ધર્મતેજરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Shani Uday: આ રાશિના જાતકો માટે વધી રહી છે મુશ્કેલી, જોઈ લો તમારી રાશિ પણ તો નથી ને?

પંદર દિવસ એટલે કે 17મી માર્ચથી હોળાષ્ટક શરૂ થવા જઈ રહ્યા છે અને એના બીજા દિવસે એટલે કે 18મી માર્ચ, 2024ના સવારે 07.49 મિનિટના ન્યાયના દેવતા શનિનો ઉદય થઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શનિની બદલાતી ચાલની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે. પરિણામે શનિનું ઉદય થવું અનેક રાશિના જાતકોને બેહિસાબ લાભ કરાવી રહ્યું છે તો અમુક રાશિઓને નુકસાન પહોંચાડી શકે છે. આવો જોઈએ 18મી માર્ચે શનિ ઉદય થઈને કઈ રાશિના જાતકોને નુકસાન પહોંચાડી રહ્યો છે…

કર્ક રાશિના જાતકો માટે શનિનું ઉદય થવું મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. કરિયરમાં અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. બિઝનેસમાં હાથમાં આવેલી તક ગુમાવી બેસશો. નુકસાન જ નુકસાન થઈ રહ્યું છે. દાંપત્યજીવનમાં મતભેદ થઈ શકે છે. દરમિયાન વાણી પર સંયમ રાખવો, કારણ વિનાના ખર્ચાથી મુશ્કેલી વધશે. ભૂલથી પણ વૃદ્ધો, મહિલાઓનું અપમાન ન કરવુ, કાળા કૂતરાને ભોજન કરાવવાથી શનિદેવ પ્રસન્ન થઈ રહ્યા છે.

મિથુન રાશિના જાતકોનો ઉદય શનિ આર્થિક રીતે મુશ્કેલી વધારી શકે છે. અચાનક ધન ખર્ચ વધશે. જેનાથી રૂપિયાનું સંકટ ઘેરાઈ શકે છે. આરોગ્યના મામલે બેદરકારી ન રાખો, શારીરિક રીતે નુકસાનના યોગ છે. નોકરી બદલવાનો વિચાર ટાળી દો. ઉતાવળમાં લીધેલો નિર્ણય આર્થિક અને માનસિક મુશ્કેલી વધારી શકે છે. ભૂલથી પણ અત્યારે પ્રોપર્ટીમાં રોકાણ ન કરો. ખાસ કરીને શનિવારના દિવસે શનિ દેવને રાઈનું તેલ ચઢાવો.

કન્યા રાશિના લોકો પર પણ શનિના ઉદયની વિપરીત અસર નાખશે. કોઈ પોતાની વ્યક્તિથી દગો મળી શકે છે. દરમિયાન સીક્રેટ પોતાના સુધી જ રાખો. યોજનાઓને જાહેર ન કરો. સહયોગીઓ સાથે વિવાદ થઈ શકે છે. કાર્ય પર ફોકસ કરો. કામના સ્થળે કોઈ પણ પ્રકારના પોલિટિક્સથી બચો, કારણ કે એ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કરિયરને લઈને કોઈ પણ નવો નિર્ણય લેવાનું હાલમાં ટાળો. દાંપત્ય જીવનમાં ઝઘડાની સ્થિતિ બની શકે છે. જીવનસાથીની સલાહ લઈને જ કોઈ કામ કરો. શનિવારે યથાશક્તિ દાન કરો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button