શુક્ર-શનિએ બનાવ્યો દુર્લભ યોગ, પાંચ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નવેમ્બર મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે, જેને કારણે કેટલાક શુભાશુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવો જ એક દુર્લભ યોગનું નિર્માણ ત્રીજી નવેમ્બરથી થઈ રહ્યું છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ત્રીજી નવેમ્બરથી શુક્ર અને ન્યાયના દેવતા શનિ એકબીજાથી 140 ડિગ્રીના અંતરે રહેશે અને એને કારણે ષડાષ્ટક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે પાંચ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ રાશિના લોકોને સફળતા મળવાની સાથે સાથે ભાગ્યનો સંપૂર્ણ સાથ પણ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે શુક્ર અને શનિની યુતિથી બની રહેલો ષડાષ્ટક યોગ ફળદાયી સાબિત થશે. કામના સ્થળે નવી નવી સફળતાઓ હાંસિલ કરશો. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બની રહી છે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવી શકે છે. આ સમયે રોકાણ કરવાથી સારો એવો લાભ થઈ રહ્યો છે.
કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો પ્રગતિના દ્વાર ખોલનારો રહેશે. શનિની દ્રષ્ટિને કારણે આ રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે. કરિયરમાં સ્થિરતા આવી રહી છે. આ સમયે લાંબા સમયથી અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે. મિત્ર સાથે કોઈ જગ્યાએ હરવા-ફરવા જઈ શકો છો. જીવનસાથી માટે કોઈ સરપ્રાઈઝનું પ્લાન કરી શકો છો.
વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ષડાષ્ટક યોગ ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ સમયગાળો આર્થિક દ્રષ્ટિએ પણ ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં પણ આ સમયે લાભ થઈ રહ્યો છે. કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો હશે તો તેમાં પણ લાભ થઈ રહ્યો છે. પારિવારિક જીવનમાં પણ ખુશીઓ આવશે. બિઝનેસની દ્રષ્ટિએ સમય અનુકૂળ રહેશે.
મકરઃ

મકર રાશિના સ્વામી છે શનિદેવ. શુક્ર અને શનિની યુતિને કારણે બની રહેલાં ષડાષ્ટક યોગને કારણે આ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ સમયે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. નોકરી કરી રહેલાં લોકોને પણ પ્રમોશન મળશે. પરિવારમાં ખુશહાલીનું આગમન થશે. સમાજનમાં માન-સન્માન મળશે.
મીનઃ

મીન રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે. આ સમયે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળશે. જો લાંબા સમયથી કોઈ કામ અટકી પડ્યું હશે તો તે પણ પૂરુા થશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આ સમયે વિદ્યાર્થીઓને સફળતા મળશે. સંબંધોમાં મિઠાશ આવશે.


