સાત દિવસ બાદ દેવો સૂઈ જશે, પણ જાગી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય… જોઈ લો તમારી રાશિ પણ છે ને?

હિંદુ પંચાગ અનુસાર અષાઢ મહિનાની શુક્લ પક્ષની અગિયારસને દેવસૂતી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે વ્રત પણ રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવશયની એકાદશીથી દેવો ચાર મહિના માટે યોગનિદ્રામાં જતા રહે છે અને આ સમયગાળામાં તમામ માંગલિક કાર્યક્રમો બંધ થઈ જાય છે. પરંતુ આ વખતની દેવસૂતી એકાદશી ખૂબ જ ખાસ બનવાની છે, કારણ કે આ દિવસે એક સાથે અનેક યોગ બની રહ્યા છે, જેને કારણે અનેક રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગી ઉઠશે.
આ વખતે દેવસૂતી એકાદશી 17મી જુલાઈના છે અને આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, શુભ યોગ અને શુક્લ યોગ બની રહ્યા છે, જેને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ચાલો સમયે વેડફ્યા વિના જાણીએ કે આ દિવસે બની રહેલાં યોગથી કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી રહ્યું છે અને તેમને લાભ થઈ રહ્યો છે-
મેષઃ

દેવસૂત અગિયારસ આ રાશિના જાતકો માટે લાભદાયી માનવામાં આવી રહી છે. કરિયરમાં પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે. શ્રીહરિની કૃપાથી જીવનમાં સકારાત્મકતા આવશે અને આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં વધારે મજબૂત થઈ રહી છે.
વૃષભઃ

આ રાશિના જાતકોને પણ દેવસૂતી અગિયારસના એક સાથે બની રહેલાં અનેક યોગથી પુષ્કળ લાભ થઈ રહ્યો છે. આકસ્મિક ધનલાભ થશે. જીવનમાં આવી રહેલી સમસ્યાઓનો અંત આવશે. લોકો સાથેના સંબંધો સુધરશે. નોકરી શોધી રહેલાં લોકોને લાભ થઈ રહ્યો છે.
સિંહઃ

સિંહ રાશિના લોકો માટે પણ આ દિવસ ખૂબ જ લાભદાયી રહેશે. શ્રીહરિ આ રાશિના જાતકો પર કૃપા વરસાવશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. પૈસા કમાવવાના નવા નવા રસ્તાઓ ખૂલી રહ્યા છે. આવકમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ પણ વધારે સુધરશે.
કન્યાઃ

દેવસૂતી અગિયારસના દિવસે બની રહેલાં યોગ કન્યા રાશિના જાતકોના જીવનમાં સફળતા લઈને આવી રહ્યા છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. રોકાણ કરી રહેલાં લોકોને પણ ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે. નોકરી કરી રહેલાં લોકોને પણ પ્રમોશન વગેરે મળી શકે છે.