આજનું રાશિફળ (01-10-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો હશે બુધવારનો દિવસ? જાણી લો એક ક્લિક પર…
રાશિફળ

આજનું રાશિફળ (01-10-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો હશે બુધવારનો દિવસ? જાણી લો એક ક્લિક પર…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા કપડાં અને દ્વેલરી ખરીદવાનો રહેશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે પરિવાર સાથે કોઈ મુદ્દે વાદ-વિવાદ થઈ શકે છે. નોકરી કરી રહેલાં લોકોના આજે કામના સ્થળે કોઈ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. પડોશીઓ માટે આજે તમને સહાનુભૂતિ થઈ શકે છે અને જરૂર પડશે તો તમે તેમની મદદ માટે પણ આગળ આવશો. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની લાગણીઓ પર ખાસ નિયંત્રણ રાખવાનો રહેશે. કોર્ટ-કચેરીના કેસમાં આજે ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ થોડો નબળો રહી શકે છે. બપોર પછી તમારા કામ પર ખાસ ધ્યાન આપો અને તબિયતનું ખાસ ધ્યાન રાખો. આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મૌન રહીને પસાર કરવામાં જ બુદ્ધિમત્તા છે. આજે કોઈ સાથે પણ વાત કરતી વખતે તમારે ખાસ સાવધાની રાખવી પડશે, નહીં તો વાદ-વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે મળીને કોઈ પણ બાબતનો ઉકેલ લાવવો જોઈએ. રોકાણ કરવા માટે આ સમય એકદમ અનુકૂળ છે. પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો છો. આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ લાગણીસભર નિર્ણય લેવાનો રહેશે. આજે તમારા મનમાં હતાશાની ભાવના જોવા મળી શકે છે. આર્થિક દ્રષ્ટિએ આજે તમારા માટે દિવસ સારો રહેશે. માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આજે તમને ધનલાભ થઈ રહ્યો છે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. કોઈ પણ મોટા નિર્ણય આજે કોઈની પણ વાતમાં આવ્યા વિના લેવાનું રાખો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો રહેશે. નવા કામની શરૂઆત કરવા માટે દિવસ એકદમ અનુકૂળ રહેશે. વિદેશમાં રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરશે. ઘરે કોઈ મહેમાનનું આગમન થશે. નોકરી કરી રહેલાં લોકોને આજે કામના સ્થળે કોઈ નવી તક મળી શકે છે.

આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. આજે માતાના સ્વાસ્થ્યની ચિંતા સતાવી શકે છે. આજે વૈચારિક મતભેદ થઈ શકે છે. નવા કામમાં સફળતા મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. બિઝનેસ કરી રહેલાં લોકો આજે કોઈ મોટી ડીલ ફાઈનલ કરી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને આજે પ્રમોશન વગેરે મળી શકે છે. વૈવાહિક જીવનમાં આજે થોડો ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. તમારી ક્રિયેટીવિટીથી આજે નવી ઓળખ મળશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે તેમના સાથીઓનો સંપૂર્ણ સાથ મળી રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકો માટે તેમના શત્રુઓ આજે પરેશાનીનું કારણ બનશે. આર્થિક લાભ થતાં તમારું મન પ્રસન્ન રહેશ. તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. મનચાહ્યું કામ મળી રહેશે. પરિવારની અપેક્ષા પર ખરા નહીં ઉતરો, જેનાથી થોડો તણાવ જોવા મળશે. દરેક ક્ષેત્રે સફળતા મળી રહી છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી રહેવાનો છે. નવા કામની શરૂઆત માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે. કોઈ સાથે પણ વાદ-વિવાદથી બચવાનો રહેશે. સંતાનને લઈને કોઈ ચિંતા સતાવી શકે છે. બપોર બાદ ઘર-પરિવારમાં ખુશહાલી આવશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. વાણી અને વર્તન બંને પર ખાસ નિયંત્રણ રાખો. આજે કોઈ પણ વાદ-વિવાદની સ્થિતિમાં ખૂબ જ સાવધાનીથી પોતાની વાત મૂકો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ બાકી દિવસની સરખામણીએ લાભદાયી રહેવાનો છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. આજે વિરોધીઓને તમે તમારા કામથી જવાબ આપશો. બિઝનેસ કરી રહેલાં લોકોની યોજનાઓ સફળ થઈ રહી છે. નોકરી કરી રહેલાં લોકોને કામના સ્થળે આજે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. કુંવારા લોકોના વિવાહ પ્રસ્તાવ પર મંજૂરીની મહોર લાગશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મનોરંજનના કાર્યક્રમમાં હિસ્સો લેશો. પરિવાર સાથે કોઈ જગ્યાએ યાત્રા પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. મેડિકલ કે કળા ક્ષેત્રે સાથે સંકળાયેલા લોકો આજે કંઈક નવું કરવું પડશે, જેનાથી ભવિષ્યમાં લાભ થઈ રહ્યો છે. કુંવારા લોકોના જીવનમાં ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. આજે તમને કોઈ સરપ્રાઈઝ ભેટ વગેરે મળી શકે છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચાળ રહેવાનો છે. આજે તમારે નુકસાન પહોંચાડનારા લોકોથી ખાસ સાવધ રહેવાની જરૂર છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. આજે કોઈ વાતને લઈને તમને થોડી બૈચેની રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. આજે તમને તમારો કોઈખાસ મિત્ર વિશ્વાસઘાત કરશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મોજ-મસ્તીથી ભરપૂર રહેશે. પરિવાર અને મિત્રો સાથે તમે હસી-ખુશીમાં સમય પસાર કરશો. આજે તમે તમારી જાત માટે જ્વેલરી અને કપડાંની શોપિંગ કરશો. સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. બપોર બાદ તમારે તમારી વાણી પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. બિઝનેસ અને પર્સનલ લાઈફમાં નવા સંબંધોની શરૂઆત થશે. જીવનસાથી સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button