રાશિફળ

શુક્ર બદલશે ચાલ, આ ત્રણ રાશિના જાતકો થશે માલામાલ… જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર થોડાક સમયે એક ચોક્કસ ગ્રહ ગોચર કરે છે અને ગ્રહોના આ ગોચરની 12-12 રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. ડિસેમ્બર મહિનામાં પણ ગ્રહોની આવી જ હિલચાલ જોવા મળી રહી છે, જેની કેટલાક રાશિના જાતકો પર શુભ અસર જોવા મળશે, તો કેટલીક રાશિના જાતકોએ સાવધ પણ રહેવું પડશે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હાલમાં શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરી રહ્યા છે અને ટૂંક સમમયાં જ શુક્ર ધન રાશિમાં ગોચર કરશે. શુક્રનું આ ગોચર 20મી ડિસેમ્બરના સવારે 07.50 કલાક થઈ રહ્યું છે. ધન રાશિમાં શુક્રનું ગોચર ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રનો સંબંઝ પ્રેમ, ધન, યશ અને વૈભવ સાથે જોડવામાં આવ્યો છે. શુક્રનું આ ગોચર અમુર રાશિના જાતકો માટે ધનલાભ, શુભ પરિણામો અને ખુશહાલી લઈને આવશે. ચાલો જોઈએ શુક્રનું આ ગોચર કઈ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થવાનું છે.

આ રાશિના જાતકો માટે શુક્રનું ધન રાશિમાં થઈ રહેલું ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. આ સમયે આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિણામો લઈને આવશે. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. પાર્ટનર સાથેા તમારા સંબંધો સુધરી રહ્યા છે. વેપાર કરી રહેલાં લોકોને આ સમયે લાભ થશે. કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. નવી નોકરી મળવાની શક્યતા છે.

તુલા રાશિના જાતકો માટે શુક્રનું ધન રાશિમાં થઈ રહેલું ગોચર શુભ પરિણામો લઈને આવશે. આ સમયે પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. આવકના નવા નવા રસ્તાઓ ખૂલી રહ્યા છે. વેપાર કરી રહેલાં લોકોને બિઝનેસમાં નફો થઈ રહ્યો છે. પ્રેમ જીવન જીવી રહેલાં લોકોની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો છે.

ધન રાશિના જાતકો માટે શુક્રનું થઈ રહેલું ગોચર શુકનિયાળ સાબિત થશે. આ સમયે આ રાશિના જાતકોના સંબંધો મજબૂત થશે. જો આર્થિક સમસ્યા સતાવી રહી હશે તો તે પણ દૂર થઈ રહી છે. લાંબા સમયથી ચાલી આવેલી મુશ્કેલીઓ અને મૂંઝવણનો અંત આવી રહ્યો છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જીવનસાથી તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલી રહ્યું છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button