એક જ વર્ષમાં ત્રીજી વખત વક્રી થશે બુધ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી…

જ્યોતિષશાસ્ત્રના નવ ગ્રહમાંથી માત્ર પાંચ જ ગ્રહ એવા છે કે જેઓ માર્ગીમાંથી વક્રી થાય છે. આ પાંચ ગ્રહોમાં શનિ, મંગળ, ગુરુ, શુક્ર અને બુધનો સમાવેશ થાય છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર ક્યારે વક્રી નથી થતાં. વાત કરીએ માયાવી ગ્રહ રાહુ અને કેતની તો તેઓ વક્રી ચાલ જ ચાલે છે. જ્યારે કોઈ ગ્રહ માર્ગીમાંથી વક્રી થાય છે તો તેની શુભ કે અશુભ અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. ઘણી વખત ગ્રહો વક્રી થઈને કેટલીક રાશિના જાતકોને શુભ તો કેટલીક વખત અશુભ ફળ આપે છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 10મી નવેમ્બરથી ગ્રહોના રાજકુમાર બુધ વક્રી થઈ રહ્યા છે. આ પહેલાં જુલાઈ મહિનામાં બુધ 25 દિવસ માટે વક્રી થયા અને માર્ચ મહિનામાં 24 દિવસ માટે વક્રી થયા હતા. હવે 2025માં બુધ ત્રીજી વખત વક્રી થવા જઈ રહ્યા છે અને 29મી નવેમ્બરના બુધ પાછા માર્ગી થશે. બુધના વક્રી થવાને કારણે ચાર રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ રાશિના જાતકોને અપરંપાર ધનલાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃષભ રાશિના જાતકો માટે બુધનું વક્રી થવું શુભ પરિણામ લઈને આવશે. આ સમયે આ રાશિના જાતકોને જૂના રોકાણથી પણ ભરપૂર લાભ થઈ રહ્યો છે. અટકી પડેલા પૈસા પાછા મળશે. વેપારમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ રહી છે. વેપારના વિસ્તાર માટે અનુકૂળ સમય છે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે. ઘરમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.

બુધ કન્યા રાશિનો સ્વામી છે અને એને કારણે જ આ રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. આ સમયે જે પણ કામમાં હાથ નાખશો એ કામમાં તમને સફળતા મળી રહી છે. કરિયરની દ્રષ્ટિએ પણ આ સમયગાળો અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. પૈસા સંબંધિત બાબતોમાં પણ આ સમયે તમને લાભ થશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે. વેપાર કરી રહેલાં લોકોને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકો માટે સમય એકદમ અનુકૂળ છે. પારિવારિક સંબંધોમાં મિઠાશ વધશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે.

મકર રાશિના જાતકો માટે પણ બુધનું વક્રી થવું શુભ પરિણામો લઈને આવશે. આ સમયે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કારકિર્દીમાં નવી નવી તક મળશે. તમારા પ્રયાસોમાં તમને સફળતા મળશે. પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. ભાગ્યનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. આ સમયે તમે નવી નવી યોજનાઓ પર કામ શરૂ કરશો અને એમાં સફળતા મળશે.


