297 વર્ષ પછી સર્જાશે 6 ગ્રહોનો દુર્લભ સંયોગ, આ 3 રાશિઓને મળશે અપાર લાભ…

રક્ષાબંધન જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની રહેવાની છે, કારણ કે આ વખતે 9મી ઓગસ્ટના રક્ષાબંધન પર 297 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર મકર રાશિમાં, મંગળ કન્યા રાશિમાં, બુધ કર્ક રાશિમાં, ગુરુ અને શુક્ર મિથુન રાશિમાં અને રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં બિરાજમાન રહેશે.
આવો આ સંયોગો 1728માં બન્યો હતો અને એ સમયે પણ ભદ્ર પૃથ્વી પર નહોતી અને ગ્રહોની સ્થિતિ આવી જ હતી. આ વખતે એટલે કે 2025માં પણ આવો જ સંયોગ બની રહ્યો છે. પરિણામે રક્ષાબંધન પર ખાસ સંયોગ બની રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ, જેમને આ સમયે ખૂબ જ લાભ થઈ રહ્યો છે-

મકર રાશિના જાતકો માટે 6 ગ્રહોથી બની રહેલાં દુર્લભ સંયોગથી લાભ થઈ રહ્યો છે. આ સમયે દરમિયાન આકસ્મિક ધન લાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. રોકાણથી લાભ થઈ રહ્યો છે. સંતાન તરફથી સમારા સમાચાર સાંભળવા મળશે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે પ્રમોશન, પગારવધારો વગેરે મળી શકે છે. પાર્ટનરશિપમાં કરેલાં કોઈ બિઝનેસથી લાભ થઈ રહ્યો છે. પૈસા બચાવવામાં સફળતા મળશે.

કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. માન-સન્માનની પ્રાપ્તિ થશે. આ સમયગાળામાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વાહન કે પ્રોપર્ટી વગેરે ખરીદી કરવા માટે અનુકૂળ સમય છે. નોકરીમાં નવી નવી તક મળી રહી છે. વિદેશ પ્રવાસ કરવાની યોગ મળી રહી છે. આર્થિક સ્થિતિ સુધરી શકે છે.

તુલા રાશિના જાતકો માટે આ રક્ષાબંધન ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહી છે. કામમાં અવરોધ આવી રહ્યા હતા તો એ પણ દૂર થઈ રહ્યા છે. કોઈ પણ કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. વેપારીઓને નવો ઓર્ડર મળી શકે છે. ધનલાભ થઈ રહ્યો છે. નોકરી શોધી રહેલાં લોકોને નોકરી મળી રહી છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળી રહી છે.