રાશિફળ

100-200 નહીં 500 વર્ષ પછી બની રહ્યો છે આ યોગ, ત્રણ રાશિના લોકો ધનના ઢગલામાં આળોટશે…

જયોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્ક્સ સમયાંતરે ગોચર કરે છે અને આ ગ્રહ ગોચરની શુભ-અશુભની અસર તમામ રાશિવાળા લોકો પર જોવા મળે છે. ગયા મહિનાની 18મી ઓક્ટોબરના સૂર્યએ ગોચર કરીને તુલા રાશિમાં પ્રવેશ કર્યોં હતો અને ત્યાર બાદ 3જી નવેમ્બરના રોજ શુક્રએ ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશ કર્યો હતો.

આમ સૂર્ય અને શુક્ર બંનેએ સાથે મળીને નીચભંગ રાજયોગ બનાવ્યો છે. આ નીચભંગ રાજયોગની અસર તમામ રાશિઓ પર અસર જોવા મળશે પણ એમાંથી ત્રણ રાશિઓ એવી છે કે જેમના પર આ શુક્ર અને સૂર્યની પણ વિશેષ કૃપા જોવા મળશે. આ જાતકોને નીચભંગ રાજયોગ આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બનાવી રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમના પર આ નીચભંગ રાજયોગની અસર જોવા મળશે-

કન્યા:

કન્યા રાશિના લોકો માટે નીચભંગ રાજયોગ ખુબ જ શુભ સાબિત થવા જઈ રહ્યો છે. આ જાતકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે અને આર્થિક સ્થિતિમાં ઉછાળો જોવા મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. આ રાશિના જાતકોને સફળતા મળી રહી છે. વૃદ્ધો અને ગુરુજનોના આશીર્વાદ લેવાનું તમને ખુબ લાભદાયી નીવડશે. ભાગ્યનો સાથ મળવાથી તમારા અધૂરા કામ પૂરા થશે. આ રાશિના વેપાર સાથે સંકળાયેલા જાતકોને ખુબ જ ફાયદો થઈ રહ્યો છે.

કર્ક:

કર્ક રાશિના લોકો માટે આ નીચભંગ રાજયોગ શુભ ફળદાયી રહેશે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થઈ રહી છે. આ સમયગાળામાં તમને સફળતા મળી રહી છે. વિદેશમાં વેપાર કરી રહેલા લોકોને લાભ થઈ રહ્યો છે. નવી પ્રોપર્ટી અને વાહન ખરીદવાનું મન બનાવી શકો છો. જીવનમાં સુખ સુવિધા વધશે. કોટુંબિક અને વૈવાહિક જીવન સુખમય રહેશે. કરિયરમાં ઉન્નતિ રહેશે.

મકર:

આ રાશિના જાતકોને નીચભંગ રાજયોગ શુભ ફળ આપવા જઈ રહ્યો છે. આ જાતકોને હવે ભાગ્યનો સાથ મળશે. અટકેલા કામ પૂરા થશે. પ્રગતિમાં આવતી બાધાઓ દૂર થશે. ધનની આવક વધશે. કામ કારોબારમાં તમને સફળતા મળશે. તમારી ઈચ્છાઓ પૂરી થશે. જમીન અને વાહનનું સુખ મળશે. વેપારનો વિસ્તાર કરવા માટે સારો સમય છે. તમે લાંબી મુસાફરી પર જવાનો યોગ રચાઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button