ગ્રહોના રાજા સૂર્ય કરશે રાશિ પરિવર્તન, ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ…

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. ઓક્ટોબર મહિનામાં પણ સૂર્ય રાશિ પરિવર્તન કરશે, જે કેટલીક રાશિના જાતકો માટે શુકનિયાળ રહેશે.
મળતી માહિતી અનુસાર સૂર્ય 17મી ઓક્ટોબરનો બપોરે 1.53 વાગ્યે તુલા રાશિમાં ગોચર કરશે અને 16મી નવેમ્બરના બપોરે 1.44 વાગ્યા સુધી તે તુલા રાશિમાં જ બિરાજમાન રહેશે. સૂર્યનું તુલા રાશિમાં થઈ રહેલું ગોચર ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ શુકનિયાળ રહેવાનું છે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે સફળતા મળશે. ધનલાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સકારાત્મક પરિવર્તન લઈને આવશે. આ સમયે કોઈ સ્પર્ધા કે પરીક્ષામાં હિસ્સો લેશો તો ચોક્કસ સફળતા મળશે. તમારા શત્રુઓને પરાજિત કરવામાં આ સમયે સફળતા મળશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાંથી પણ રાહત મળશે. કોર્ટ કેસ ચાલી રહ્યો હશે તો તમારા પક્ષમાં આવશે. કામના સ્થળે તમારી મહેનતનું પરિણામ મળી રહ્યું છે.

સૂર્ય એ સિંહ રાશિના સ્વામી છે અને આ સમયે તુલા રાશિમાં થઈ રહેલું ગોચર સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સમયે તમે આત્મનિરીક્ષણ કરશો. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે. ઘર-પરિવારમાં હસી ખુશીનો માહોલ રહેશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ છે.

ધન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સમયે તમને સામાજિક અને પારિવારિક બંને બાબતોમાં સંપૂર્ણ સાથ-સહકાર મળશે. કોઈ ઈચ્છા પૂરી થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. જૂના મિત્ર સાથે મુલાકાત કરીને આનંદમાં સમય પસાર કરશો. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે પ્રમોશન કે પગાર વધારો થઈ શકે છે.