ગ્રહોના રાજા સપ્ટેમ્બર મહિનામાં કરશે ગોચર, ચમકી ઉઠશે આ ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય…

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે અને નવે નવ ગ્રહોને અલગ અલગ દરજ્જો આપવામાં આવ્યો છે. બુધને ગ્રહોના રાજકુમારનો તો સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. મંગળને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ તમામ ગ્રહોના ગોચરની 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળે છે. સપ્ટેમ્બર મહિનામાં ગ્રહોના રાજા સૂર્ય ગોચર કરશે, જેને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે.
મળતી માહિતી મુજબ સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં ગોચર કરશે. કન્યા રાશિમાં સૂર્યનું ગોચર 17મી સપ્ટેમ્બરના બપોરે 1.54 કલાકે થશે. સૂર્ય 16મી ઓક્ટોબર સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેસે. કન્યા રાશિનો સ્વામી બુધ છે અને તે ગ્રહોનો રાજકુમાર છે.
કન્યા રાશિમાં સૂર્યનું ગોચર 12-12 રાશિના જાતકો માટે શુકનિયાળ રહેશે, પણ કેટલીક રાશિઓ છે કે જેમને આ ગોચરથી ખૂબ જ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે લાભ જ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કામમાં સફળતા મળશે. આજે સ્વપ્ન પૂરું થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નવી નોકરી મળવાની શક્યતા છે. બિઝનેસમાં પણ તમારી યોજના સફળ થશે. નાણાંકીય સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. પૈસા મેળવવાની પૂરેપૂરી શક્યતા છે. બચત કરવાના તમારા પ્રયાસો પણ સફળ થઈ રહ્યા છે.

તુલા રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર લાભદાયી રહેવાનું છે. આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં વધારે સારી રહેશે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે બીજી સારી નોકરીની ઓફર આવી શકે છે. બિઝનેસમાં પણ નફો થઈ રહ્યો છે. જીવનસાથી સાથે સારી એવી વાતચીત કરશો. કોઈ સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે.

મિથુન રાશિના જાતકો માટે આ સમય સૂર્યના ગોચરથી શુભ પરિણામ મળી રહ્યા છે. કામના સ્થળે આ સમયે તમને કોઈ નવી જવાબદારી સંભાળવા મળી શકે છે. આજે તમે પ્રગતિના રસ્તે આગળ વધશો. નાણાંકીય સ્થિતિ પણ વધારે મજબૂત થઈ રહી છે. જીવનસાથી તરફથી સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. માનસિક શાંતિનો અનુભવ થશે.
આ પણ વાંચો…Ganeshotsav-2025: આ છે ગણપતિ બાપ્પાની મનગમતી રાશિઓ, ગણેશોત્સવથી શરૂ થશે Golden Period…