18 વર્ષે સૂર્ય અને કેતુની થશે યુતિ, આ રાશિના જાતકોનું બેંક બેલેન્સ વધશે, થશે છપ્પરફાડ ધનવર્ષા…

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજાનો દરજ્જો સૂર્યને આપવામાં આવ્યો છે. સૂર્ય દરિ મહિને ગોચર કરે છે અને તેની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળે છે. દસ દિવસ બાદ એટલે કે 17મી ઓગસ્ટના સૂર્ય સ્વરાશિ સિંહમાં ગોચર કરી રહ્યા છે અને સૂર્યનું સ્વરાશિમાં થઈ રહેલું ગોચર 12-12 રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. પરંતુ આ સાથે કેતુ સૂર્ય રાશિમાં બિરાજમાન છે એટલે સિંહ રાશિમાં સૂર્ય અને કેતુની યુતિ થઈ રહી છે.
18 વર્ષ બાદ સૂર્ય અને કેતુની સિંહ રાશિમાં યુતિ થતાં કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે તો કેટલીક રાશિના જાતકો પર ધનવર્ષા થઈ રહી છે. સૂર્ય જેમ દર મહિને રાશિ પરિવર્તન કરે છે એ જ રીતે કેતુ દર દોઢ વર્ષે એટલે કે 18 મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને તેને એક રાશિચક્ર પૂરૂં કરવામાં વર્ષો લાગે છે. દરમિયાન 17 ઓગસ્ટના સૂર્ય અને કેતુની સિંહ રાશિમાં થઈ રહેલી આ યુતિ કઈ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે ચાલો જાણીએ-
મેષઃ

મેષ રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુની આ યુતિ ખૂબ જ શુકનિયાળ રહેશે. પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફમાં પણ આ યુતિથી મેષ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોની વાત લગ્ન સુધી પહોંચી શકે છે. નોકરી કરી રહેલાં લોકોની પ્રતિભામાં પણ આ સમયે નિખાર આવી રહ્યો છે.
સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે પણ આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેશે. આ સમયે આ રાશિના જાતકોને અધ્યાત્મમાં પારાવાર રસ પડશે. માનસિક સ્થિતિ વધારે મજબૂત થઈ રહી છે. નોકરી કરી રહેલાં લોકો માટે આ સમયગાળો એકદમ અનુકૂળ છે. બેંક બેલેન્સમાં વધારો થશે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. સમાજમાં માન-સન્માન વધશે.
તુલાઃ

તુલા રાશિના જાતકો પણ સૂર્ય અને કેતુની યુતિ બિઝનેસમાં લાભ કરાવી રહી છે. કોઈ જૂની મુશ્કેલી સતાવી રહી હશે તો તે દૂર થઈ રહી છે. કોઈ અટવાયેલા કામ પણ પૂરા થશે. મહત્ત્વના કામમાં સફળતા મળતા તમારી ખુશીનો પાર નહીં રહે. આ સમયે નવા નવા અને મહત્ત્વના લોકો સાથે કોન્ટેક્ટ બની રહ્યા છે.
વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાકકો માટે પણ આ સમયગાળો ખૂબ જ ફળદાયી રહેશે. આ સમયે આ રાશિના જાતકોને અપરંપાર લાભ થશે. કામમાં મન લાગશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કામના સ્થળે તમારી કાર્યક્ષમતામાં સુધારો જોવા મળશે. સમાજમાં માન-સન્માન વધતાં તમારી ખુશીનો પાર નહીં રહે. શિસ્તબદ્ધ રીતે દિનચર્યામાં આગળ વધવું તમારા માટે સારું રહેશે.
મકરઃ

મકર રાશિના જાતકો માટે પણ આ યુતિથી પારાવાર લાભ થઈ રહ્યો છે. કરિયર માટે આ સમયગાળો શુકનિયાળ રહેશે. કામના સ્થળે વરિષ્ઠ અધિકારીઓનો સાથ-સહકાર મળશે. પ્રમોશન વગેરે મળી શકે છે. પગારમાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. કોઈ સારી તક મળે તો તેને ગુમાવવાની કોઈ જરૂર નથી.
આ પણ વાંચો…500 વર્ષ પછી 4 ગ્રહો એકસાથે વક્રી, આ 3 રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?