રાશિફળ

ગણતરીના કલાકો બાદ બનશે ખાસ રાજયોગ, ધનના ઢગલાં પર બિરાજમાન થશે અમુક રાશિના જાતકો…

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે અને શુક્રને દૈત્યોના ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. શુક્ર પણ બાકીના ગ્રહોની જેમ જ દર થોડાક સમયે ગોચર કરે છે, જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ એટલે કે બીજી નવેમ્બરના શુક્રએ તુલા રાશિમાં ગોચર કર્યું હતું જેને કારણે માલવ્ય રાજયોગનું નિર્માણ થયું હતું. હવે શુક્ર ગ્રહોના સેનાપતિ મંગળ સાથે ગોચર કરીને દ્વિદ્વાદશ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 10મી નવેમ્બરના સવારે 9.46 કલાકે શુક્ર અને મંગળ એકબીજાથી 30 ડિગ્રીના અંતરે આવશે, જેને કારણે દ્વિદ્વાદશ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગની કેટલીક રાશિના જાતકો પર શુભ અસર જોવા મળશે. આ સમયે આ આ રાશિના જાતકોને અપરંપાર લાભ થવાની સાથે સાથે ધનલાભ પણ થશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ અને સફળતા બંને મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મેષ રાશિના જાતકો માટે આ મંગળ અને શુક્રની યુતિથી બની રહેલાં રાજયોગને કારણે લાભ થઈ રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોને અપરંપાર ધનલાભ થઈ રહ્યો છે. પ્રોપર્ટી વગેરેનો કોઈ વિવાદ ચાલી રહ્યો હશે કો તેમાંથી પણ છુટકારો મળશે. કોર્ટ કચેરીના કેસમાં આ સમયે તમને લાભ થશે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થશે. કોઈ નવી જવાબદારી સોંપવામાં આવશે. પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો.

ધન રાશિના જાતકો માટે પણ આ સમયગાળો ખૂબ જ શુભ રહેશે. આ સમયે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં સફળતા મળશે. નોકરી કરી રહેલાં લોકોને લાભ થશે. કામ માટે કોઈ મુસાફરી પર જવું પડી શકે છે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહેલાં લોકોને પણ મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત થશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે.

Today's horoscope (18-03-25):

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ દ્વિદ્વાદશ રાજયોગથી અપરંપાર લાભ થઈ રહ્યો છે. પરિવારમાં જો લાંબા સમયથી કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો અંત આવશે. પદ અને પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ થશે. તમારી ઈચ્છાઓ પૂરી થતાં મન પ્રસન્ન રહેશે. નવો બિઝનેસ શરૂ કરવા માટે અનુકૂળ સમય. આવકના નવા નવા સ્રોત ખૂલતા તમારી ખુશીનો પાર નહીં રહે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમયગાળો સારો રહેશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button