મે મહિનામાં ગ્રહોના રાજા કરશે રાશિ પરિવર્તન, ત્રણ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…

મે મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. આ સમયે અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે, જેને કારણે 12-12 રાશિના જાતકો પર તેની અસર જોવા મળશે. આજે આપણે અહીં આવા જ એક મહત્ત્વના ગોચર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ કયો છે આ ગ્રહ અને તેની કઈ રાશિના જાતકો પર અસર જોવા મળશે.
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સૂર્યને હિંમત, આત્મવિશ્વાસ, પરાક્રમ અને સુખ-સમૃદ્ધિનો કારક માનવામાં આવ્યો છે. સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે, જેની અસર તમામ રાશિઓ પર ઓછા વધતા પ્રમાણમાં જોવા મળે છે. આ મહિને 15મી તારીખના સૂર્ય વૃષભ રાશિમાં ગોચર કરશે અને 14મી જૂન સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે.
વૃષભ રાશિનો સ્વામી ચંદ્ર છે અને સૂર્યના વૃષભ રાશિમાં ગોચરને કારણે કેટલીક ભાગ્યશાળી રાશિઓને લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોના સામાજિક માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. ચાલો જોઈએ સૂર્યનું વૃષભ રાશિમાં થઈ રહેલું ગોચર કઈ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે.
આ જ રાશિમાં સૂર્યનું ગોચર થઈ રહ્યું છે જેને કારણે આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમને તમારા પ્રિયજનનો સાથ-સહકાર મળશે. કામના સ્થળે તમે નવી ઓળખ બનાવવામાં સફળ થશો. લગ્નજીવન સારું રહેશે. તમને તમારા કરિયરમાં સારી તક મળી શકે છે. કુંવારા લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. નાણાંકીય સ્થિતિમાં સુધારો થશે.
મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. તમારી વાણીનો પ્રભાવ જોવા મળશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તે પાછા મળી શકે છે. વેપારીઓના નવા સોદા ફાઈનલ થઈ શકે છે, જેને કારણે તમને ફાયદો થશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કોઈ જગ્યાએ પ્રવાસ પર જવાના યોગ બની રહ્યા છે.
કુંભ રાશિના જાતકો માટે સૂર્યનું આ રાશિ પરિવર્તન લાભદાયી સાબિત થઈ રહ્યું છે. આ સમયે તમારી ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. સંપત્તિમાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સંબંધોમાં સુધારો જોવા મળી શકે છે. આ સમય તમારું સપનું પૂરું થતા તમારું મન પ્રસન્ન રહેશે. નોકરી કરી રહેલાં લોકોના જીવનમાં પ્રમોશન થશે, આવકમાં વધારો થશે.