કન્યા રાશિમાં બે વખત થશે સૂર્યગોચર: આ 3 રાશિને થશે મોટો લાભ

Surya Gochar September 2025: સમયાંતરે સૂર્ય જુદી જુદી રાશિમાં ગોચર કરતો રહે છે. સપ્ટેમ્બર માસમાં સૂર્ય બે વખત ગોચર કરશે. જોકે, હાલ સૂર્ય સિંહ રાશિમાં છે. પરંતુ તે 13 અને 17 એમ બે તારીખે ગોચર કરશે. સૂર્ય સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં ગોચર કરશે. બુધ સૂર્યનો મિત્ર છે. તેથી આ ગોચરથી સૂર્યની શક્તિ વધશે. આ સાથે સૂર્યગોચરની અનેક રાશિ પર અસર પડશે. આ રાશિઓ કંઈ કંઈ છે અને તેની કેવી અસર પડશે? આવો જાણીએ.
આર્થિક સ્થિતિ સુધરશે, પૈસાથી થશે બચત
વૃષભ રાશિના જાતકો માટે બે વખતનું સૂર્યગોચર ઘણું ખાસ રહેશે. તમારા પૈસાની સાથોસાથ સમયની પણ બચત થશે. આર્થિક સ્થિતિમાં પણ પહેલા કરતા ઘણો સુધારો આવશે. બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માટે લાભનો સોદો થશે. પિતા સાથે સંબંધો સારા થશે. સંતાન સાથેના સંબંધો પણ સુધારશે.
કર્ક રાશિના જાતકો માટે સૂર્યગોચર સારું પરિણામ આપશે. જો તમે કલાકાર છો, તો તમને ઘણી નવી તકો મળશે. કાયદાકીય કામો પણ પૂરા થઈ શકે છે. રોકાણ દ્વારા પણ લાભ મળવાનો યોગ બની શકે છે.
સિંહ રાશિના જાતકો પર સૂર્યગોચર દરમિયાન સૂર્ય મહેરબાન રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે. કમ્યુનિકેશન સ્કિલ દ્વારા તમને લાભ થશે. કેટલાક લોકોને સરકારી પરીક્ષા પાસ થવાનો સંકેત પણ મળશે. બુધ રાશિના કારણે લાભનો યોગ પણ બનશે.
ઉલ્લેખનીય છે કે, 13 સપ્ટેમ્બરે સૂર્ય ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ બુધનું સ્વામિત્ત્વ ધરાવી કન્યા રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 17 સપ્ટેમ્બરે પણ મોડી રાત્રે 1:38 વાગ્યે કન્યારાશિમાં ગોચર કરશે.