ચાર દિવસ બાદ શનિ બદલશે ચાલ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ… જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શનિદેવ દરેક વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. આ જ કારણ છે કે શનિદેવ જ્યારે પણ ચાલ બદલે છે, રાશિ પરિવર્તન કરે છે ત્યારે લોકોના જીવન પર તેની ઉંડી અસર જોવા મળે છે. અઢી વર્ષ બાદ શનિદેવે ગુરુની રાશિ મીનમાં ગોચર કર્યું છે અને શનિદેવ જુન, 2027 સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. શનિદેવના આ ગોચરને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યએ આપેલી માહિતી અનુસાર જુલાઈ મહિનામાં શનિ વક્રી થશે અને 138 દિવસ સુધી તેઓ મીન રાશિમાં જ ઉલ્ટી ચાલ ચાલશે. 28મી નવેમ્બર, 2025ના રોજ શનિ સવારે 9.29 કલાકે મીન રાશિમાં માર્ગી થશે. શનિ માર્ગી થતાં કેટલીક રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે અટકી પડેલાં કામ પણ પૂરા થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
આ પણ વાંચો: આજનું રાશિફળ (24/11/2025): ચાર રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે, જાણો તમારી રાશિના હાલ?

મકર રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું અત્યંત શુભ પરિણામ આપશે. આ સમયે જીવનમાં ખુશીઓનું આગમન થશે. જીવનમાં સકારાત્મક પરિણામો આવી રહ્યા છે. આ સમયે કોઈ ટૂંકી યાત્રા પર જઈ શકો છો. વિદેશ યાત્રા પર જવાના યોગ બનાવી રહ્યા છે. વિદેશથી કામ કરી રહેલાં લોકોને આ સમયે સફળતા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. મહત્ત્વનું કામ પૂરું થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

મીન રાશિના જાતકો માટે પણ આ સમયગાળો લાભદાયી રહેશે. કરિયરની દ્રષ્ટિએ આ સમયગાળો અનુકૂળ રહેશે. નોકરી શોધી રહેલાં લોકોને પણ આ સમયે નવી નવી ઓફર મળશે. આવકમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે. માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. આ સમયે તમે તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં સંતુલન જાળવીને આગળ વધશો.

કર્ક રાશિના જાતકોને આ સમયે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આ રાશિના જાતકોના પ્રગતિના માર્ગમાં આવી રહેલાં અવરોધો દૂર થશે. કોઈ ચિંતા કે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી રહી હશે તો તે પણ દૂર થશે. રિયલ એસ્ટેટ, માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકો માટે આ સમય સારો રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો જોવા મળશે.

