રાશિફળ

આજનું રાશિફળ (01-07-25): July મહિનાનો પહેલો દિવસ પાંચ રાશિના જાતકો માટે રહેશે Goodddyyy Goodddyyy…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મોજ-મસ્તીથી ભરપૂર રહેવાનો છે. આજે તમને સહકર્મચારીની કોઈ વાત ખરાબ લાગી શકે છે. લેવડ-દેવડ સંબંધિત બાબતોમાં આજે તમારે તમારા આંખ-કાન ખુલ્લા રાખવા પડશે. લાંબા સમયથી જો કોઈ કામ અટકી પડ્યું હશે તો આજે એ પણ પૂરું થશે. પિતાની સલાહ માનવી આજે તમારા માટે સારું રહેશે. બિઝનેસને લઈને ભાઈ-બહેનની સલાહ માનશો તો સારું રહેશે. કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો પૈસા પાછા મળી શકે છે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે કળા-કૌશલ્યમાં વધારો કરનારો રહેશે. આજે તમે તમારી પ્રતિભાને નિખારવાનો પ્રયાસ કરશો. આજે તમારા આવકના સોર્સમાં વધારો થશે. સંતાનની સંગતિ પર ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તેઓ ખોટી સંગતમાં ફસાઈ શકે છે. આજે કોઈ નવા બિઝનેસની શરૂઆત માટે ઉતાવળ બિલકુલ ના કરો, નહીં તો એના માટે તમને પસ્તાવો થઈ શકે છે. આજે તમારે કોઈ બીજાના કામ પર આધાર ના રાખવો જોઈએ.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ જોખમ ઉઠાવવાથી બચવાનો રહેશે. બિઝનેસમાં પણ આજે તમારે સમજી વિચારીને જ પૈસા રોકવા જોઈએ, કારણ કે કોઈ નુકસાન થવાની શક્યતા છે. પરિવારમાં આજે કોઈ સભ્યના વિવાહમાં અવરોધ આવી રહ્યો હશે તો તે પણ દૂર થશે. આજે પરિવારના સભ્યો સાથે બેસીને તમે સમસ્યાનું સમાધાન કાઢવાનો પ્રયાસ કરશો. નવું ઘર ખરીદવાની ઈચ્છા પૂરી થશે અને એના માટે તમે લોન લઈને આવશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે ભાઈ-બહેન સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. આજે તમારે તમારી આસપાસના લોકોથી થોડું સતર્ક રહેવું પડશે. કોઈ જવાબદારી મળશે તો કામના સ્થળે એને પૂરું કરવા માટે સહકર્મચારીની મદદ લેશો. કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. સંતાનને આજે કોઈ કોર્સમાં દાખલો અપાવશો. આજે ઘર-પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. કોઈ જૂની ભૂલથી આજે તમારે બોધપાઠ લેવો પડશે. આજે પોતાના કામ કોઈ બીજાના ભરોસા પર ના છોડો. તમારે તમારા પ્રયાસો અને મહેનતમાં આજે ઝડપ લાવવી પડશે. આજે આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશો. ઘરના રિનોવેશનના કામ પર પણ ધ્યાન આપશો. જીવનસાથી સાથે આજે તમે થોડા પ્રેમથી ભરપૂર પળ વિતાવશો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. આજે પરિવારમાં તમે તમારી જવાબદારીથી બિલકુલ પાછળ નહીં હઠો. કામના સ્થળે તમે બોસ સાથે વાતચીત કરશો. આજે તમે તમારી સમસ્યાઓને લઈને ચિંતામાં રહેશો. જીવનસાથીની સલાહ આજે તમારા માટે ખૂબ જ કામની સાબિત થશે. આજે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે કોઈ મોટો ઓર્ડર મળી શકે છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાનો રહેશે. આજે તમારી કોઈ જૂની બિમારી ફરી માથું ઉચકી શકે છે. આજે ઘરે કોઈ મહેમાનનું આગમન થશે. સંતાનને લઈને કોઈ સમસ્યા સતાવી રહી હશે તો આજે તમે એને ઉકેલવાનો પ્રયાસ કરશો. જીવનસાથીની સલાહ આજે તમારા બિઝનેસ માટે ખૂબ જ કામની રહેશે. આજે તમારે તમારા ખાવા-પીવાની બાબતોમાં બિલકુલ ફેરફાર ના કરવો જોઈએ. સાસરિયામાંથી કોઈ વ્યક્તિ આજે તમારી સાથે મેળ-મિલાપ કરવા માટે આવી શકે છે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે, કારણ કે તમને એક પથી એક સારી તકો મળશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું અટકી પડેલું કામ પૂરું થશે. કામના સ્થળે આજે કોઈ સાથે પણ મહત્ત્વની માહિતી શેર કરતાં બચો. આજે તમારે તમારી આંખો અને કાન ખુલા રાખવા પડશે. ઓનલાઈન બિઝનેસ કરી રહેલાં લોકોને આજે કોઈ મોટું ઓર્ડર મળી શકે છે.

ધન રાશિના જે જાતકો આજે નોકરી શોધી રહ્યા છે એમના માટે સારો રહેશે. વાહનોનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરવો પડશે. આજે તમે કોઈ સાથે બિઝનેસમાં પાર્ટનરશિપ કરો તો ખૂબ જ સાચવીને પાર્ટનરશિપ કરો. આજે અજાણ્યા લોકો પર ભરોસો કરતી વખતે સાવધાની રાખો. પૈસા અટવાઈ ગયા હશે તો એ પાછા મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમે કોઈ જૂનું દેવું ચૂકતે કરવાનો પ્રયાસ કરશો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મનચાહ્યો લાભ કરાવનારો રહેશે. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળી રહી છે. દૂર રહેતાં કોઈ પરિવારના સભ્યની યાદ સતાવી શકે છે. આજે દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી નિરાશાજનક માહિતી સાંભળવા મળશે. કોઈ નવું કામ શરૂ કરવા અનુકૂળ સમય છે. આજે સ્વાસ્થ્યને લઈને લાપરવાહી ના દેખાડો. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન કરશો.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક મપરિણામ લઈને આવશે. આજે તમે તમારા કામ પર પૂરું ધ્યાન આપશો. જરૂરી કામને લઈને કોઈ જગ્યાએ યાત્રા પર જઈ શકો છો. રાજકારણમાં કામ કરી રહેલાં લોકોને આજે કોઈ મોટી જવાબદારીની સાથે પુરસ્કાર પણ મળી શકે છે. આજે કોઈ બીજાના મામલામાં બોલવાથી બચો. પરસ્પર સહયોગની ભાવના તમારી અંદર જોવા મળશે. લોહીના સંબંધોમાં મજબૂતી આવશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ જરૂરી કામ પર ધ્યાન આપવાનો રહેશે. સરકારી બાબતોમાં આજે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડશે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. આજે તમારા કોઈ સહકર્મચારીની વાત ખરાબ લાગી શકે છે. માતા સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. બિઝનેસમાં આજે તમને ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે.

આપણ વાંચો: July મહિનામાં આ પાંચ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે વધારો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button