2023ના અંતમાં શુક્રએ કર્યું વૃશ્ચિક રાશિમાં ગોચર, જાણો કઇ રાશિઓ થશે માલામાલ
જ્યોતિષમાં શુક્રનું વિશેષ મહત્વ છે. શુક્ર ગ્રહ રોમાંસ અને વૈભવનો કારક ગણાય છે. જે જાતકોની કુંડળીમાં શુક્ર ગ્રહ શુભ સ્થાન પર હોય ત્યારે તે અપાર ધન અને કિર્તી આપે છે. આજે શુક્રએ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. આ સંક્રમણની તમામ 12 રાશિઓ પર અલગ-અલગ અસર પડશે.શુક્ર હવે 18 જાન્યુઆરી, 2024 ના રોજ રાત્રે 9.07 વાગ્યા સુધી વૃશ્ચિક રાશિમાં રહેશે અને ત્યાર બાદ ધનુ રાશિમાં ગોચર કરશે. ગ્રીક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ, બુધ અને કેતુ શુક્રના મિત્ર છે, જ્યારે સૂર્ય, ચંદ્ર અને રાહુ તેના દુશ્મન છે અને મંગળ અને ગુરુ તેના સમાન છે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચ અને કન્યા રાશિમાં દુર્બળ છે.
મેષઃ- શુક્ર તમારા આઠમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. કુંડળીનું આઠમું સ્થાન આપણી ઉંમર સાથે સંબંધિત છે. શુક્રના આ સંક્રમણની અસરથી તમારું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે. તમે શારીરિક અને માનસિક બંને રીતે ફિટ અનુભવશો.
વૃષભઃ- શુક્ર તમારા સાતમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. જે આપણા જીવનસાથી સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન તમારે થોડી સાવચેતી રાખવી પડશે. શુક્રના ગોચરની અસરથી તમારા પારિવારિક જીવનમાં થોડો મતભેદ થઈ શકે છે. બાળકો માટે પણ આ સમય બહુ ફળદાયી રહેશે નહીં. તમારી સંપત્તિ સુરક્ષીત રાખવાના ઉપાયો કરજો.
મિથુનઃ- શુક્ર તમારા છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે. જન્મકુંડળીનું છઠ્ઠું સ્થાન આપણા મિત્રો, શત્રુઓ અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. શુક્રનું આ ગોચર તમારી માટે સારુ રહેશે. તમને સારા પરિણામ મળશે. તમને સંસાર સુખ મળશે. મિત્ર પરિવારજનોનો સાથ મળશે. બધા તમારી વાતો માનશે.
કર્કઃ- શુક્ર તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે. પાંચમું સ્થાન આપણા સંતાનો, રોમાન્સ બુદ્ધિ, સુખ સાથે સંબંધિત છે. તમારી લવ લાઈફ અથવા વૈવાહિક સંબંધો સારા રહેશે. સુખ મેળવવા માટે તમારે વધારે ભટકવું નહીં પડે. સુખ તમારી પાસે દોડતુ આવશે.
સિંહ – શુક્ર તમારા ચોથા ઘરમાં આવ્યો છે. આ સ્થાન ઘર, જમીન, વાહન અને માતા સાથે સંબંધિત છે. તમને જમીન, મકાન, વાહનનું સુખ મળી શકે છે, પણ કંઇ પણ વસ્તુ મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે.
કન્યા – શુક્ર તમારા ત્રીજા ઘરમાં આવી રહ્યો છે. ત્રીજું સ્થાન આપણી બહાદુરી, ભાઈ-બહેન અને કીર્તિ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે.આ મહિનામાં તમને તમારા માતા-પિતા ભાઇ-બહેનો બધાનો સહયોગ મળશે. માતા-પિતા પણ ખુશ રહેશે.
તુલા – શુક્ર તમારા બીજા ઘરમાં ગોચર કરી રહ્યો છે. કુંડળીમાં બીજું સ્થાન આપણી સંપત્તિ અને સ્વભાવ સાથે સંબંધિત છે. આ સમયે આર્થિક લાભની તકો ચૂકી ના જવાય એનું ખાસ ધ્યાન રાખજો. સંતાન તરફથી પણ સારા સમાચાર મળશે.
શ્ચિક – શુક્ર તમારા પ્રથમ ઘરમાં ગોચર કરી રહ્યો છે. કુંડળીમાં પ્રથમ સ્થાન આપણા શરીર અને મોં સાથે સંબંધિત છે. તમને સંજોગોનો યોગ્ય લાભ મળશે. આ ઉપરાંત, જો તમે હજુ સુધી પરિણીત નથી, તો તમારા માટે સારા સંબંધો જલ્દી આવવા લાગશે.
ધનુ- શુક્ર તમારા બારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. કુંડળીમાં બારમું સ્થાન ખચ્રાને લગતું હોય છે. શુક્ર ગોચરનો તમને ખાસ કંઇ લાભ નહીં મળે. આ સમયગાળા દરમિયાન તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો, બિનજરૂરી ખર્ચ ટાળજો.
મકર – મકર રાશિવાળાઓ માટે શુક્ર અગિયારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સ્થાન આપણી આવક અને ઇચ્છાઓની પૂર્તિ સાથે સંબંધિત છે. આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારી આવકમાં વધારો થશે તમને મન મારીને જીવવું નહી પડે કારણ કે તમારી બધી જ ઇચ્છાઓ પૂરી થશે
કુંભ – આ રાશિવાળાઓ માટે શુક્ર દસમા ભાવમાં આવી રહ્યો છે. કુંડળીનું દસમું સ્થાન આપણી પિતા, કારકિર્દી, રાજ્ય સાથે સંબંધિત છે. શુક્રના આ સંક્રમણથી તમારે સંભાળવું પડશે. તમારે તમારી કારકિર્દીમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે નહીં તો તમારી નોકરી-ધંધા પર જોખમ આવી શકે છે.
મીન- મીન રાશિવાળાઓ માટે શુક્ર નવમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સ્થાન ભાગ્ય સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. આ સમયગાળામાં મીન રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. તેમના અધૂરા કામ પૂરા થશે. તમારી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. ધાર્મિક સ્થળની યાત્રા પર જવાના યોગો પણ થઇ શકે છે