
જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેમનો સંબંધ તર્ક, વિતર્ક, વેપાર, વ્યવસાય, વાણી, બુદ્ધિનો કારક માનવામાં આવ્યો છે. જે વ્યક્તિની કુંડળીમાં બુધ મજબૂત સ્થિતિ હોય ત્યારે જીવનમાં સારું સારું જ રહે છે, જ્યારે બુધ નબળો હોય ત્યારે વ્યક્તિને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. બુધ તમામ ગ્રહોમાં નાનો છે એટલે તેને રાજકુમાર કહેવામાં આવે છે. આવા આ બુધ જ્યારે પણ ગોચર કરે છે ત્યારે તેની તમામ રાશિના જાતકો પર તેની અસર જોવા મળી શકે છે.
મળતી માહિતી મુજબ 18મી જુલાઈથી બુધ કર્ક રાશિમાં વક્રી અવસ્થામાં છે અને હવે 11મી ઓગસ્ટથી બુધ ગ્રહ માર્ગી થઈ રહ્યા છે. બુધ ગ્રહના માર્ગી થવાને કારણે કેટલીક રાશિના જાતકોને સારી નરસી અસર જોવા મળશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે, જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સમયે પ્રોપર્ટી અને સંપત્તિમાં લાભ થઈ રહ્યો છે. કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધી રહ્યું છે. કારકિર્દીમાં આગળ વધી રહ્યું છે. બચત કરવામાં સફળતા મળશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.

મિથુન રાશિના જાતકો માટે આ સમય સારા પરિણામો મળી રહ્યા છે. સરકારી નોકરી મેળવવાની ઈચ્છા પૂરી થઈ રહી છે. આ સમયે નવા વસ્ત્ર કે આભૂષણની ખરીદી કરશો. સરકારી નોકરીની શોધ કરી રહેલાં રહેલાં લોકોને તેમના પ્રયાસોમાં સફળતા મળે છે. તમારી વાણીથી તમે સમાજમાં માન-સન્માન હાંસિલ કરશો.

બુધ માર્ગી થતાં કન્યા રાશિના જાતકોને ફાયદો થઈ રહ્યો છે. બુધ ગ્રહ માર્ગી થતાં પરિસ્થિતિ અનુકૂળ છે. આવકમાં વધારો થઈ રહ્યો છે. કારોબારમાં આવી રહેલી અડચણ પણ દૂર થઈ રહી છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય સારું રહેશે. અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે.