરીને ભરોસો ના કરવો જોઈએ. પ્રેમજીવન જીવી રહેલાં લોકો આજે પાર્ટનર સાથે સારો એવો સમય પસાર કરશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. વૈવાહિક જીવનમાં પણ ખુશહાલી આવશે. ધાર્મિક કાર્યમાં આજે તમારું મન લાગશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમયગાળો અનુકૂળ અને સારો રહેશે. કોઈ પણ કામ હાથમાં લેશો એમાં તમને પિતાનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. પરિવાર કે મિત્રો સાથે કોઈ જગ્યાએ યાત્રા પર જવાનું પ્લાનિંગ કરી શકો છો. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ સારું રહેશે. આજે એક કરતાં અનેક સ્રોતમાંથી આવક થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસની સરખામણીએ સામાન્ય રહેશે. આજે કોઈ કામ કે વાતને કારણે માનસિક તાણ અનુભવાશે. કામના સ્થળે તમારી વ્યસ્તતા વધી રહી છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. બિઝનેસ કરી રહેલાં લોકોની સ્થિતિમાં આજે સુધારો થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં મજબૂત બની રહી છે. આજે કોઈ મિત્ર કે સલાહકાર પાસેથી સલાહ લેવાનું રાખો, નહીં તો પાછળથી પસ્તાવવાનો વારો આવી શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ નહીં રહે. માનસિક સ્થિતિ પણ થોડી ડામાડોળ રહેશે. જીવનમાં ભાગદોડ વધી શકે છે, જેને કારણે તમે થોડા ચિંતિત રહેશો. તમારી આસપાસના વાદ-વિવાદથી દૂર રહો. નોકરી કરી રહેલાં લોકોને આજે પ્રમોશન મળતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. આજે પાર્ટનર સાથે કોઈ મુદ્દે વાદ-વિવાદ થઈ શકે છે. આજે પૈસા ખર્ચ કરતી વખતે ખાસ ધ્યાન રાખો.

સિંહ રાશિના જાતકોના જીવનમાં આજે ખૂબ જ મોટા અને મહત્ત્વના ફેરફાર આવી શકે છે. નોકરી અને બિઝનેસમાં લાભ થઈ રહ્યો છે. પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવાનો પ્લાન બનાવી શકો છો. આજે તમારા ખર્ચા વધી શકે છે, પરંતુ એક કરતાં વધુ સ્રોતમાંથી આવક થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. લવલાઈફ સારી રહેશે. કરિયરમાં પ્રગતિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.

કન્યા રાશિના જાતકોએ આજે પોતાના મનને વિપરીત પરિસ્થિતિમાં પણ ખૂબ જ શાંત રાખવું પડશે. ધીરજથી કામ લેવું પડશે. આજે ઉતાવળમાં કે લાગણીમાં આવીને કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો. વધારે પડતાં ઉત્સાહમાં આવીને કોઈ પણ કામ ના કરો. નોકરી અને વેપારમાં ખૂબ જ સમજદારીથી કામ લેવાનું રાખો. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો આજે સુખ-શાંતિનો અનુભવ કરશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. જો લાંબા સમયથી કોઈ માનસિક તાણનો સામનો કરી રહ્યા હતા તો આજે એમાંથી પણ મુક્તિ મળશે. ધીરજથી કામ લેશો તો તમારા માટે સારું રહેશે. આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. જે પણ કામ હાથમાં લેશો તેમાં પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. વિદેશ યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. નોકરી અને વેપાર કરી રહેલાં લોકોને પણ મનચાહ્યો લાભ થતાં ખુશીનો કોઈ પાર નહીં રહે. આજે કોઈ મિત્રના સહકારથી તમારી આવકના સ્રોતમાં વધારો થઈ રહ્યો છે. પરિવારના સાથ-સહકારથી આજે તમારા અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે. માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે પણ આ સમય સારો રહેશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક ફેરફાર લઈને આવી રહ્યો છે. આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. મન શાંત રહેશે અને એને કારણે તમને નવા નવા ક્રિયેટિવ વિચારો આવશે. જીવનસાથી સાથે આજે તમે સારો સમય પસાર કરશો અને એને કારણે તમારા સંબંધોમાં એક મજબૂતી આવશે. નોકરી અને વેપારામાં આજે મોટા મોટા ફેરફારો કરવા માટે અનુકૂળ સમય છે. રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ છે.

આજનો દિવસ મકર રાશિના જાતકો માટે પ્રમાણમાં સારો રહેવાનો છે. નોકરી, વેપાર કે પ્રેમજીવન બધે આજે તમને ધાર્યા પરિણામો મળી રહ્યા છે. આજે તમે જે પણ કામ હાથમાં લેશો એમાં તમને ચોક્કસ સફળતા મળી રહી છે. પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશો. લગ્નની વાત નક્કી થઈ શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં આજે તમારો રસ વધી રહ્યો છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારો આત્મવિશ્વાસ તો સારો રહેશે, પણ તમારા માટે એ મુશ્કેલીનું કારણ બની શકે છે. નોકરી અને બિઝનેસ કરી રહેલાં લોકોને આજે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવકમાં આજે વૃદ્ધિ થઈ શકે છે. આજે વિના કારણ કોઈ પર પણ ગુસ્સો કરવાથી બચો. કુંવારા લોકોના લગ્નની વાત આજે પાક્કી થઈ શકે છે. માનસિક તાણથી દૂર રહો. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો સાવધાનીથી આગળ વધવાનો રહેશે. આજે ખૂબ જ સમજી વિચારીને તમારા પૈસા ખર્ચ કરો, નહીં તો પાછળથી મુશ્કેલી પડી શકે છે. નોકરી અને બિઝનેસ કરી રહેલાં લોકોના ભાગે આજે કેટલીક વધારાની જવાબદારીઓ આવી શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. પ્રેમજીવન જીવી રહેલાં લોકો આજે પોતાના પાર્ટનર સાથે સારો એવો સમય પસાર કરશો. બધાને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરશો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button