Hartalika Teej પર ખુલશે આ ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

આવતીકાલે એટલે કે 26મી ઓગસ્ટના હરતાલિકા તીજનું વ્રત રાખવામાં આવશે અને હિંદુ પંચાગ અનુસાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતિયા પર હરતાલિકા તીજની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આખી રાત જાગરણ કરીને ગૌરીશંકરની પૂજા કરવાનું વિધાન છે.
પંચાગ અનુસાર હરતાલિકા તીજ પર ગઈકાલે અનેક શુભ સંયોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જેને કારણે આ દિવસ ખૂબ જ લાભદાયી રહેશે. આવતીકાલે શુક્ર અને શનિની યુતિ થઈ પહી છે, જેને કારણે નવપંચમ યોહનું નિર્માણ થશે અને આ બંને ગ્રહો એકબીજાથી 120 ડિગ્રીના અંતરે આવશે.
આ સિવાય ચંદ્રમા હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે અને શુક્ર કાલે પુષ્ય નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કરશે. આ તમામ યોગને કારણે અમુક રાશિના જાતકો માટે આ સમય લાભદાયી રહેશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મેષ રાશિના જાતકો માટે આ હરતાલિકા તીજ ખૂબ જ શુભ પરિણામ આપનારી રહેશે. આ સમયે તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળી રહી છે. પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. સંતાન તરફથી પણ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો શુકનિયાળ રહેવાનો છે. કોઈ કામ અટકી પડ્યા હશે તો તે પણ પાછા મળી શકે છે. આર્થિક સ્થિતિ પણ સુધરી રહી છે. પૈસા બચાવવાના નવા નવા રસ્તાઓ સામે આવશે. જો કોઈ આર્થિક સમસ્યા સતાવી રહી હશે તો તે પણ દૂર થઈ રહી છે. પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે.

મીન રાશિના જાતકો માટે પણ આ સમયગાળો શુકનિયાળ રહેવાનો છે. કામના સ્થળે તમારી સ્થિતિ મજબૂત બની રહી છે. પ્રમોશનના યોગ બની રહ્યા છે. આ સાથે સાથે જ તમને કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળી રહ્યા છે. પારિવારિક સંબંધોમાં પણ મજબૂતી જોવા મળશે. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે.