રાશિફળ

499 વર્ષે દિવાળી પર બને નીચભંગ રાજયોગ, કરોડપતિ બનશે આ રાશિના જાતકો…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ દિવાળી ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે આ સમયે અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરીને વિવિધ શુભાશુભ યોગનું નિર્માણ કરી રહ્યા છે. આ વખતે દિવાળી પર એટલે કે 20મી ઓક્ટોબરના રોજ આવો જ એક રાજયોગ બની રહ્યો છે જેને કારણે અમુક રાશિના જાતકો પર પૈસાનો વરસાદ થશે, ચાલો જોઈએ કયો આ રાજયોગ અને કઈ રાશિના જાતકોને એનાથી લાભ થશે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 20મી ઓક્ટોબરના રોજ ધન અને વૈભવના કારક શુક્ર પોતાની નીચ રાશિ કન્યામાં ગોચર કરી રહ્યા છે અને એની સાથે નીચભંગ રાજયોગનું નિર્માણ થશે. આ યોગના નિર્માણથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે અને તેમની ધન-સંપત્તિમાં વૃદ્ધિ થશે. આ સમયે તેઓ કોઈ પ્રોપર્ટી કે વાહન વગેરે ખરીદશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

મકર રાશિના જાતકો માટે આ રાજયોગના નિર્માણથી અચ્છે દિન શરૂ થશે. આ સમયે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. કોઈ કામ અટકી પડ્યા હશે તો તે પણ પૂરા થશે. વિદેશપ્રવાસના યોગ બનશે. કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કામના સ્થળે તમારી મહેનત અને ક્ષમતાની પ્રશંસા થશે. માન-સન્માનમાં વધારો થશે. વિદ્યાર્થીઓને આ સમયે સફળતા મળશે.

આ રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ સાબિત થશે. આ સમયે તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો આવશે. પરિણીત લોકોનું જીવન પણ એકદમ ખુશહાલ રહેશે. કુંવારા લોકો માટે આ સમયે સારા સારા માંગા આવશે. લાંબા સમયથી અટકી પડેલું કામ પૂરું થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આ સમયે તમને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય એકદમ અનુકૂળ છે. માન-સન્માન વધશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ ખુશહાલ અને સકારાત્મતાથી ભરપૂર રહેશે. આ સમયે આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે. કરિયરમાં પણ નવી નવી તક મળશે અને એનાથી પ્રમોશન કે પગારવધારો થશે. વેપાર કરી રહેલાં લોકોને આ સમયે નફો થશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બનશે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. રોકાણ કરશો તો ભવિષ્યમાં લાભ થશે. વિદેશયાત્રાના યોગ બનશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button