બુધ અને શનિ બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને? | મુંબઈ સમાચાર
રાશિફળ

બુધ અને શનિ બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક પંચાગ અનુસાર 24 કલાક બાદ એટલે કે 17મી સપ્ટેમ્બરના ગ્રહોના રાજકુમાર બુધ અને ન્યાયના દેવતા શનિ 180 ડિગ્રી પર સ્થિત થઈને પ્રતિયુતિ યોગ બનાવી રહ્યા છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. આ રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે 17મી સપ્ટેમ્બરના રાતે 11.15 કલાકથી બુધ અને શનિ બંને એકબીજાથી 180 ડિગ્રી પર રહેશે. જેને કારણે પ્રતિયુતિ યોગ બની રહ્યો છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે અને તેમનું ભાગ્ય ચમકી ઉઠશે. ચાલો જોઈએ કઈ ચે આ ભાગ્યશાળી રાશિ-

After a century, two powerful yogas will be formed together, a sleeping destiny will awaken.

તુલા રાશિના જાતકો માટે બુધ અને શનિની આ ચાલ સકારાત્મક પરિણામો લઈને આવશે. આવકમાં જોરદાર વધારો જોવા મળી શકે છે અને આવકના નવા નવા સ્રોત ઊભા થી રહ્યા છે. કામના સ્થળે પણ તમારી પ્રગતિ થતાં મન પ્રસન્ન રહેશે. વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકોને પણ સફળતા મળશે. આ સમયે જો રોકાણ કર્યું હશે તો તેનાથી લાભ મળશે.

મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો લાભદાયી થવાનો છે. આ સમયે કામ અને બિઝનેસમાં પણ તમારી પ્રગતિ થઈ રહી છે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે નવી નવી જવાબદારીઓ મળી શકે છે. તમારા સોશિયલ સર્કલમાં વધારો થશે. માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે કોઈ ડીલ ફાઈનલ થઈ શકે છે.


મીન રાશિના જાતકો માટે આ સમયગાળો ફાયદાકારક રહેવાનો છે. અચાનક તમને ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ શકે છે. આ સમયે કારકિર્દી અને પારિવારિક જીવનમાં સંતોષની લાગણી અનુભવાશે. પ્રેમ સંબંધો જીવી રહેલાં લોકો આ સમયે પાર્ટનર સાથે સમય પસાર કરશે. તમારી ઈચ્છાઓ પૂરી થઈ જશે.

આ પણ વાંચો…ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બનશે મુશ્કેલીનું કારણ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button