પાંચ દિવસ બાદ સૂર્ય અને મંગળની થશે યુતિ, ત્રણ રાશિના જાતકોને અપરંપાર ધનલાભ, મળશે ગુડ ન્યુઝ…C

2026નું નવું નક્કોર વર્ષ શરૂ થઈ ગયું છે અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ દિવસ દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરીને શુભાશુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. પાંચ દિવસ બાદ એટલે કે 9મી જાન્યુઆરીના રોજ આ વર્ષના પહેલાં મંગળ આદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. કેટલીક રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ લાભદાયી રહેવાનો છે, ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર નવમી જાન્યુઆરીના રોજ સાંજે 5.04 કલાકે મંગળ અને સૂર્યની યુતિ થઈ રહી છે. જેને કારણે મંગળ આદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે ત્રણ રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. ગ્રહોના સેનાપતિ અને ગ્રહોના રાજાની આ યુતિને કારણે કેટલીક રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.
જ્યોતિષશાસ્ત્રની સૂર્ય અને મંગળની યુતિ વ્યક્તિની નીડર, આત્મનિર્ભર અને નિર્ણય લેના માટે સક્ષમ બનાવે છે. આ યોગના પ્રભાવથી માનસિક અને શારીરિક પ્રભાવમાં વૃદ્ધિ થાય છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે મંગળ આદિત્ય યોગથી શું અસર થઈ રહી છે.
આપણ વાચો: આજનું રાશિફળ (04-01-26): 2026નો પહેલો રવિવાર ખુશીઓ લઈને આવશે આ ત્રણ રાશિના જાતકો માટે…
મેષઃ

મેષ રાશિના જાતકો માટે મંગળ અને સૂર્યની યુતિથી બની રહેલો મંગળ આદિત્ય યોગ ખૂબ જ શુભ સાબિત થઈ રહ્યો છે. લાંબા સમયથી અટકી પડેલાં કોઈ કામ પણ પૂરા થઈ રહ્યા છે. નોકરી અને વેપાર કરી રહેલાં જાતકો માટે આ સમયગાળો અનુકૂળ રહેવાનો છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત થઈ રહી છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને સાહસી નિર્ણય લેવામાં પણ સફળતા મળી રહી છે.
સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે મંગળ અને સૂર્યની યુતિ લાભ કરાવી રહી છે. આ યોગને કારણે આ રાશિના જાતકોના કરિયર અને સામાજિક જીવનમાં ખુશહાલી આવી રહી છે. આ સમયે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. એક પછી એક ધનલાભ થઈ રહ્યા છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. પરિવારમાં સુખ-શાંતિનું આગમન થઈ રહ્યું છે. લીડરશિપ ક્લોવિટી સુધરી રહી છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે.
ધનઃ

ધન રાશિના જાતકો માટે આ વર્ષની શરૂઆતમાં બની રહેલો આ યોગ પ્રગતિ અને સુખ-સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોના અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સુધીરો જોવા મળી રહ્યો છે. નોકરી કે વેપાર કરી રહેલાં જાતકો માટે પણ આ સમયગાળો અનુકૂળ સાબિત થવાનો છે. પરિવારમાં ખુશહાલીનું આગમન થઈ રહ્યું છે. જીવનસાથી માટે તમે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી શકે છે.

