ચંદ્ર અને ગુરુ બનાવશે શક્તિશાળી રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે પારાવાર લાભ જ લાભ…

જુલાઈ મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ જ મહિનામાં અનેક મહત્તવ્ના ગ્રહો ગોચર કરી રહ્યા છે. ગ્રહોના ગોચરથી શુભાશુભ યોગનું નિર્માણ થતું હોય છે અને આવો જ એક શક્તિશાળી યોગ ટૂંક સમયમાં જ બનવા જઈ રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. આવો જોઈએ કયો છે આ યોગ અને તે ક્યારે બની રહ્યો છે.
જ્યોતિષશાસ્ત્રમાં ગજકેસરી યોગને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે જે ગુરુ અને ચંદ્રની યુતિથી બને છે. 22મી જુલાઈના ચંદ્ર સવારે 8.14 કલાકે મિથુન રાશિમાં ગોચર કરશે અને મિથુન રાશિમાં પહેલાંથી જ ગુરુ બિરાજમાન છે. આવી સ્થિતિમાં મિથુન રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતી થઈ રહી છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે. આ રાશિના જાતકોને કારકિર્દી, બિઝનેસ અને શિક્ષણ ક્ષેત્રે સારો એવો લાભ થઈ રહ્યો છે. ચાલો કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

મિથુન રાશિના જાતકો માટે આ રાજયોગ લાભદાયી રહેશે. આ સમયે વ્યવસાયમાં સારો એવો લાભ થશે. કારકિર્દીને લઈને મહત્ત્વના નિર્ણયો લેશો. બાકી રહેલાં કામ પણ આ સમયે પૂરા થશે. નાણાંકીય લાભ થઈ રહ્યો છે. લગ્નજીવનમાં ખુશહાલીઓ આવશે. કાર કે પ્રોપર્ટી ખરીદવાનું સપનું પૂરું થઈ રહ્યું છે.

કન્યા રાશિના જાતકોના જીવનમાં આ સમયે સુખ-શાંતિનું આગમન થશે. કામકાજ સંબંધિત કોઈ તાણ સતાવી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવશે. પ્રોપર્ટી, મકાન કે વાહન જેવા ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ સારો એવો લાભ થશે. લગ્નજીવનમાં જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તે દૂર થશે. માનસિક શાંતિ અનુભવાશે.

ધન રાશિના જાતકો માટે ગજકેસરી યોગ ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકો શરૂ કરેલાં તમામ કામ સમયસર પૂરા કરશે. બિઝનેસનો વિકાસ થશે. પૈસા કમાવવાના નવા નવા સ્રોત સામે આવશે. સફળતાની નવી નવી ઉંચાઈઓ સર કરશો. સંતાન સંબંધિત જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તે પણ દૂર થશે. માતા-પિતાના આશિર્વાદથી દરેક કામમાં સફળતા મળશે.