રાશિફળ

ખરમાસ દરમિયાન સૂર્ય, બુધ અને શુક્ર કરશે ગોચર, ત્રણ રાશિના જાતકોએ રાખવી પડશે ખાસ સાવધાની…

જ્યોતિષશાસ્ત્ર અને હિંદુ શાસ્ત્રોમાં અલગ અલગ નિયમો અને પરંપરા વિશે જણાવવામાં આવ્યું છે, જેનું પાલન આપણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ. હિંદુ પંચાગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 16મી ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઈ રહ્યો છે અને 14મી જાન્યુઆરી, 2026 પર તે સમાપ્ત થશે. આ સમય દરમિયાન શુભ કાર્ય વર્જ્ય હોય છે. આ સમયગાળો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનો રહેશે.

જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 16મી ડિસેમ્બર, 2025ના રોજ સૂર્ય ધન રાશિમાં ગોચર કરશે અને 13મી જાન્યુઆરી, 2026ના બપોર સુધી તે આ રાશિમાં બિરાજમાન રહેશે. આ સમયગાળા દરમિયાન શુક્ર 20મી ડિસેમ્બરના સવારે 07.50 કલાકે ધન રાશિમાં ગોચર કરશે અને 13મી જાન્યુઆરી સુધી આ રાશિમાં રહેશે. ત્યાર બાદ શુક્ર ધન રાશિમાંથી મકર રાશિમાં ગોચર કરશે. ગ્રહોના રાજકુમાર બુધ 29મી ડિસેમ્બરના ધન રાશિમાં ગોચર કરશે. એક જ મહિનામાં ધન રાશિમાં ત્રણ મહત્ત્વના ગ્રહોનું ગોચર થવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જેને કારણે કેટલીક રાશિના જાતકો પર આ ગોચરની અશુભ અસર જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે એ રાશિઓ કે જેમને ખૂબ જ સંભાળવું પડશે.

વૃષભ રાશિના જાતકોએ આ ખરમાસ દરમિયાન ખૂબ જ સાવધાની રાખવી પડશે. તેમના માટે આ સમયગાળો દુઃખદ રહેશે. નિર્ધારિત કામમાં નિષ્ફળતાનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે. પરિવારમાં જૂના વિવાદો ઊભા થશે. શુભ કાર્યનું આયોજન કરવાનું ટાળો. કંઈ પણ નવી ખરીદી કરવાનું ટાળો.

મકર રાશિના જાતકો માટે પણ આ સમયગાળો ખાસ સારો નહીં રહે. નાની નાની વાતોને લઈને લાગણીશીલ થશો અને લોકો તેનો ફાયદો ઉઠાવશે. આ સમયે તમારે માનસિક તાણનો સામનો કરવો પડશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ સોદો આ સમયે કરવાનું ટાળો, નહીંતર નુકસાન થવાની શક્યતા છે.

મીન રાશિના જાતકો માટે ધન રાશિમાં બુધ અને શુક્રનું થઈ રહેલું ગોચર અશુભ રહેશે. આ સમયે જો તમે તમારા લાગણી અને વાણી પર નિયંત્રણ નહીં રાખો તો સંબંધોમાં તણાવ પેદા થઈ શકે છે. ખરમાસ દરમિયાન તમારે કોઈ પણ નવી ખરીદી કરવાથી બચવું જોઈએ. પૈસા બચાવવા પર પણ તમારે ખાસ ધ્યાન આપવું પડશે, નહીંતર ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button