ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

બસ, નવ દિવસ અને આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

હાલમાં જ દૈત્યના ગુરુ શુક્રએ ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે અને ટૂંક સમયમાં જ શુક્ર પોતાના જ નક્ષત્ર એટલે કે પૂર્વાફાલ્ગુનીમાં ગોચર કરશે. દરેક ગ્રહ ચોક્કસ સમય પર ગોચર કરવાની સાથે સાથે જ નક્ષત્ર ગોચર પણ કરે છે. સુખ-સમૃદ્ધિ, ધન-વૈભવ, આકર્ષણ અને પ્રેમના કારક શુત્ર 11મી ઓગસ્ટના પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરે છે.

શુક્રના ગોચરથી અમુક રાશિના જાતકોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. શુક્ર 11મી ઓગસ્ટના સવારે 11.15 કલાકે પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે અને 22મી ઓગસ્ટ સુધી શુક્ર આ જ નક્ષત્રમાં ગોચર કરશે. આ સમયગાળા દરમિયાન અમુક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે, આ રાશિના જાતકોની બલ્લે બલ્લે થવા જઈ રહી છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મિથુનઃ

After eight days, a powerful Raja Yoga

મિથુન રાશિના જાતકોના સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થઈ રહી છે. તમારા કામના વખાણ થઈ રહ્યા છે. તમારું પ્રમોશન કે ઈન્ક્રિમેન્ટ થઈ શકે છે. વેપારીઓને વેપાર સંબંધિત કામ માટે પ્રવાસ પર જવું પડી શકે છે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાનો પણ અંત આવી રહ્યો છે.

કર્કઃ

કર્ક રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. કરિયરમાં તમારી વદ્ધિ થઈ રહી છે. વેપાર સાથે સંકળાયેલા લોકોને વધારે નફો થવાને કારણે આજે ખુશીનો પાર નહીં રહે. આવકના નવા નવા સ્રોત ખૂલી રહ્યા છે. પરિવાર સાથે સારો સમય પસાર કરવો પડશે.

તુલાઃ

તુલા રાશિના જાતકોના જીવનમાં શુક્રના આ નક્ષત્ર ગોચરથી આવકમાં જોરદાર વૃદ્ધિ થઈ રહી છે. જો કોઈ જગ્યાએ પૈસા અટવાયેલા હશે તો પૈસા પાછા મળી શકે છે. કરિયરમાં પ્રગતિ થઈ રહી છે. પર્સનલ લાઈફમાં કેટલાય કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

કુંભઃ

કુંભ રાશિના જાતકોના જીવનમાં ધન-વૈભવમાં વૃદ્ધિ થઈ શકે છે. નિરાશા દૂર થઈ રહી છે અને દરેક રીતે સમય યોગ્ય રહેવાનો છે. સહકર્મચારીઓનો પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો છે. કુંવારા લોકોના જીવનમાં કોઈ નવા મહેમાનની એન્ટ્રી થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button