ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બનશે મુશ્કેલીનું કારણ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક ચોક્કસ દરજ્જો આપવામાં આવ્યો છે અને તેની ખાસિયત વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. એ જ અનુસંધાનમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેનો તેનો સંબંધ બુદ્ધિ, વેપાર, સંચાર અને બૌદ્ધિક ક્ષમતા સાથે જોડવામાં આવ્યો છે. આવો આ બુધ 48 કલાક બાદ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે તો કેટલીક રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ દુઃખદાયી અને પીડાદાયક રહેવાનું છે.
મળતી માહિતી મુજબ 15મી સપ્ટેમ્બરના બુધ સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કન્યા રાશિના સ્વામી બુધ ખુદ છે અને આવી સ્થિતિમાં બુધનું આ ગોચર ખૂબ જ શક્તિશાળી માનવામાં આવી રહ્યું છે. પરંતુ કેટલીક રાશિના જાતકો માટે બુધનું આ ગોચર કષ્ટદાયી સાબિત થશે. આ રાશિના જાતકોએ ખૂબ જ ફૂંકી ફૂંકીને પગ મૂકવો પડશે. ચાલો જોઈએ કઈ છે આ રાશિઓ કે જેમને સાવધાની રાખવી પડશે.

મેષ રાશિના જાતકો માટે બુધનું આ ગોચર ખૂબ જ નુકસાનદાયક સાબિત થવાનું છે. વૈવાહિક જીવનમાં ગેરસમજણો વધી શકે છે. પૈસા સંબંધિત સમસ્યા પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. વાદ-વિવાદથી દૂર રહેવું પડશે. સીનિયર્સ સાથે બોલાચાલી થતાં તમારી નોકરી સામે જોખમ ઊભું થશે. બિનજરૂરી ખર્ચ વધી શકે છે.

કર્ક રાશિના જાતકોએ બુધના આ ગોચરથી ખૂબ જ સાવધાની રાખવી પડશે. ખર્ચમાં વધારો થશે. વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. સંતાન સાથે પણ બોલાચાલી થઈ શકે છે. ખૂબ જ સાવધાની સાથે આ સમયે કોઈ પણ કામમાં આગળ વધો.

મીન રાશિના જાતકો માટે પણ બુધનું આ ગોચર અપશુકનિયાળ રહેશે. તમારું બજેટ આ સમયે બગડી શકે છે. ખાનગી સંબંધોમાં તણાવ આવી શકે છે. આર્થિક બાબતોમાં તમારે ખાસ સાવધાની રાખવી પડી શકે છે. માન-સન્માનમાં વૃદ્ધિ આવી શકે છે. આ સમય તમારા માટે પડકારજનક રહેવાનો છે. દેવું વધી શકે છે. કારોબારમાં નુકસાનકારક સાબિત થશે.
આ પણ વાંચો…કન્યા રાશિમાં બે વખત થશે સૂર્યગોચર: આ 3 રાશિને થશે મોટો લાભ