રાશિફળ

મંગળ અને સૂર્યની યુતિથી થશે રાજયોગનું નિર્માણ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…

હાલમાં સાતમી ડિસેમ્બરના ગ્રહોના સેનાપતિ એવા મંગળ વૃશ્ચિક રાશિમાં ધન રાશિમાં ગોચર કર્યું છે અને પહેલી ફેબ્રુઆરી, 2026 સુધી મંગળ ગુરુની રાશિમાં બિરાજમાન રહેશે. દરમિયાન 16મી ડિસેમ્બરના રોજ ગ્રહોના રાજા સૂર્ય પણ ધન રાશિમાં ગોચર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ધન રાશિમાં મંગળ અને સૂર્યની યુતિ થઈ રહી છે. ગ્રહોના સેનાપતિ અને રાજાની યુતિ થતાં શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે અને આ યોગને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ધન રાશિમાં 16મી ડિસેમ્બરના મંગળ અને ગુરુની યુતિ થઈ રહી છે. બંનેની યુતિ થતાં મંગળાદિત્ય રાજયોગ બની રહ્યો છે. આ રાજયોગની તમામ રાશિના જાતકો પર શુભ અસર જોવા મળશે પણ કેટલીક રાશિના જાતકોને આ રાજયોગથી ખાસ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને આર્થિક લાભ થવાની સાથે સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન પણ થઈ રહ્યું છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ…

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેશે. આ સમયે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બની રહી છે. સામે ચાલીને નવી નવી તક આવશે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. મહેનતનો સંપૂર્ણ લાભ મળી રહ્યો છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ તમારે એના માટે વધારે મહેનત કરવી પડશે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.

સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિ આ સમયે મજબૂત બનશે. તમારી લીડરશિપ ક્વોલિટીની પ્રશંસા થશે. રોકાણ કરવા અને બિઝનેસ માટે અનુકૂળ સમય છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પણ આ સમયે પૂરા થઈ રહ્યા છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. મિત્રો સાથેના સંબંધો મજબૂત થશે. સફળતા અને સન્માનમાં વૃદ્ધિ થશે.

ધન રાશિના જાતકો માટે આ સમયગાળો નવી નવી ઊર્જા લઈને આવશે. મંગળાદિત્ય યોગની આ રાશિના જાતકો પર સીધી અસર જોવા મળશે, કારણ કે આ રાશિમાં જ સૂર્ય અને મંગળની યુતિ થઈ રહી છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. રોકાણ અને નવા પ્રોજેક્ટ માટે આ સમય અનુકુળ છે. પ્રવાસ દરમિયાન કોઈ નવી ડીલ હાથ લાગી શકે છે. સંતાન પાસેથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button