રાશિફળ

આજનું રાશિફળ (02-07-25): કન્યા, તુલા અને ધન રાશિને મળશે ભાગ્યનો સાથ, 2nd Julyનો દિવસ કેવો હશે બાકીની રાશિઓ માટે?

મેષ રાશિના જાતકો માટે મૂંઝવણોથી ભરપૂર રહેશે. આજે તમારા મનમાં કોઈને લઈને ઈર્ષ્યાનો ભાવ જોવા મળશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું અટકી પડેલું કામ પૂરું થશે. વાહનોનો ઉપયોગ આજે તમારે ખબ જ સાવધાનીપૂર્વક કરવો પડશે. કામના સ્થળે બોસ દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓને સારી રીતે નિભાવવી પડશે. આજે તમે કોઈ કામને લઈને યોજના બનાવીને ચાવું તમારા માટે પાયદાનો સોદો સાબિત થશે. આજે તમારા મનમાં કોઈ કામને લઈને અવઢવ જોવા મળશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. કોઈ મિત્ર સાથે લાંબા સમય બાદ આજે મુલાકાત થઈ શકે છે. આજે બિઝનેસમાં કોઈ સાથે પણ પાર્ટનરશિપ કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. ઉતાવળમાં નિર્ણય લેવાથી બચો. જીવનસાથીને કોઈ જગ્યાએ હરવા ફરવાનો રહેશે. પેટ સંબંધિત સમસ્યાઓ પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે, અને ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખવું પડશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મોજ-મસ્તીથી ભરપૂર રહેશે. ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. જો કોઈ કામને લઈને આજે મનમાં શંકા હોય તો તેમાં આગળ વધવાનું ટાળો. કાયદાકીય બાબત આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. કામના સ્થળે તમારા વિરોધીઓ આજે તમારું કામ બગાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે. ઘરે કોઈ અતિથિનું આગમન થશે, જેને કારણે માહોલ ખુશનુમા રહેશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધનલાભ લઈને આવશે. પૈસાને લઈને કોઈ સમસ્યા સતાવી રહી હતી તો તે પણ દૂર થશે. તમારી તરફ ચારેય બાજુ વાતાવરણ એકદમ ખુશનુમા રહેશે. આજે તમારે તમારી ઊર્જાનો ઉપયોગ સાચા કામમાં કરવો પડશે. સંતાને કોઈ પરિક્ષા આપી હશે તો તેનું પરિણામ આવી શકે છે. આજે કોઈ પણ કામને લઈને તમારે થોડી સમજદારી દેખાડવી પડશે. આજે તમારો કંઈક નવો કરવાનો પ્રયાસ સફળ થશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ વધી રહેલાં ખર્ચા પર ધ્યાન આપવાનો રહેશે. નોકરીને લઈને પરેશાન લોકોને પણ આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મિત્રો સાથે થોડો સમય મોજ-મસ્તીમાં પસાર કરશો. પરિવારમાં તમારે લોકોની સાથે એકજૂટતા બનાવી રાખવી પડશે. આજે કોઈ જગ્યાએ ફરવા જાવ તો માતા-પિતાના આશિર્વાદ લઈને બહાર નીકળો. બિઝનેસમાં સમજી વિચારીને પૈસા રોકવા જોઈએ, નહીં તો પાછળથી મોટું નુકસાન થઈ શકે છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. લાંબા સમયથી અટકી પડેલું કોઈ કામ આજે પૂરું થશે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ ઉઠાવશો. સ્વાસ્થ્યને લઈને થોડા જરૂરી ટેસ્ટ કરાવવા પડી શકે છે. કોઈ વાતને લઈને થોડા ચિંતિત રહેશો. સંતાનને કોઈ વચન આપ્યું હશે તો તે પૂરું કરવું પડશે, નહીં તો તે તમારાથી નારાજ થશે. નવું ઘર ખરીદવાની ઈચ્છા પૂરી થશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને સંયમથી કામ લેવાનો રહેશે. આજે તમારે તમારા કામમાં એકાગ્રતા દેખાડીને કામ કરવું પડશે. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે. પરિવારમાં કોઈ ધાર્મિક કા માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. ભાઈ-બહેનના સંબંધોમાં જો આજે કડવાશ હતી તો તમારે વાણી-વર્તન પર ખાસ ધ્યાન આપવું પડશે. આજે વિના કારણ કોઈના મામલામાં બોલવાનું ટાળો. નોકરીમાં પ્રમોશન વગેરે મળી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. આજે તમારે તમારા કામમાં એકાગ્રતા જાળવી રાખવી પડશે તો જ તમને સફળતા મળશે. વિદ્યાર્થીઓને પણ આજે અભ્યાસમાં સારી એવી સફળતા મળશે. આજે તમારી કોઈ જૂની ભૂલ આજે લોકોની સામે આવશે. સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહેલાં લોકોએ તેમના પ્રયાસોમાં સફળતા મળશે. પૈતૃક સંપત્તિને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તેન દૂર થશે. જીવનસાથી માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરશો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાથી કામ કરવાનો રહેશે. આજે તમારે તમારા કામ પર પૂરું ધ્યાન આપવું પડશે. આજે તમે કોઈ જગ્યાએ સારી એવી રકમ ખર્ચ કરશો. આજે પરિવારમાં કોઈ વાદ-વિવાદ થઈ શકે છે. આજે તમારે વરિષ્ઠ સભ્યની સલાહ લેવી પડી શકે છે. આજે તમારો કોઈ મિત્ર તમારી પાસે રોકાણ સંબંધિત કોઈ સ્કીમ લઈને આવી શકે છે, જેમાં તમે સમજી વિચારીને રોકાણ કરશો તો તમારા માટે સારું રહેશે.

મકર રાશિના રાજકારણ સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ સારો રહેશે. આજે તમને કોઈ પુરસ્કાર વગેરે મળી શકે છે. કોઈ નવું કામ કરવાની ઈચ્છા જાગૃત થશે. ઘરમાં મહેમાનનું આગમન થતાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રોપર્ટીને લઈને કોઈ ડીલ ફાઈનલ થઈ હતી તો આજે એ ફાઈનલ થઈ શકે છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ચઢાવ ઉતારથી ભરપૂર રહેશે. કામને લઈને આજે તમારે કોઈ વિદેશ યાત્રા પર પણ જવું પડી શકે છે. બિઝનેસમાં કોઈ ઉતાવળમાં નિર્ણય લેશો તો પાછળથી પસ્તાવવાનો વારો આવશે. આજે કામને લઈને તમારે તમારી મનમર્જી ચલાવવાનું બંધ કરવું પડશે. બેંકિગ સેક્ટર સાથે સંકળાયેલા લોકો કોઈ સ્કીમમાં પૈસા રોકશો. આજે તમારે તમારી આસપાસના લોકોથી સાવધ રહેવાની જરૂર છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓ લઈને આવશે. આજે તમારા ઘર-પરિવારમાં મનભેદ વધશે. કામના સ્થળે આજે તમને કોઈ મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. આજે માતા-પિતા સાથે પારિવારિક મામલાને લઈને વાત કરશો. જીવનસાથીની નોકરી સંબંધિત કોઈ સમસ્યાઓને કઈને પરેશાન હતા તો આજે એનો પણ ઉકેલ આવી શકે છે. સંતાનના કરિયરને લઈને આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button