ગ્રહોના રાજા સૂર્ય કરશે નક્ષત્ર પરિવર્તન, ચાર રાશિના જાતકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા…

હાલમાં શારદીય નવરાત્રિ ચાલી રહી છે અને આ વખતની નવરાત્રિ ધાર્મિક રીતે ખાસ હોવાની સાથે સાથે જ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ રહેવાની છે. આ નવરાત્રિ દરમિયાન અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરીને શુભ યોગ બનાવી રહ્યા છે, જેની 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળશે. આવો જ એક યોગ 48 કલાક એટલે કે 2 દિવસ બાદ બની રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકોને છપ્પરફાડ ધનલાભ થઈ રહ્યો છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 27મી સપ્ટેમ્બરના રોજ ગ્રહોના રાજા સૂર્ય નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનની અસર 12-12 રાશિ પર જોવા મળશે, પણ ચાર રાશિઓ પર આ ગોચરની વિશેષ અસર જોવા મળશે. 27મી સપ્ટેમ્બરના સૂર્ય હસ્ત નક્ષત્રમાં ગોચર કરશે અને આ નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે. આ સમયે ચાર રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે, આ સમયે આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મેષ રાશિના જાતકો માટે સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન જીવનમાં સકારાત્મક ફેરફાર લઈને આવી રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોની આર્થિક સ્થિરતા વધી રહી છે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. વેપારીઓને પણ આ સમયે લાભ થઈ રહ્યો છે. સંબંધોમાં મીઠાશ વધશે. પરિવાર સાથે હસી-ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

તુલા રાશિના જાતકો માટે આ સમય સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યો છે. આર્થિક સ્થિરતા સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. વેપારીઓને પણ આ સમયે પારાવાર લાભ થઈ રહ્યો છે. સંબંધોમાં મીઠાશ વધી રહી છે. મિત્રો સાથે મજાક-મસ્તીમાં સમય પસાર કરશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયે કરિયરની દ્રષ્ટિએ આ સમયગાળો સારો રહેવાનો છે. મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. આ સમયે કારોબારમાં પણ લાભ મળી રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને પણ ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ઘરમાં શુભ-માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.

મીન રાશિના જાતકો માટે પણ સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન બંપર લાભ કરાવી રહ્યું છે. આ સમયે લાંબા સમયથી અટકી પડેલાં તમારા કામ પૂરા થઈ રહ્યા છે. નોકરીમાં પ્રગતિ થઈ રહી છે. જવાબદારીઓ અને પ્રભાવમાં વધારો થઈ રહ્યો છે. અટકી પડેલું પ્રમોશન વગેરે પણ આ સમયે મળી શકે છે.
આ પણ વાંચો…ત્રણ દિવસ બાદ શુક્ર અને બુધ બનાવશે ખાસ યોગ, આ રાશિના જાતકો બનશે માલામાલ…