ધનતેરસ પહેલાં જ સૂર્ય અને મંગળની થઈ યુતિ, કરોડપતિઓ જેવું જીવન જીવશે આ રાશિના જાતકો…
રાશિફળ

ધનતેરસ પહેલાં જ સૂર્ય અને મંગળની થઈ યુતિ, કરોડપતિઓ જેવું જીવન જીવશે આ રાશિના જાતકો…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વખતની દિવાળી ખાસ રહેવાની છે, કારણ કે અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે, જેને કારણે શુભાશુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવું જ એક ગોચર આજે થઈ રહ્યું છે. ગ્રહોના રાજા સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને આજે 17મી ઓક્ટોબરના સૂર્યદેવ તુલા રાશિમાં ગોચર કરી રહ્યા છે. સૂર્યના આ ગોચરને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે અને તેમની દિવાળી સુધરી જશે.

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આજે ગ્રહોના રાજા સૂર્ય રાશિ પરિવર્તન કર્યું છે અને એને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. 18મી ઓક્ટોબરના ધનતેરસ છે અને ધનતેરસના એક દિવસ પહેલાં સૂર્યનું થઈ રહેલું આ ગોચર ખૂબ જ લાભદાયી રહેવાનું છે.

સૂર્યએ તુલા રાશિમાં ગોચર કર્યું છે અને આ રાશિમાં સાહસ અને શૌર્યના કારક મંગળ પહેલાંથી જ બિરાજમાન છે. આ સ્થિતિમાં સૂર્ય અને મંગળની યુતિ થઈ રહી છે. જેને કારણે આદિત્ય મંગળ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે, પણ કેટલીક રાશિઓ એવી છે કે જેમને વિશેષ લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય અને મંગળની યુતિથી બની રહેલાં યોગને કારણે ખૂબ જ લાભ થઈ રહ્યો છે. આ સમયે તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે. તમારા અટકી પડેલાં કામ પણ પૂરા થશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન મળતાં ખુશીનો પાર નહીં રહે. આ સમયે આ રાશિના જાતકો પર ધનવર્ષા થઈ રહી છે.

મિથુન રાશિના જાતકોને પણ સૂર્ય અને મંગળની યુતિથી લાભ જ થઈ રહ્યો છે. આ સમયે તમે ભાગ્યનો સાથ મળી રહ્યો છે. શેરબજારમાં રોકાણ કરી રહેલાં લોકો માટે પણ આ સમય સારો છે. લાંબા સમયથી અટકી પડેલાં પૈસા પણ પાછા મળી રહ્યા છે. ઓફિસમાં કોઈ વધારાની જવાબદારી સોંપવામાં આવશે, જેનાથી તમને ભવિષ્યમાં લાભ થઈ રહ્યો છે.

તુલા રાશિમાં સૂર્ય અને મંગળની યુતિ થઈ રહી છે જેને કારણે આદિત્ય મંગળ રાજયોગ બની રહ્યો છે. આ સમયે જીવનમાં ખુશીઓ અને પૈસાનું આગમન થશે. પિતા તરફથી પણ અપરંપાર લાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે. તમારી અંદર રહેલી વધારાની ઊર્જાને કારણે તમે તમારા કામ પૂરા કરશો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button